બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:44 AM, 23 June 2026
લખનૌમાં આગથી બળીને ખાખ થયેલી ઇમારત હકીકતમાં કોચિંગ સેન્ટર તરીકે ઉપયોગમાં લેવાતી હતી, પરંતુ તેના માટે મંજૂરી આપવામાં આવી નહોતી. ઉત્તર પ્રદેશ સરકારે ખુલાસો કર્યો છે કે આ ઇમારત મૂળ રહેણાંક ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી હતી અને તેને તોડી પાડવાનો આદેશ વર્ષ 2016માં જ આપવામાં આવ્યો હતો. જો તે સમયે આદેશનું પાલન કરવામાં આવ્યું હોત તો કદાચ સોમવારે બનેલી આ દુર્ઘટનામાં 15 નિર્દોષ વિદ્યાર્થીઓના જીવ બચી શક્યા હોત.
ADVERTISEMENT

ADVERTISEMENT
લખનૌના અલીગંજ વિસ્તારમાં આવેલી ત્રણ માળની આ ઇમારતમાં સોમવારે ભીષણ આગ લાગી હતી. આગમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા હતા જ્યારે નવ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ અનેક ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે રહેણાંક ઇમારતમાં કોચિંગ સેન્ટર ચલાવવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી અને વર્ષો સુધી નિયમોની અવગણના કેવી રીતે થતી રહી.
ADVERTISEMENT
સરકારે જણાવ્યું છે કે આ ઇમારતનો લેઆઉટ પ્લાન રહેણાંક ઇમારત તરીકે મંજૂર કરવામાં આવ્યો હતો. રહેણાંક અને વાણિજ્યિક ઇમારતોના નિયમો અલગ હોય છે અને તેના આધારે જ ઉપયોગ નક્કી કરવામાં આવે છે. તેમ છતાં આ ઇમારતમાં કોચિંગ સેન્ટર કાર્યરત હતું, જે નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું. આ દરમિયાન અનેક સરકારી અધિકારીઓએ પણ નિયમોની અવગણના કરી હોવાના આરોપો સામે આવ્યા છે.
ADVERTISEMENT
સરકારના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર બાંધકામને લઈને લખનૌ વિકાસ સત્તામંડળે વર્ષ 2016માં ઇમારત સામે કાર્યવાહી શરૂ કરી હતી. તપાસ બાદ 10 મે, 2016ના રોજ ઇમારત તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે આશ્ચર્યજનક રીતે માત્ર બે મહિનાની અંદર એટલે કે 5 જુલાઈ, 2016ના રોજ આ આદેશ રદ કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે આ દરમિયાન ઇમારતના માળખામાં કોઈ ખાસ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. તેથી હવે સવાલ ઊભો થયો છે કે આખરે તોડી પાડવાનો આદેશ શા માટે પાછો ખેંચવામાં આવ્યો.
ADVERTISEMENT
સરકારી નિવેદન મુજબ અલીગંજના સેક્ટર-ડી વિસ્તારમાં આવેલી આ ઇમારત 11 જુલાઈ, 1980ના રોજ લોટરી સિસ્ટમ હેઠળ ભાડા-ખરીદી યોજના મારફતે વિજય કુમારને ફાળવવામાં આવી હતી. 4 નવેમ્બર, 1980ના રોજ ઇમારતનો કબજો તેમને સોંપવામાં આવ્યો હતો. બાદમાં વર્ષ 2005માં આ મિલકત વિજય કુમાર અને તેમની પત્ની ઉષાના નામે વેચાણ દસ્તાવેજ દ્વારા નોંધાઈ હતી. ત્યારબાદ 19 જાન્યુઆરી, 2013ના રોજ આ ઇમારત વીરેન્દ્ર પ્રતાપ શુક્લા અને સુરેન્દ્ર પ્રતાપ શુક્લાને વેચવામાં આવી હતી.

ADVERTISEMENT
આશરે 1,992 ચોરસ ફૂટ વિસ્તારમાં આવેલી આ ઇમારતનો નકશો 20 ઓગસ્ટ, 2014ના રોજ સ્વ-પ્રમાણપત્ર મકાન યોજના હેઠળ રહેણાંક ઉપયોગ માટે મંજૂર કરવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં અનધિકૃત બાંધકામ મળી આવતા લખનૌ વિકાસ સત્તામંડળે વીરેન્દ્ર પ્રતાપ શુક્લા વિરુદ્ધ કેસ નંબર 08/2016 દાખલ કર્યો હતો. આગની ઘટના બાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે આ કેસમાં ઇમારતના માલિકો સહિત 4 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં રામ કૃષ્ણ ઉપાધ્યાય (43), વીરેન્દ્ર પ્રસાદ શુક્લા (62), તુષાર કૃષ્ણ જયસ્વાલ (31) અને સુરેશ કુમાર સાહુનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર ઉપાધ્યાય, શુક્લા અને જયસ્વાલ આગગ્રસ્ત ઇમારતના સંયુક્ત માલિકો છે.
આ પણ વાંચો : અચાનક આગ લાગે ત્યારે બચવા શું કરવું? જાણો જીવ બચાવવાના મહત્વના ઉપાય
આ સમગ્ર ઘટનાએ તંત્રની કામગીરી અને દેખરેખ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. જો વર્ષ 2016માં તોડી પાડવાનો આદેશ અમલમાં મૂકવામાં આવ્યો હોત તો આજે 15 વિદ્યાર્થીઓના જીવ બચી શક્યા હોત તેવી ચર્ચા ચાલી રહી છે. હવે તપાસમાં એ જાણવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે કે આદેશ રદ કરવાનો નિર્ણય કોણે લીધો અને વર્ષો સુધી નિયમોના ઉલ્લંઘન છતાં કાર્યવાહી કેમ ન કરવામાં આવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.