બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / તમારી ઓફિસ કે જગ્યામાં લોકોને મફત પાર્કિંગ કરવા દેશો તો AMC આપશે આ ખાસ લાભ
Last Updated: 06:35 PM, 22 June 2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે પગલા લેવાઇ રહ્યા છે. AMC ની પાર્કિંગ સામે ટેક્ષ માફી યોજનામાં જોડાવા પણ અપીલ કરવામાં આવી છે. તમારી ઓફિસ કે જગ્યામાં લોકોને મફત પાર્કિંગ કરવા દેશો તો AMC ખાસ લાભ તમને આપશે.
ADVERTISEMENT
અમદાવાદ શહેરનો વિસ્તાર અને વસ્તી જેમજેમ વધી રહી છે તેમ શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે. શહેરમાં આડેધડ પાર્કિગ કરવામાં આવતા ટ્રાફિકને અસર થતી હોય છે. ઉત્તર પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોન, મધ્ય ઝોનના 11 રોડ પર વાહન પાર્ક થતા હોવાનું સામે આવ્યું છે. એકમો બહાર વાહનો પાર્ક થશે તો AMC કાર્યવાહી કરશે. 11 રોડ પર 250 એકમોને નોટિસ આપવામાં આવી છે.
પાર્કિંગ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કડક વલણ અપનાવ્યું છે. શૈક્ષણિક સંસ્થા, મોલ, હોસ્પિટલને પાર્કિગ મામલે નોટિસ આપી છે. નિરમા યુનિવર્સિટી, ઇસ્કોન મોલ, સી જી રોડ સહજાનંદ કોમ્પલેક્ષ, સિટી સેન્ટર સ્વસ્તિક ચાર રસ્તા સહિત 250 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે.
ADVERTISEMENT
ઉત્તર પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોન, મધ્ય ઝોનના 11 રોડ પર વાહન પાર્ક થતા હોવાનું સામે આવ્યું છે. 11 રોડ પર 250 એકમો ને નોટિસ આપવામાં આવી છે. એકમો બહાર વાહનો પાર્ક થશે તો AMC કાર્યવાહી કરશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદમાં રિક્ષાના ભાડામાં કરાયો આટલા રૂપિયાનો વધારો, જાણો મિનિમમ ભાડું કેટલું થયું?
AMC પ્રોપર્ટી ટેક્ષમાં રાહત આપશે
ADVERTISEMENT
એકમો બહાર રોડ પર વાહનો પાર્ક થતા નોટિસ અપાઇ છે. AMC તમામ એકમોને પોતાના પાર્કિંગ સ્પેસનો ઉપયોગ કરવા સૂચન કર્યુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે પગલા લેવાઇ રહ્યા છે. AMC ની પાર્કિંગ સામે ટેક્ષ માફી યોજનામાં જોડાવા પણ અપીલ કરવામાં આવી છે. રોડ પર આડેધડ પાર્ક થતા વાહનોથી ટ્રાફિક સમસ્યા દૂર કરવા AMC પાર્કિંગ પોલિસી લાવ્યું છે. એકમો પબ્લિક માટે પાર્કિંગ સ્પેસનો ફ્રી માં ઉપયોગ કરવા આપસે તો AMC પ્રોપર્ટી ટેક્ષ માં રાહત આપશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.