બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શું મળશે ન્યાય? 11 વર્ષના બાળક સહિત 6 ભાઈઓ-3 બહેનો આમરણાંત ઉપવાસ પર ઉતર્યા

મોરબી / શું મળશે ન્યાય? 11 વર્ષના બાળક સહિત 6 ભાઈઓ-3 બહેનો આમરણાંત ઉપવાસ પર ઉતર્યા

Vishal Khamar

Last Updated: 03:33 PM, 21 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીના જેતપર ગામે ખેડૂતોનો વિરોધ યથાવત છે. ખેડૂતોના આમરણાંત ઉપવાસનો ચોથો દિવસ છે. પ્રતિક ઉપવાસમાં 11 વર્ષનો બાળક પણ બેઠો છે.

મોરબી જિલ્લાના જેતપર ગામે વીજ લાઈન મુદ્દે ખેડૂતો દ્વારા શરૂ કરાયેલ આમરણાંત ઉપવાસ આંદોલન આજે ચોથા દિવસે પણ યથાવત્ રહ્યું છે. ખેડૂતોનો આરોપ છે કે તેમની માંગણીઓ અંગે હજુ સુધી યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના કારણે વિરોધ વધુ તેજ બન્યો છે.

6 ભાઈઓ અને 3 બહેનો આમરણાંત ઉપવાસ

આંદોલનના ભાગરૂપે આજે 6 ભાઈઓ અને 3 બહેનો આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. ઉપવાસ છાવણી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો એકત્ર થઈ સમર્થન વ્યક્ત કરી રહ્યા છે.

11 વર્ષનો એક બાળક પણ ખેડૂતોના સમર્થનમાં પ્રતીક ઉપવાસ પર બેઠો

ખાસ નોંધનીય બાબત એ છે કે 11 વર્ષનો એક બાળક પણ ખેડૂતોના સમર્થનમાં પ્રતીક ઉપવાસ પર બેઠો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં આંદોલન પ્રત્યે વધુ સહાનુભૂતિ અને ચર્ચા જોવા મળી રહી છે.

ખેડૂતોનું કહેવું છે કે વીજ લાઈન સંબંધિત પ્રશ્નોના નિરાકરણ સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે. બીજી તરફ ઉપવાસ છાવણી ખાતે ખેડૂતો દ્વારા વીજ કંપની સામે સતત સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ સિંહે રિક્ષા પાછળ દોડીને યુવાનને નખ મારીને ઘાયલ કર્યો, તીવ્ર આંચકી આવ્યા બાદ સિંહે દમ તોડ્યો

હાલ સ્થાનિક તંત્ર અને સંબંધિત વિભાગ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, પરંતુ ખેડૂતો પોતાની માંગણીઓ અંગે સંતોષકારક નિર્ણય ન આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

farmers' protest Morbi Morbi news
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ