બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / રણવીર સિંહે સલમાન-શાહરુખને છોડ્યા પાછળ, એક ફિલ્મ માટે લે છે અધધધ 325 કરોડ રૂપિયા

મનોરંજન / રણવીર સિંહે સલમાન-શાહરુખને છોડ્યા પાછળ, એક ફિલ્મ માટે લે છે અધધધ 325 કરોડ રૂપિયા

Jinal Chauhan

Last Updated: 08:06 AM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્ટાર્સની ફી સતત વધી રહી છે. હવે એક એવો બોલિવૂડ અભિનેતા સૌથી વધુ કમાણી કરનારો બન્યો છે, જે કોઈ ખાન નથી.

એક સમય હતો જ્યારે ફિલ્મ માટે 10 કરોડ રૂપિયાની ફી પણ ખૂબ મોટી માનવામાં આવતી હતી. પરંતુ હવે ભારતીય સિનેમાનો વ્યાપ વધતા સ્ટાર્સની કમાણી પણ અનેકગણી વધી ગઈ છે. સાઉથના રજનીકાંત, અલ્લુ અર્જુન અને પ્રભાસ જેવા સ્ટાર્સ કરોડોની ફી લે છે. જોકે, તાજેતરના રિપોર્ટ્સ અનુસાર બોલિવૂડ અભિનેતા રણવીર સિંહે સૌથી વધુ કમાણી કરીને સૌને પાછળ છોડી દીધા છે.

રણવીર સિંહ બન્યા સૌથી વધુ કમાણી કરનારા અભિનેતા

રિપોર્ટ્સ અનુસાર રણવીર સિંહે ફિલ્મ ‘ધુરંધર’ માટે પરંપરાગત ફી લેવાને બદલે પ્રોફિટ-શેરિંગ મોડલ પસંદ કર્યું હતું. ફિલ્મનું બજેટ વધતા તેમણે પોતાના પૈસા પણ રોક્યા હતા. જેના કારણે ફિલ્મની કમાણીમાં તેમનો હિસ્સો વધુ થયો.

Ranveer-Singh-Video

325 કરોડ રૂપિયાથી વધુ કમાણીનો અંદાજ

ટ્રેડ વિશ્લેષકોના અંદાજ મુજબ ફિલ્મના થિયેટર, ડિજિટલ, સેટેલાઇટ અને મ્યુઝિક રાઇટ્સ સહિતના વિવિધ સ્ત્રોતોથી મળેલી કમાણી બાદ રણવીર સિંહનો હિસ્સો આશરે 325 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. કોઈ એક ફિલ્મ પ્રોજેક્ટમાંથી ભારતીય અભિનેતાને મળેલી આ સૌથી મોટી રકમ ગણાઈ રહી છે.

રજનીકાંતનો રેકોર્ડ તૂટ્યો

રણવીર સિંહ પહેલાં સૌથી વધુ કમાણીનો રેકોર્ડ સાઉથ સુપરસ્ટાર રજનીકાંતના નામે હતો. રિપોર્ટ્સ મુજબ તેમણે ‘જેલર’ ફિલ્મમાંથી 250 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી હતી. ત્યારબાદ અલ્લુ અર્જુન અને પ્રભાસે પણ પોતાની હિટ ફિલ્મોથી 200 કરોડથી વધુ કમાણી કરી હોવાનું કહેવાય છે.

vtv hiring

આ પણ વાંચોઃ શાહિદ કપૂરની ફિલ્મે 2 દિવસમાં 50 કરોડની કમાણી કરી

શાહરુખ ખાન પણ પાછળ રહ્યા

બોલિવૂડમાં અગાઉ સૌથી વધુ કમાણીનો રેકોર્ડ શાહરુખ ખાનના નામે હતો. 2023માં આવેલી ‘પઠાન’ અને ‘જવાન’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો માટે તેમને અંદાજે 200 કરોડ રૂપિયા મળ્યા હોવાનું કહેવાય છે. તે પહેલાં ઘણા વર્ષો સુધી આ મામલે આમિર ખાન અને સલમાન ખાન ટોચ પર રહ્યા હતા.

ભારતીય સિનેમામાં સ્ટાર્સની ફીનો નવો યુગ

ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી હવે વૈશ્વિક સ્તરે વધુ મોટી બની રહી છે. જેના કારણે ફિલ્મોની કમાણી અને સ્ટાર્સની ફીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રણવીર સિંહની આ સિદ્ધિ એ વાતનો પુરાવો છે કે હવે બોલિવૂડ અને સાઉથ બંનેમાં સ્ટાર્સની કમાણી નવા રેકોર્ડ બનાવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

highest paid Indian actor Bollywood actor earnings Ranveer Singh income
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ