ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં ડિગ્રી વિનાના ડૉક્ટરોની ભરમાર, SOGએ એક જ દિવસમાં 17 ફેક ડોક્ટર પકડ્યા
Last Updated: 07:01 PM, 23 October 2026
ADVERTISEMENT
રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક અને ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે લાઇસન્સ વિના ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા 17 બોગસ ડોક્ટરોને રાજકોટ ગ્રામ્ય SOGની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પકડાયેલા શખ્સોમાં કેટલાક માત્ર ધોરણ 10 અને 11 પાસ છે, જ્યારે કેટલાક ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટ હોવાનું સામે આવ્યું છે. આ તમામ શખ્સો અગાઉ મેડિકલ સ્ટોર, હોસ્પિટલ કે અન્ય ક્લિનિકમાં કામ કરી પોતાની રીતે સારવાર આપતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.
ADVERTISEMENT

25 વર્ષથી ક્લિનિક ચલાવતા હોવાનો ખુલાસો
ADVERTISEMENT
પોલીસ તપાસ મુજબ, ઝડપાયેલા 17 શખ્સોમાંથી એક વ્યક્તિ છેલ્લા 25 વર્ષથી, એક વ્યક્તિ 20 વર્ષથી અને બાકીના 15 શખ્સો એકથી સાત વર્ષના સમયગાળાથી ક્લિનિક ચલાવતા હતા. આરોપીઓ પાસે એલોપેથીક સારવાર આપવા માટે જરૂરી માન્ય ડિગ્રી, પ્રમાણપત્ર કે લાઇસન્સ ન હોવા છતાં તેઓ દર્દીઓની સારવાર કરતા હોવાનું સામે આવ્યું છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો, પકડાયેલા શખ્સોમાં ત્રણ વ્યક્તિ ધોરણ 10 પાસ, ત્રણ ગ્રેજ્યુએટ, આઠ ધોરણ 12 પાસ અને ત્રણ વ્યક્તિ ધોરણ 11 પાસ હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

ADVERTISEMENT
જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દરોડા
રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય SOGની ટીમોએ જિલ્લામાં અલગ-અલગ ટીમો બનાવી બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી હાથ ધરી હતી. આ અભિયાન દરમિયાન એક જ દિવસમાં કુલ 17 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT

પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે, જસદણ વિસ્તારમાંથી ત્રણ, જેતપુર તાલુકા, શાપર અને જેતપુર શહેરમાંથી બે-બે આરોપીઓ ઝડપાયા હતા. જ્યારે કોટડાસાંગાણી, મેટોડા GIDC, પડધરી, ગોંડલ તાલુકા અને જેતપુર ઉદ્યોગનગર વિસ્તારમાંથી એક-એક શખ્સ મળી આવ્યો હતો. તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT

મેડિકલ સ્ટોર અને ક્લિનિકમાં કામ કર્યા બાદ શરૂ કરતા સારવાર
ADVERTISEMENT
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, પકડાયેલા મોટાભાગના શખ્સો અગાઉ કોઈ મેડિકલ સ્ટોર, હોસ્પિટલ અથવા ક્લિનિકમાં કામ કરતા હતા. ત્યારબાદ તેમણે પોતાની રીતે ક્લિનિક શરૂ કરી દર્દીઓને એલોપેથીક સારવાર આપવાનું શરૂ કર્યું હતું. જોકે, તેમની પાસે એલોપેથીક પ્રેક્ટિસ માટે જરૂરી માન્ય લાયકાત અને પરવાનગી ન હોવાનું સામે આવતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે સંબંધિત મેડિકલ પ્રેક્ટિસ કાયદાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
બોગસ ડોક્ટરો સામે ડ્રાઇવ ચાલુ રહેશે
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા બોગસ ડોક્ટરો સામે શરૂ કરવામાં આવેલી ઝુંબેશ હજુ ચાલુ રાખવામાં આવશે. જિલ્લામાં અન્ય સ્થળોએ પણ કોઈ માન્ય લાયકાત વિના ક્લિનિક ચલાવતા શખ્સોની ઓળખ કરવા તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, તપાસનો વ્યાપ વધારવામાં આવતા આગામી દિવસોમાં વધુ બોગસ ડોક્ટરો ઝડપાય તેવી શક્યતા છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આવા તત્ત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT