ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દિવાળીના તહેવારોમાં ફ્લાઇટ ટિકિટના ભાવ અઢી ગણા વધ્યા, અમદાવાદથી જબલપુરની રિટર્ન ટિકિટ ₹50 હજાર સુધી પહોંચી!

ફટકો / દિવાળીના તહેવારોમાં ફ્લાઇટ ટિકિટના ભાવ અઢી ગણા વધ્યા, અમદાવાદથી જબલપુરની રિટર્ન ટિકિટ ₹50 હજાર સુધી પહોંચી!

Published By: Vishal Khamar

Last Updated: 07:44 PM, 23 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીના તહેવારોમાં અમદાવાદથી જબલપુર, દહેરાદૂન, ચેન્નઈ અને બાલી સહિતનાં સ્થળોનાં રિટર્ન હવાઈ ભાડાંમાં ભારે ઉછાળો નોંધાયો.

ADVERTISEMENT

દિવાળીના તહેવારોમાં ફરવા જવાનું આયોજન કરતા મુસાફરોને મોંઘા હવાઈ ભાડાંનો મોટો ફટકો પડી રહ્યો છે. અમદાવાદથી વિવિધ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્થળોએ જતી ફ્લાઈટ્સનાં રિટર્ન ભાડાંમાં જંગી ઉછાળો નોંધાયો છે. ખાસ કરીને જબલપુરની રિટર્ન ટિકિટ, જે ઓક્ટોબરમાં રૂ. ૧૦,૦૦૦થી ૧૨,૦૦૦માં મળતી હતી તે નવેમ્બરમાં વધીને રૂ. ૪૫,૦૦૦થી ૫૦,૦૦૦ સુધી પહોંચી ગઈ છે. ચેન્નઈની રિટર્ન ટિકિટનું ભાડું પણ રૂ. ૩૫,૦૦૦થી ૪૦,૦૦૦ સુધી પહોંચ્યું છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં બાલીની રિટર્ન ટિકિટનો ખર્ચ લગભગ બમણો થઈ રૂ. ૮૫,૦૦૦ સુધી પહોંચી ગયો છે.

તહેવારો દરમિયાન મુસાફરોની ભારે માગ અને ટ્રેનની ટિકિટોની મર્યાદિત ઉપલબ્ધતાના કારણે હવાઈ ભાડાંમાં આ ઉછાળો આવ્યો છે, પરિણામે છેલ્લી ઘડીએ મુસાફરીનું આયોજન કરતા લોકો પાસે મોંઘા ભાડાં ચૂકવવા અથવા પ્રવાસનું આયોજન બદલવા સિવાય બહુ ઓછા વિકલ્પ બચ્યા છે.

જબલપુર અને દહેરાદૂનનાં ભાડાંમાં જંગી વધારો

પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલાં સૂત્રોના જણાવ્યા અનુસાર ગંગટોક, દાર્જિલિંગ અને પેલિંગ જેવાં સ્થળો પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે. આ ઉપરાંત વન્યજીવન સાથે જોડાયેલાં પ્રવાસન સ્થળો, બાંધવગઢ, કાન્હા અને પંચમઢી સહિત ઉત્તરાખંડ, કાશ્મીર તથા હિમાચલ પ્રદેશ પણ પ્રવાસીઓની પસંદગીમાં સામેલ છે. દિવાળીના સમયગાળા દરમિયાન અમદાવાદથી વ્યસ્ત રૂટ પરની રિટર્ન ટિકિટનાં ભાડામાં ઓક્ટોબરની સરખામણીએ નવેમ્બરમાં અઢી ગણો વધારો થયો છે.

જબલપુર અને ચેન્નઈ ઉપરાંત દહેરાદૂનનાં રિટર્ન ભાડાં પણ વધીને રૂ. ૪૫,૦૦૦થી ૫૦,૦૦૦ સુધી પહોંચ્યાં છે. ગોવાનું રિટર્ન ભાડું આશરે રૂ. ૧૨,૦૦૦થી વધીને રૂ. ૩૪,૦૦૦ થયું છે, જ્યારે બેંગલુરુની ટિકિટનાં ભાડાં રૂ. ૧૨,૦૦૦થી વધીને રૂ. ૨૫,૦૦૦ સુધી પહોંચ્યાં છે. દિલ્હીની ટિકિટનાં ભાડાંમાં પણ લગભગ બમણો વધારો નોંધાયો છે અને તે રૂ. ૨૧,૦૦૦ સુધી પહોંચ્યાં છે.

વિયેતનામ અને બાલી ગુજરાતીઓનાં નવાં મનપસંદ પ્રવાસન સ્થળો

વિદેશ પ્રવાસ માટે ગુજરાતીઓની પસંદગીમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. યુરોપ અને દુબઈ પરંપરાગત રીતે ગુજરાતીઓનાં મનપસંદ આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળો રહ્યાં છે, પરંતુ હવે વિયેતનામ અને બાલી પણ દરિયા કિનારાની રજાઓ તથા કુદરતી સૌંદર્ય માણવા ઈચ્છતા પ્રવાસીઓ માટે આકર્ષક વિકલ્પ બની રહ્યાં છે. વિયેતનામના ફૂ ક્વોક ટાપુ તરફ પણ પ્રવાસીઓનું ધ્યાન ખેંચાઈ રહ્યું છે, જોકે તહેવારો દરમિયાન વધેલી માગના કારણે આંતરરાષ્ટ્રીય પ્રવાસનાં ભાડાંમાં પણ મોટો ઉછાળો આવ્યો છે.

અમદાવાદથી બાલીની રિટર્ન ટિકિટનું ભાડું ઓક્ટોબરમાં આશરે રૂ. ૪૫,૦૦૦ હતું, જે હવે વધીને અંદાજે રૂ. ૮૫,૦૦૦ થઈ ગયું છે, તેવી જ રીતે હનોઈની રિટર્ન ટિકિટનું ભાડું રૂ. ૨૯,૦૦૦થી વધીને આશરે રૂ. ૫૫,૦૦૦ સુધી પહોંચી ગયું છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં ડિગ્રી વિનાના ડૉક્ટરોની ભરમાર, SOGએ એક જ દિવસમાં 17 ફેક ડોક્ટર પકડ્યા

છેલ્લી ઘડીએ બુકિંગ કરાવવું મોંઘું પડી શકે

તહેવારોના સમયગાળામાં ટ્રેનની ટિકિટો મેળવવી મુશ્કેલ બની રહી છે અને વાજબી ભાવે ફ્લાઈટની ટિકિટો પણ ઝડપથી ઉપલબ્ધ થતી નથી. આવી સ્થિતિમાં મોડેથી બુકિંગ કરાવતા મુસાફરોને ભારે ખર્ચનો સામનો કરવો પડી શકે છે. પ્રવાસ નિષ્ણાતોના મતે રજાઓનો ખર્ચ નિયંત્રણમાં રાખવા માટે અગાઉથી મુસાફરીનું આયોજન કરવું અને શક્ય હોય ત્યાં સુધી હવાઈ ટિકિટોનું વહેલું બુકિંગ કરાવવું હિતાવહ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad flight ticket prices Jabalpur flight fares Diwali airfares 2026

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ