બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / શરદ પવારની ભાણીના લગ્નમાં અંબાણી, બચ્ચન, કપૂર પરિવાર સહિત પહોંચ્યાં, જુઓ ફોટો

photo-story

13 ફોટો ગેલેરી

મનોરંજન / શરદ પવારની ભાણીના લગ્નમાં અંબાણી, બચ્ચન, કપૂર પરિવાર સહિત પહોંચ્યાં, જુઓ ફોટો

Last Updated: 05:02 PM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

20 જૂન 2026 ના રોજ શરદ પવારની પૌત્રી અને સાંસદ સુપ્રિયા સુલેની પુત્રી રેવતી સુલેના લગ્ન હતા. તેમના વિવાહમાં મોટા મોટા મેહમાનો આવ્યા હતા. જેમાં આ મેહમાનોસુંદર સાડીઓ, પરંપરાગત સુટ અને શાહી લહેંગામાં જોવા મળ્યા હતા.

1/13

photoStories-logo

1. રેવતી સુલેના લગ્ન

એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારની પૌત્રી અને સાંસદ સુપ્રિયા સુલેની પુત્રી રેવતી સુલે લગ્નગ્રંથિથી જોડાઈ ગઈ છે. 20 જૂન 2026 ના રોજ રેવતીએ નાગપુર સ્થિત ઉદ્યોગપતિ સારંગ લાખાણી સાથે મહારાષ્ટ્રીય રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા. મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલા ભવ્ય લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. રેવતી અને સારંગના ભવ્ય લગ્નમાં રાજકારણ, ઇન્ડસ્ટ્રી અને બોલિવૂડની હસ્તીઓએ હાજરી આપી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. રાહુલ ગાંધી

વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ સુપ્રિયા સુલેની પુત્રી રેવતીના લગ્નમાં હાજરી આપી હતી. રાહુલ ગાંધી આ કાર્યક્રમમાં સફેદ કુર્તા-પાયજામા પહેરીને પહોંચ્યા હતા. તેમની સાથે મલ્લિકાર્જુન ખડગે પણ હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. બચ્ચન પરિવાર

રેવતી સુલેના લગ્નમાં બચ્ચન પરિવાર સ્ટાઇલિશ રીતે પહોંચ્યો હતો. અમિતાભ બચ્ચન, તેમની પત્ની જયા બચ્ચન અને પુત્રી શ્વેતા બચ્ચન સાથે નવદંપતીને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. બિગ બીએ ઓફ-વ્હાઇટ કુર્તા-પાયજામા પહેર્યો હતો, રંગબેરંગી દુપટ્ટા સાથે જયા બચ્ચને ગોલ્ડન વર્કવાળી ગુલાબી સાડી પહેરી હતી. તેમને વાળમાં ગજરા અને સોનાના ગળાનો હાર પહેરીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. અંબાણી પરિવાર

નીતા અંબાણીએ તેના પતિ મુકેશ અંબાણી સાથે રેવતી સુલેના લગ્નમાં હાજરી આપી હતી. નીતા અંબાણીએ સુંદર ક્રીમ રંગની સિલ્ક સાડી પહેરી હતી. તે ઇન્ટ્રિકેટ અને સુંદર પરંપરાગત ભરતકામવાળી પરંપરાગત સિલ્ક સાડી હતી. તેમને તેની સાડીને બહુ રંગીન સ્ટેટમેન્ટ રત્ન ગળાનો હાર સાથે પેર કરી હતી. મુકેશ અંબાણી ક્લાસિક કાળા બંધગલા સૂટ અને લાલ પોકેટ સ્કવેરમાં જોવા મળ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. અનંત અંબાણી - રાધિકા અંબાણી

નીતા અંબાણી અને મુકેશ અંબાણી સાથે તેમના નાના પુત્ર અનંત અંબાણી અને પુત્રવધૂ રાધિકા અંબાણી પણ હતા. રાધિકાએ ભારે ભરતકામવાળી ક્રીમ-સિલ્વર સાડી પહેરી હતી જે સુંદર રીતે ચમકતી હતી. અનંતે કાળા કુર્તા-પાયજામા અને સુંદર ભરતકામવાળા નેહરુ જેકેટ કેરી કર્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. અખિલેશ યાદવ

પરિવાર સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ રેવતી સુલેના લગ્નમાં તેમની પત્ની ડિમ્પલ યાદવ અને પુત્રી અદિતિ યાદવ સાથે હાજરી આપી હતી. અખિલેશ યાદવ સફેદ કુર્તા-પાયજામા અને કાળા નેહરુ જેકેટમાં સુંદર દેખાતા હતા, જ્યારે ડિમ્પલ યાદવ પેસ્ટલ ગુલાબી સાડીમાં સુંદર દેખાતા હતા. તો અદિતિ યાદવ સિમ્પલ વ્હાઇટ સૂટમાં જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. દેવેન્દ્ર ફડણવીસ

પરિવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમની પત્ની અમૃતા ફડણવીસ અને પુત્રી દિવિજા ફડણવીસ સાથે શરદ પવારની પૌત્રીના લગ્નમાં હાજરી આપી હતી. આ લગ્નમાં અમૃતા અને દિવિજા ગુલાબી લહેંગામાં જોવા મળ્યા હતા. માતા-પુત્રીની જોડી તેમના ગુલાબી લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. પ્રિયા સરોજ

સમાજવાદી પાર્ટીના સાંસદ અને ભારતીય ક્રિકેટર રિંકુ સિંહની મંગેતર પ્રિયા સરોજ પણ સુપ્રિયા સુલેની પુત્રીના લગ્નમાં હાજરી આપી હતી. લગ્નમાં પ્રિયાના સાડીનો લુક જોવા મળ્યો હતો જેમાં તે એકદમ સુંદર લાગતી હતી. પ્રિયાએ ખાસ પ્રસંગ માટે ભરતકામવાળી બોર્ડરવાળી મેંદીવાળી લીલી સાડી પહેરી હતી. તેને સાડીને ઘેરા લીલા બ્લાઉઝ અને ખુલ્લા વાળ સાથે પેર કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. ગૌતમ અદાણી

ગૌતમ અદાણીએ પણ શરદ પવારની પૌત્રીના લગ્નમાં તેમની પત્ની સાથે હાજરી આપી હતી. ગૌતમ અદાણી કાળા બંધગલા સૂટ પહેરેલા જોવા મળ્યા હતા, જ્યારે તેમની પત્નીએ અડધા ભાગમાં ફ્લોરલ પેટર્નવાળી ઓફ-વ્હાઇટ સાડી પહેરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. શાહરૂખ ખાન

બોલીવુડના કિંગ ખાન, શાહરૂખ ખાન, રેવતી સુલેના લગ્નમાં નાચતા જોવા મળ્યા હતા. સિંગર રાહુલ વૈદ્ય દ્વારા શેર કરાયેલી તસવીરોમાં શાહરૂખ રેવતી અને સારંગ સાથે કાળા ટુ-પીસ સૂટ પહેરેલ ડાન્સ કરતા જોઈ શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. રણબીર કપૂર

કપૂર પરિવારના રણબીર કપૂરે સુપ્રિયા સુલેની પુત્રીના લગ્નમાંહાજરી આપી હતી. રણબીરે કાળો સૂટ પહેર્યો હતો. રણબીર કાળા રંગના લુકમાં ખૂબ જ સુંદર દેખાતો હતો. તેને પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે ચશ્મા પણ પહેર્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. રીમા જૈન

રણબીર કપૂરની કાકી રીમા જૈન પણ લગ્નમાં હાજરી આપી હતી. તે તેના પૌત્ર સાથે લગ્ન સમારોહમાં સ્કૂટર ચલાવતા જોવા મળ્યા હતા. તેમને ભારે ભરતકામ કરેલો પીચ રંગનો સૂટ પહેર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. અરમાન જૈન અને અનીસા

રીમા જૈનનો મોટો દીકરો અને રણબીર કપૂરનો ભાઈ અરમાન જૈન પણ તેની પત્ની અનીસા મલ્હોત્રા જૈન સાથે લગ્નમાં પહોંચ્યો હતો. જેમાં અનીસાએ જાંબલી રંગનો લહેંગા પહેર્યો હતો, જે ઇન્ટ્રિકેટ ચાંદીના દોરાથી ભરતકામથી શણગારેલો હતો. અરમાને સફેદ કુર્તા-પાયજામા પહેર્યો હતો, જેના ટોપ પર ગુલાબી કોટ હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Revati Sule Married Supriya Sules daughter Sarang Lakhani
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ