બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / 24થી 26 જૂન વચ્ચે ચોમાસું આ સ્થળે પહોંચશે ચોમાસું, સ્કાયમેટે કરી આગાહી

photo-story

5 ફોટો ગેલેરી

સ્કાયમેટ આગાહી / 24થી 26 જૂન વચ્ચે ચોમાસું આ સ્થળે પહોંચશે ચોમાસું, સ્કાયમેટે કરી આગાહી

Last Updated: 01:36 PM, 21 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Skymet Monsoon Forecast : ગુજરાતમાં સારા વરસાદ માટે હજુ રાહ, 24થી 26 જૂન વચ્ચે મુંબઈ પહોંચે તેવી ચોમાસાની શક્યતા: સ્કાયમેટનું પૂર્વાનુમાન

1/5

photoStories-logo

1. વરસાદને લઈ મોટા સમાચાર

ગુજરાતમાં ચોમાસાની આતુરતાથી રાહ જોતા ખેડૂતો અને સામાન્ય લોકો માટે હાલમાં મોટા વરસાદના કોઈ મજબૂત સંકેત દેખાઈ રહ્યા નથી. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના વાઈસ પ્રેસિડેન્ટ મહેશ પલાવત દ્વારા કરાયેલા તાજેતરના પૂર્વાનુમાન અનુસાર આગામી થોડા દિવસો દરમિયાન ગુજરાતમાં વ્યાપક વરસાદની શક્યતા ઓછી છે, જ્યારે 24થી 26 જૂન વચ્ચે ચોમાસું મુંબઈ સુધી પહોંચે તેવી પરિસ્થિતિ બની રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સ્કાયમેટની આગાહી શું છે?

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના વાઈસ પ્રેસિડેન્ટ મહેશ પલાવતના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્ર તરફથી આગળ વધતું ચોમાસું હાલમાં ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. મુંબઈમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી ક્યારે ?

વિગતો મુજબ મુંબઈમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી માટે હજુ અંદાજે 4થી 5 દિવસનો સમય લાગી શકે છે. જોકે, મુંબઈ વિસ્તારમાં ચોમાસું પહોંચ્યા બાદ પણ તરત જ ભારે વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા હાલમાં ઓછી માનવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું ?

ગુજરાત માટે હાલની સ્થિતિ જોવામાં આવે તો આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા અથવા હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે, પરંતુ રાજ્યભરમાં સારા અને વ્યાપક વરસાદ માટે હજુ થોડો સમય રાહ જોવી પડી શકે છે. ખાસ કરીને કૃષિ આધારિત વિસ્તારોમાં વરસાદની મોડાશને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે અત્યાર સુધી ચોમાસાની ગતિથી ખેતીને નોંધપાત્ર લાભ મળ્યો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. મુંબઈ તરફ ચોમાસાની ગતિ આગળ વધશે પછી જ...

સ્કાયમેટના અનુમાન પ્રમાણે જો મુંબઈ તરફ ચોમાસાની ગતિ આગળ વધશે તો તેની અસર બાદ ગુજરાતમાં પણ વરસાદી પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે. 24થી 26 જૂન બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે હવામાનમાં થતા સતત ફેરફારોને ધ્યાનમાં રાખીને આગામી અપડેટ્સ મહત્વના રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Skymet Forecast Gujarat Rain Gujarat Monsoon
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ