બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સિંહે રિક્ષા પાછળ દોડીને યુવાનને નખ મારીને ઘાયલ કર્યો, તીવ્ર આંચકી આવ્યા બાદ સિંહે દમ તોડ્યો

ગુજરાત / સિંહે રિક્ષા પાછળ દોડીને યુવાનને નખ મારીને ઘાયલ કર્યો, તીવ્ર આંચકી આવ્યા બાદ સિંહે દમ તોડ્યો

Nidhi Panchal

Last Updated: 03:17 PM, 21 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સિંહના હુમલાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. હુમલા બાદ વનવિભાગની ટીમ પહોંચે તે પહેલાં જ સિંહને આંચકી આવતા તેનું શંકાસ્પદ મોત થતાં સમગ્ર ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે.

અમરેલી જિલ્લાના જાફરાબાદ વિસ્તારમાં સિંહના આતંકથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જાફરાબાદ રેન્જ વનવિભાગની કચેરી નજીક બનેલી આ ઘટનામાં સિંહે એક બાઈકચાલક પર હુમલો કર્યો હતો. ઘટનામાં વિશાલ બારૈયા નામના યુવકને સામાન્ય ઈજા પહોંચી હતી. સિંહે પોતાના નખ મારતા યુવક ઘાયલ થયો હતો, જોકે સદનસીબે તેને ગંભીર ઈજા થઈ નહોતી.

sinh'

રિક્ષા પાછળ પણ દોડીને હુમલાનો પ્રયાસ

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સિંહ માત્ર બાઈકચાલક પર હુમલો કરીને અટક્યો નહોતો, પરંતુ ત્યારબાદ તેણે એક રિક્ષા પાછળ પણ દોડીને હુમલાનો પ્રયાસ કર્યો હતો. સિંહને પોતાની પાછળ દોડતો જોઈ રિક્ષાચાલકે બચવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન રિક્ષા પલટી ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી અને તમામ લોકો સુરક્ષિત બચી ગયા હતા.

વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર

ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચવા માટે રવાના થઈ હતી. પરંતુ વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ સમગ્ર ઘટનાએ નવો વળાંક લીધો હતો. મળતી માહિતી મુજબ સિંહને અચાનક 2થી 3 વખત તીવ્ર આંચકી આવી હતી. વનવિભાગના કર્મચારીઓની નજર સામે જ સિંહે અંતિમ શ્વાસ લીધા હતા. સિંહના આ અચાનક મોતને લઈને અનેક સવાલો ઉભા થયા છે.

સિંહને હડકવાની અસર થઈ હોવાની આશંકા

વનવિભાગના પ્રાથમિક અનુમાન મુજબ સિંહને હડકવાની અસર થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સિંહના વર્તનમાં જોવા મળેલા અસામાન્ય ફેરફારો અને હુમલાખોર વલણને ધ્યાનમાં રાખીને આ સંભાવનાની તપાસ કરવામાં આવી રહી છે. જોકે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ અને વૈજ્ઞાનિક તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

આ પણ વાંચો : ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા લોકસાહિત્યકાર હકાભા ગઢવી, જેતપર ગામે કર્યું લોકડાયરાનું આયોજન

મૃત સિંહને વધુ તપાસ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં લઈ જવામાં આવ્યો છે. વનવિભાગ દ્વારા સિંહના બ્લડ સેમ્પલ લેવામાં આવશે અને જરૂરી લેબોરેટરી પરીક્ષણો હાથ ધરવામાં આવશે. આ પરીક્ષણોના આધારે જ સિંહના મોત પાછળનું ચોક્કસ કારણ બહાર આવી શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jafrabad Amreli Lion Attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ