બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આ જિલ્લામાં મેઘો મંડાશે! ગુજરાતમાં 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી

photo-story

6 ફોટો ગેલેરી

હવામાન આગાહી / આ જિલ્લામાં મેઘો મંડાશે! ગુજરાતમાં 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી

Last Updated: 05:11 PM, 21 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફના કારણે રાજ્યમાં વરસાદ થવાની શક્યતા, કચ્છ,મોરબી,સુરેન્દ્રનગર,રાજકોટ અને બોટાદ જિલ્લામાં વરસાદ થવાની સંભાવના છે.

1/6

photoStories-logo

1. છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા

રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય બનતાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ક્યાં ક્યાં વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને બોટાદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉપરાંત અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. છૂટા છવાયા વરસાદની આગાહી

દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, આણંદ, તાપી, ડાંગ, વડોદરા, છોટાઉદેપુર અને વલસાડ જિલ્લામાં આગામી દિવસોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ગરમી અને ઉકળાટમાંથી રાહત મળશે

વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં આશા જાગી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ગરમી અને ઉકળાટમાંથી પણ રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગે લોકોને સ્થાનિક આગાહીઓ પર નજર રાખવા અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. વાતાવરણમાં પલ્ટાના કારણે ઠંડકનો અનુભવ થશે

રાજ્યના વિવિધ વિસ્તારોમાં બદલાતા હવામાનને કારણે આગામી સપ્તાહ દરમિયાન વાતાવરણમાં ઠંડક અનુભવાઈ શકે છે અને મેઘરાજાની મહેરથી જનજીવનને રાહત મળવાની અપેક્ષા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સ્કાયમેટની આગાહી શું છે?

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના વાઈસ પ્રેસિડેન્ટ મહેશ પલાવતના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્ર તરફથી આગળ વધતું ચોમાસું હાલમાં ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Meteorological Department Rain Forecast Weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ