બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:05 PM, 21 June 2026
ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ માટે વનડે ટીમની જાહેરાત રવિવારે કરવામાં આવી હતી. શુભમન ગિલને ટીમનો કપ્તાન બનાવવામાં આવ્યો છે, જ્યારે શ્રેયસ અય્યરને ઉપ-કપ્તાનની જવાબદારી સોંપવામાં આવી છે. વિરાટ કોહલીને ટીમમાં સ્થાન મળ્યું છે, પરંતુ તેમની પસંદગી ફિટનેસ ક્લિયરન્સ પર આધારિત છે. બીજી તરફ, લાંબા સમય બાદ જસપ્રીત બુમરાહ પણ વનડે ટીમમાં પરત ફર્યા છે.
ADVERTISEMENT
ભારતીય ટીમ માટે સૌથી મોટા સમાચાર જસપ્રીત બુમરાહની વાપસી છે. બુમરાહે છેલ્લે 2023ના વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત માટે વનડે મેચ રમી હતી. હવે તેઓ ફરીથી 50 ઓવરના ફોર્મેટમાં ભારતીય ટીમનો ભાગ બનશે. ઉપરાંત, અક્ષર પટેલને પણ ટીમમાં ફરી તક આપવામાં આવી છે.
ADVERTISEMENT
સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને ટીમમાં સ્થાન મળ્યું છે, પરંતુ તેઓ સંપૂર્ણપણે ફિટ નથી. તેમની ઉપલબ્ધતા ફિટનેસ ટેસ્ટના પરિણામ પર નિર્ભર રહેશે. જો કોહલી ફિટનેસ ટેસ્ટ પાસ કરશે તો જ તેઓ સિરીઝમાં રમી શકશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
યશસ્વી જયસ્વાલ, પ્રિન્સ યાદવ અને હર્ષ દુબેને આ વખતે વનડે ટીમમાં સ્થાન મળ્યું નથી. પસંદગીકારોએ અનુભવી અને સંતુલિત ટીમ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભારતે અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવ્યું, વન-ડે સિરીઝ પર કબ્જો કરી રચ્યો ઈતિહાસ
ADVERTISEMENT
શુભમન ગિલ (કપ્તાન), રોહિત શર્મા, વિરાટ કોહલી* (ફિટનેસ ક્લિયરન્સના આધિન), શ્રેયસ અય્યર (ઉપ-કપ્તાન), કે.એલ. રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને ગુરનૂર બરાર.
ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમની નજર ટી20 અને વનડે બંને સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરીને જીત મેળવવા પર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.