ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં રિક્ષાના ભાડામાં કરાયો આટલા રૂપિયાનો વધારો, જાણો મિનિમમ ભાડું કેટલું થયું?
Last Updated: 04:57 PM, 22 June 2026
ADVERTISEMENT
CNGના સતત વધી રહેલા ભાવોના કારણે રિક્ષા ચાલકો પર વધતા આર્થિક બોજને ધ્યાનમાં રાખીને રિક્ષા ભાડામાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય બાદ અમદાવાદ શહેરના હજારો રિક્ષા ચાલકોને રાહત મળી છે.
ADVERTISEMENT
અમદાવાદ રિક્ષા ચાલક એસોસિયેશન અને ટ્રાન્સપોર્ટ વિભાગ વચ્ચે ગાંધીનગર સ્થિત ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરીમાં બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન રિક્ષા ચાલકોની માંગણીઓ અને વધતા ઇંધણ ખર્ચ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાના અંતે ભાડામાં વધારો મંજૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
નવી વ્યવસ્થા મુજબ રિક્ષાનું લઘુત્તમ ભાડું અગાઉના ₹20માંથી વધારીને ₹25 કરવામાં આવ્યું છે. ઉપરાંત પ્રતિ કિલોમીટર ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ મુસાફરો પાસેથી પ્રતિ કિલોમીટર ₹15 લેવામાં આવતા હતા, જે હવે વધારીને ₹20 કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે અંદાજે ત્રણ વર્ષ બાદ રિક્ષા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે CNGના વધતા ભાવ, જાળવણી ખર્ચ અને અન્ય ખર્ચાઓને કારણે અગાઉના ભાડા દરો પર કામગીરી કરવી મુશ્કેલ બની રહી હતી. નવા ભાડા દરોથી તેમને આર્થિક રીતે થોડી રાહત મળશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ નોકરીમાં અનામત 20 ટકા, વયમાં છૂટછાટ સહિત અનેક લાભ, પૂર્વ અગ્નિવીરો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય
નવા ભાડા દરો અમલમાં આવતા મુસાફરોને પણ વધુ ખર્ચ ચૂકવવો પડશે, જોકે પરિવહન વિભાગનું માનવું છે કે વધતા ઇંધણ ખર્ચને ધ્યાનમાં લેતા આ વધારો જરૂરી હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT