બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:41 AM, 22 June 2026
ઠાણે જિલ્લાના બદલાપુર પાસે મુંબઈ-વડોદરા હાઈવે પર એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સામે આવ્યો છે. 21 જૂને રવિવારે વહેલી સવારે એક પૂરપાટ ઝડપે આવી રહેલી લક્ઝરી BMW કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક યુવક અને એક યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ અકસ્માત હાઈવે પર આવેલા એરંજાડ વિસ્તાર પાસે સર્જાયો હતો.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, કારમાં સવાર ત્રણેય મિત્રો બર્થડે પાર્ટી મનાવીને BMW કારમાં પાછા ફરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત રવિવારે વહેલી સવારે આશરે 3 વાગ્યે થયો હતો. તે સમયે BMW કાર ટિટવાલા તરફથી બદલાપુર તરફ આવી રહી હતી. કારની ઝડપ એટલી વધારે હતી કે ચાલકે લક્ઝરી કાર પરથી પોતાનો કાબૂ ગુમાવી દીધો હતો અને કાર રોડની કિનારે આવેલા લોખંડના ડિવાઈડર સાથે જોરદાર રીતે અથડાઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર હવામાં ફંગોળાઈને આશરે 200 મીટર સુધી ઘસડાતી ગઈ હતી.
ADVERTISEMENT
અકસ્માત કેટલો ભયાનક હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ટક્કર બાદ BMW કાર સંપૂર્ણપણે કચડાઈ ગઈ હતી અને તેનો કુરચો બોલી ગયો હતો. સ્થાનિક લોકો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, દુર્ઘટના એટલી ગંભીર હતી કે મૃતકોના શરીરના અંગો રોડ પર દૂર-દૂર સુધી વિખરાઈ ગયા હતા. અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકોએ તાત્કાલિક પોલીસ તથા એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
ADVERTISEMENT
આ અકસ્માતમાં કારમાં સવાર એક યુવક અને એક યુવતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ત્રીજો યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘાયલ યુવકને ઠાણેની જુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને ડોક્ટરો તેની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
ADVERTISEMENT
અકસ્માતની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને રાહત કાર્ય શરૂ કરાવ્યું હતું. પોલીસે બંને મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ સાથે જ અકસ્માતગ્રસ્ત BMW કારને પણ પોલીસે જપ્ત કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં કારની તેઝ રફતાર જ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.