બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / NTA ના કડક નિયમોએ તોડ્યા સપના, મોડા પડતાં નો-એન્ટ્રી, વિદ્યાર્થિનીઓ ધ્રુસકે-ધ્રુસકે રોઈ

નેશનલ / NTA ના કડક નિયમોએ તોડ્યા સપના, મોડા પડતાં નો-એન્ટ્રી, વિદ્યાર્થિનીઓ ધ્રુસકે-ધ્રુસકે રોઈ

Pravin Joshi

Last Updated: 04:55 PM, 21 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં કડક સુરક્ષા વચ્ચે NEET-UG 2026 ની રી-એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે. 5,000 થી વધુ કેન્દ્રો પર યોજાયેલી આ પરીક્ષામાં NTA ના કડક નિયમોના કારણે ઘણા વિદ્યાર્થીઓના સપના ચૂર-ચૂર થઈ ગયા છે.

દેશભરમાં મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 ની રી-એક્ઝામ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લેવાઈ રહી છે. કથિત પેપર લીક બાદ લેવાઈ રહેલી આ પરીક્ષાને પારદર્શક બનાવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને તમામ રાજ્ય સરકારોએ લોખંડી કમર કસી છે. જો કે, પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા અને સમયના અતિ કડક નિયમોના કારણે ઘણા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને કેટલાક વિદ્યાર્થીઓના વર્ષોના સપના ગણતરીની મિનિટોના કારણે તૂટી ગયા છે.

didha - 2026-06-21T165225.863

ભોપાલમાં બે વિદ્યાર્થીઓને NEET-UG પુનઃપરીક્ષા કેન્દ્રમાં મોડા પહોંચવા બદલ પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. એક વિદ્યાર્થીના કાકા આમિર કાદરીએ કહ્યું, હું મારા ભત્રીજા સાથે તેની પરીક્ષા માટે અહીં આવ્યો હતો. પરીક્ષા કેન્દ્ર તરફ જતા રસ્તામાં અમારો અકસ્માત થયો હતો, અને અમારા ભત્રીજાને પ્રાથમિક સારવારની જરૂર હોવાથી અમને મોડા પડ્યા હતા. હવે અમે પહોંચ્યા છીએ, અમને અંદર જવા દેવામાં આવી રહ્યા નથી. અધિકારીઓ કહી રહ્યા છે કે પરીક્ષા શરૂ થઈ ગઈ છે, અને અમને અંદર જવા દેવા અશક્ય છે.

didha - 2026-06-21T164930.947

ગેટ બંધ થતાં જ ફૂટ-ફૂટ કરીને રોઈ પડી વિદ્યાર્થિનીઓ

NTA એ આ વખતે પરીક્ષા કેન્દ્રો પર પ્રવેશ માટે 1:30 PM વાગ્યાનો સમય અત્યંત કડક રીતે લાગુ કર્યો હતો. નિયમ મુજબ આ સમય પછી એક પણ મિનિટની મંજૂરી આપવામાં આવી નહોતી. આ કડક ગાઈડલાઈનના કારણે બેંગલુરુ અને મુંબઈ જેવા મોટા શહેરોમાં ટ્રાફિક કે અન્ય કારણોસર મોડા પહોંચેલા ઘણા વિદ્યાર્થીઓ એન્ટ્રી મેળવવાથી વંચિત રહી ગયા હતા. કર્ણાટકના એક પરીક્ષા કેન્દ્રની બહાર એન્ટ્રી ન મળવાને કારણે વિદ્યાર્થિનીઓ ગેટ પાસે જ ફૂટ-ફૂટ કરીને રોવા લાગી હતી, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે અને લોકોમાં ગમગીની ફેલાઈ ગઈ છે.

રાજસ્થાનના બિયાવરમાં બુર્કા અને ઓળખનો વિવાદ

આ જ પરીક્ષા દરમિયાન રાજસ્થાનના બિયાવર સેન્ટર પર એક નવો વિવાદ સામે આવ્યો છે. અહીં પરીક્ષા આપવા આવેલી કુલસુમ બાનો નામની વિદ્યાર્થિનીને બુર્કો પહેરીને અંદર જતાં રોકવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. વિદ્યાર્થિની કુલસુમ બાનોએ મીડિયા સમક્ષ પોતાનો દર્દ બયાન કરતા કહ્યું કે, હું NEET ની પરીક્ષા આપવા માટે ખાસ બિયાવર આવી છું. જ્યારે મેં અગાઉ 3 May ના રોજ પરીક્ષા આપી હતી, ત્યારે પણ મેં આજ કપડાં (બુર્કો અને દુપટ્ટો) પહેર્યા હતા. પરંતુ આજે સેન્ટર પરના સ્ટાફે મને પહેલાં દુપટ્ટો હટાવવાનું કહ્યું અને ત્યારબાદ બુર્કો પણ ઉતારવા માટે દબાણ કર્યું. જો NTA ના નિયમોમાં આપણને પરંપરાગત વસ્ત્રોની મંજૂરી છે, તો આ લોકો આપણને રોકી ન શકે. મારા માટે પરીક્ષા કરતાં મારો બુર્કો અને મારી ધાર્મિક ઓળખ વધુ મહત્વની છે, જો તેઓ આ કપડામાં એન્ટ્રી નહીં આપે તો હું પરીક્ષા જ નહીં આપું. આ ઘટનાને લઈને કેન્દ્ર પર થોડો સમય તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો.

અબુ ધાબી વિવાદ પછી અબ્દુલ્લાએ નાગપુરમાં આપી પરીક્ષા

આ બધા વિવાદો વચ્ચે એક રાહત આપનારા સમાચાર મહારાષ્ટ્રના નાગપુરથી સામે આવ્યા છે. NEET નો વિદ્યાર્થી અબ્દુલ્લા મોહમ્મદ તાલિબ, જે અગાઉ ભારે ચર્ચામાં આવ્યો હતો, તે અત્યારે નાગપુરના સેન્ટર પર શાંતિપૂર્વક પરીક્ષા આપી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ફોર્મમાં ખામી કે અન્ય ટેકનિકલ ખામીના કારણે અબ્દુલ્લાનું એક્ઝામ સેન્ટર ભારતની બહાર સીધું 'અબુ ધાબી' (Abu Dhabi) માં ફાળવી દેવામાં આવ્યું હતું. વિદ્યાર્થીના વિરોધ અને મીડિયામાં અહેવાલો આવ્યા બાદ NTA એ પોતાની ભૂલ સુધારી હતી અને તેને નાગપુરમાં નવું સેન્ટર આપ્યું હતું, જ્યાં આજે તે પરીક્ષામાં બેઠો છે.

આ પણ વાંચોઃ સ્કાયમેટ આગાહી / 24થી 26 જૂન વચ્ચે ચોમાસું આ સ્થળે પહોંચશે ચોમાસું, સ્કાયમેટે કરી આગાહી

દેશભરના 5,000 થી વધુ કેન્દ્રો પર લેવાઈ રહેલી આ પરીક્ષામાં પ્રશાસન સંપૂર્ણ રીતે એલર્ટ છે, પરંતુ સમયસર ન પહોંચવાના કારણે અને કડક તપાસના લીધે સેંકડો વિદ્યાર્થીઓના મનમાં ભારે ગભરાટ અને ઉદાસીનો માહોલ જોવા મળી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NEETReExam NTARules NEETUG2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ