ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાતની ચૂંટણીને લઈ તુષાર ચૌધરીની ભવિષ્યવાણી, અનિલ પટેલે કહ્યું- "તુષારભાઈએ સ્વીકારી લીધું ભાજપની જ સરકાર બનશે"

ગાંધીનગર / ગુજરાતની ચૂંટણીને લઈ તુષાર ચૌધરીની ભવિષ્યવાણી, અનિલ પટેલે કહ્યું- "તુષારભાઈએ સ્વીકારી લીધું ભાજપની જ સરકાર બનશે"

Published By: Vishal Khamar

Last Updated: 06:34 PM, 23 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે તુષાર ચૌધરીના વહેલી ચૂંટણીના દાવા પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2027માં જ યોજાશે. ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ પર રાજનીતિ કરવાનો પણ આરોપ લગાવ્યો.

ADVERTISEMENT

ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણી યોજાવાની અટકળો વચ્ચે ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે કોંગ્રેસના નેતા ડૉ. તુષાર ચૌધરીના નિવેદન પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત સમય મુજબ ડિસેમ્બર 2027માં જ યોજાશે. સાથે જ તેમણે તુષાર ચૌધરીના વહેલી ચૂંટણી અંગેના દાવાને તર્કવિહોણો ગણાવ્યો હતો.

ડૉ. અનિલ પટેલે તુષાર ચૌધરીના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, “તુષાર ચૌધરીએ પોતાના નિવેદનથી જ સ્વીકારી લીધું છે કે ભાજપની સરકાર બનશે.” તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે તુષાર ચૌધરી કોઈપણ તર્ક વિના વાતો કરે છે અને વહેલી ચૂંટણી અંગેના તેમના દાવામાં કોઈ તથ્ય નથી.

ડિસેમ્બર 2027માં જ યોજાશે વિધાનસભાની ચૂંટણી

વહેલી ચૂંટણીની સંભાવનાઓને ફગાવતાં ડૉ. અનિલ પટેલે જણાવ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2027માં જ યોજાશે. તેમના આ નિવેદનથી રાજ્યના રાજકીય વર્તુળોમાં ચૂંટણીના સમયગાળાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ભાજપે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.

ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ પર રાજનીતિ કરવાનો આરોપ

ખેડૂતોની સમસ્યાઓને લઈને પણ ડૉ. અનિલ પટેલે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ ખેડૂતોની મુશ્કેલીઓના સમયે પણ રાજનીતિ કરે છે અને ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે. તેમણે જણાવ્યું કે જ્યારે ખેડૂતો મુશ્કેલીમાં હોય છે ત્યારે ભાજપ સરકાર તેમની મદદ માટે આગળ આવે છે. ખેડૂતોના હિતમાં કામ કરવું એ સરકારની જવાબદારી હોવાનું જણાવી તેમણે કોંગ્રેસને નકારાત્મક રાજનીતિથી દૂર રહેવાની સલાહ આપી હતી.

આ પણ વાંચોઃ DGCVLએ 8 કલાકનો વીજકાપ રદ કર્યો, સુરતમાં સાંજના 4થી રાતના 12 સુધી ઔદ્યોગિક ફીડર ચાલુ રહેશે

કોંગ્રેસને નકારાત્મક રાજનીતિ બંધ કરવાની સલાહ

ડૉ. અનિલ પટેલે કોંગ્રેસને ખેડૂતોની સમસ્યાઓના ઉકેલ માટે રચનાત્મક અભિગમ અપનાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસે નકારાત્મક રાજનીતિ કરવાનું અને ખેડૂતોને ઉશ્કેરવાનું બંધ કરવાની જરૂર છે. એક તરફ વહેલી ચૂંટણી અંગેના નિવેદનોથી રાજકીય ચર્ચા તેજ બની છે, તો બીજી તરફ ખેડૂતોના પ્રશ્નોને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પણ આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં આ મુદ્દે બંને પક્ષોનું વલણ ગુજરાતના રાજકીય માહોલને વધુ ગરમાવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dr. Anil Patel BJP News Gujarat Tushar Chaudhary

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ