ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / હથેળીમાં છે રાહુ રેખા? જીવનમાં આવનારી મુશ્કેલીઓનો આપે છે સંકેત! જાણો શું કહે છે હસ્તશાસ્ત્ર
6 ફોટો ગેલેરી
Last Updated: 04:43 PM, 23 October 2026
1/6
હસ્તરેખા શાસ્ત્રમાં હથેળી પરની દરેક રેખાનો અલગ મતલબ છે. તેમાંથી એક છે રાહુ રેખા જેને ઘણા લોકો અશુભ કે સંઘર્ષની નિશાની માને છે. એવી માન્યતા એવી છે કે આ રેખા જીવનમાં આવનારી મુશ્કેલીઓ, માનસિક તણાવ અને અચાનક પડકારો તરફ ઈશારો કરે છે. પરંતુ તેનો અસર રેખાની ઊંડાઈ, લંબાઈ અને સ્થિતિ પર આધાર રાખે છે.
2/6
હસ્તરેખા શાસ્ત્ર મુજબ રાહુનું ક્ષેત્ર હથેળીના મધ્ય ભાગમાં માનવામાં આવે છે. જ્યારે આ વિસ્તારમાંથી કોઈ રેખા નીકળીને મગજ રેખા અથવા જીવન રેખા તરફ વધે છે ત્યારે તેને રાહુ રેખા કહેવામાં આવે છે. આ રેખા ટૂંકી, હળવી, ઊંડી કે લાંબી હોઈ શકે છે અને દરેક વ્યક્તિની હથેળીમાં અલગ-અલગ જોવા મળે છે.
ADVERTISEMENT
3/6
જો રાહુ રેખા જીવન રેખાને કાપે તો તે જીવનમાં મુશ્કેલીઓ અને અવરોધોનું સૂચન માનવામાં આવે છે. આવા લોકોએ વ્યક્તિગત અને વ્યવસાયિક નિર્ણયો ખૂબ વિચારીને લેવા જોઈએ. જો તે ભાગ્ય રેખાને કાપે તો કામકાજમાં અડચણો આવી શકે છે અને કરિયરમાં પણ રુકાવટો જોવા મળે છે. આર્થિક બાબતોમાં વધુ સાવધાની રાખવાની સલાહ અપાય છે. જ્યારે રાહુ રેખા મગજ રેખાને કાપે તો જીવનમાં વધુ તણાવ આવી શકે છે. આવા સમયે વધારે વિચારશીલ ન બનીને શાંત રહેવાનું જરૂરી છે.
4/6
ADVERTISEMENT
5/6
રાહુના નકારાત્મક પ્રભાવને ઘટાડવા માટે અમુક સરળ ઉપાયો પણ કહેવાય છે. ગરીબ અને જરૂરિયાતમંદોની મદદ કરવી, ભોજન કે વસ્ત્રોનું દાન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. ભગવાન શિવની નિયમિત ઉપાસના અને શિવ મંત્રોનો જાપ કરવો પણ લાભદાયી છે. તેમજ માં દુર્ગાની આરાધના અને દુર્ગા સપ્તશતીનું પાઠ કરવાથી પણ અશુભ અસર ઓછી થાય છે તેવું માનવામાં આવે છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા