બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / 'મારા જિન્સમાં હાથ નાખ્યો પછી'... મશહૂર હસીનાએ ડાન્સર પર લગાવ્યો ગંભીર આરોપ

મનોરંજન / 'મારા જિન્સમાં હાથ નાખ્યો પછી'... મશહૂર હસીનાએ ડાન્સર પર લગાવ્યો ગંભીર આરોપ

Jinal Chauhan

Last Updated: 01:45 PM, 21 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્પ્લિટ્સવિલા 16થી લોકપ્રિય બનેલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સિમરન ખાને શોના પૂર્વ સ્પર્ધક અને કોરિયોગ્રાફર સચિન શર્મા સામે ગંભીર આરોપો લગાવ્યા છે. સિમરને એક પોડકાસ્ટમાં પોતાના સાથે બનેલી ઘટનાનો ખુલાસો કર્યો હતો.

સિમરન ખાને યુટ્યુબર અને સ્પ્લિટ્સવિલાની પૂર્વ સ્પર્ધક ભવ્ય સિંહના પોડકાસ્ટમાં જણાવ્યું કે શોમાં ભાગ લેતા પહેલા તેમની ઓળખ સચિન શર્મા સાથે થઈ હતી. સિમરનના જણાવ્યા મુજબ, એક મુલાકાત દરમિયાન સચિને તેમની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. સિમરને પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા પણ આ ઘટનાની પુષ્ટિ કરી હતી.

સિમરન ખાને જણાવ્યું કે સ્પ્લિટ્સવિલામાં ભાગ લેતા પહેલા તે એક ડાન્સ ક્લાસમાં જતી હતી, જ્યાં સચિન શર્મા તેમના સિનિયર હતા. બાદમાં બંને એક પાર્ટીમાં મળ્યા હતા અને ત્યાં તેમણે એકબીજાના ફોન નંબર શેર કર્યા હતા.સિમરનના જણાવ્યા અનુસાર, ત્યારબાદ સચિને તેમને પોતાના ઘરે મળવા માટે આમંત્રિત કર્યા હતા. સિમરને કહ્યું કે તે પોતાની ચાર વર્ષની નાની બહેનની દેખરેખ રાખી રહી છે, તેથી આવી શકશે નહીં. જોકે, સચિને તેમને બહેન સાથે જ આવવા માટે કહ્યું હતું.

Screenshot 2026-06-21 134036

સિમરને દાવો કર્યો કે જ્યારે તે પોતાની નાની બહેન સાથે સચિનના ઘરે પહોંચી હતી, ત્યારે સચિને તેમની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. તેમના જણાવ્યા મુજબ, સચિને તેમની પરવાનગી વગર તેમને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો.સિમરને વધુમાં જણાવ્યું કે આ ઘટનાને લઈને તેમણે બાદમાં સચિન સાથે વાત કરી હતી. તેમના કહેવા મુજબ, સચિને આ બાબતે માફી પણ માંગી હતી.

Screenshot 2026-06-21 134111

જોકે, આ ઘટનાનો ખુલાસો હવે વર્ષો બાદ જાહેરમાં થયો છે. સિમરનના આ આરોપો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા યુઝર્સ સચિન શર્માની ટીકા કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો સત્તાવાર નિવેદનની રાહ જોઈ રહ્યા છે.

vtv hiring

આ પણ વાંચોઃ શાહિદ કપૂરની ફિલ્મે 2 દિવસમાં 50 કરોડની કમાણી કરી

સિમરને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ સ્પષ્ટ કર્યું હતું કે આ ઘટના સ્પ્લિટ્સવિલા શરૂ થાય તે પહેલાંની છે. તેમણે જણાવ્યું કે બાદમાં સચિને ફોન કરીને આ મુદ્દે તેમની સાથે વાતચીત પણ કરી હતી. હાલમાં સચિન શર્મા તરફથી આ આરોપોને લઈને કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Simran Khan Splitsvilla 16 Sachin Sharma
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ