બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરીને ઘર ખરીદતા વિવાદ, હિન્દુ પ્રેમિકા માટે નામ બદલ્યું હોવાનો દાવો

વિવાદ / અમદાવાદમાં મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરીને ઘર ખરીદતા વિવાદ, હિન્દુ પ્રેમિકા માટે નામ બદલ્યું હોવાનો દાવો

Vishal Khamar

Last Updated: 04:34 PM, 21 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના વેજલપુરમાં પ્રોપર્ટી પડાવવાના નવા કારસ્તાનનો પર્દાફાશ થયો છે. વિવાદ સામે આવતા વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે કલેક્ટરને રજૂઆત કરી છે.

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પ્રોપર્ટી ખરીદી સંબંધિત એક મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. એક મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરીને રહેણાંક મિલકત ખરીદી હોવાના આક્ષેપો સાથે વિવાદ ઊભો થયો છે. સ્થાનિક સ્તરે આ મામલે વિવિધ દાવા અને પ્રતિવાદો સામે આવ્યા છે.

મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરીને ઘર ખરીદતા વિવાદ

મળતી માહિતી મુજબ, સાજીદ અઝીઝ નામના યુવકે પોતાનું નામ બદલીને "સ્વપ્નિલ" રાખ્યું હોવાની જાહેર જાહેરાત અખબારમાં પ્રકાશિત કરી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે યુવકે પોતાની હિન્દુ પ્રેમિકા સાથે લગ્ન કરવા અને તેના પરિવારની મંજૂરી મેળવવા માટે નામ પરિવર્તનનો માર્ગ અપનાવ્યો હતો. ત્યારબાદ તેણે હિન્દુ ધર્મ સ્વીકારવાની પ્રક્રિયા અંગે પણ જાહેર નોટિસ આપી હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર ઘટનાને લઈને કેટલાક સ્થાનિક રહેવાસીઓએ આરોપ મૂક્યો છે કે મિલકત ખરીદતી વખતે મૂળ ઓળખ છુપાવીને રાજ્યના અશાંતધારા સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જોકે, આ આરોપોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.

વેજલપુરના ધારાસભ્ચ અમિત ઠાકરે કલેક્ટરને કરી રજૂઆત

મામલો વિવાદાસ્પદ બનતા વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકોરે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. તેમણે અશાંતધારા કાયદાનો યોગ્ય અમલ થાય અને સમગ્ર વ્યવહારની તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી છે. સાથે જ, જો ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હોય તો તે કાયદાકીય પ્રક્રિયા મુજબ થયું છે કે નહીં તેની પણ ચકાસણી કરવાની માગ ઉઠાવી છે.

સાજીદે પોતાનું નામ સ્વપ્નિલ કર્યું હોવાની પેપરમાં આપી જાહેરાત

સ્થાનિક લોકોના એક વર્ગ દ્વારા એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ધર્મ પરિવર્તન કરનારા લોકો દ્વારા મિલકત ખરીદવામાં આવે ત્યારે વિસ્તારના રહેવાસીઓને વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બીજી તરફ, કેટલાક લોકોનું માનવું છે કે વ્યક્તિને કાયદેસર રીતે નામ અથવા ધર્મ પરિવર્તન કરવાનો અધિકાર છે અને કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલાં સત્તાવાર તપાસના પરિણામોની રાહ જોવી જોઈએ.

હાલમાં જિલ્લા પ્રશાસન તરફથી આ મામલે કોઈ અંતિમ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તપાસ અને સત્તાવાર પ્રક્રિયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.

આ પણ વાંચોઃ શું મળશે ન્યાય? 11 વર્ષના બાળક સહિત 6 ભાઈઓ-3 બહેનો આમરણાંત ઉપવાસ પર ઉતર્યા

અમારા એડ્રેસનો દુરઉપયોગ થયો

આ બાબતે હિન્દુ મહિલાએ જણાવ્યું હતું કે, તેઓ આ સમગ્ર બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું. તેમજ અમારા એડ્રેસનો દુર ઉપયોગ થયો છે. અમારા નણંદ તે વ્યક્તિ સાથે રિલેશનમાં હતા. તેમજ આ બાબતે અમે કંઈ જ જાણતા ન હોવાનું મહિલાઓ મૌખિક જણાવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Religious Conversion Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ