ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / ગુજરાતની સરકારી શાળાઓમાં ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી પર નિયંત્રણનો વિરોધ, કોંગ્રેસે સરકારને ઘેરી

ગાંધીનગર / ગુજરાતની સરકારી શાળાઓમાં ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી પર નિયંત્રણનો વિરોધ, કોંગ્રેસે સરકારને ઘેરી

Published By: Kalpesh Kandoriya

Last Updated: 08:09 PM, 23 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની સરકારી શાળાઓમાં ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર નિયંત્રણના પરિપત્ર સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો.

ADVERTISEMENT

અમદાવાદઃ ગુજરાતની સરકારી શાળાઓમાં પ્રવેશ, ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી અને બહારની વ્યક્તિઓની મુલાકાતને લઈને જારી કરાયેલા પરિપત્રના મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ આક્ષેપ કર્યો છે કે બાળકોની સુરક્ષાના નામે સરકારી શાળાઓની વાસ્તવિક સ્થિતિ સામે લાવતા વાલીઓ, પત્રકારો અને જાગૃત નાગરિકો પર નિયંત્રણો લાદવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે બાળકોની સુરક્ષા અનિવાર્ય છે, પરંતુ તેના નામે સરકારી શાળાઓની વહીવટી ખામીઓ છુપાવવાનો પ્રયાસ સ્વીકાર્ય નથી. સરકારી શાળાઓ જનતાના કરવેરાના નાણાંથી ચાલતી જાહેર સંસ્થાઓ છે અને તેમની સ્થિતિ અંગે પ્રશ્નો પૂછવાનો અધિકાર નાગરિકોને મળવો જોઈએ.

શિક્ષકોની અછત અને જર્જરિત શાળાઓનો મુદ્દો ઉઠાવ્યો

કોંગ્રેસે રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત, જર્જરિત વર્ગખંડો, શૌચાલયોની સ્થિતિ, પીવાના પાણીની સમસ્યા અને મધ્યાહન ભોજનની ગુણવત્તા જેવા મુદ્દાઓ ઉઠાવ્યા છે. ડૉ. દોશીએ સવાલ કર્યો કે શાળાઓમાં પાયાની સુવિધાઓના અભાવ અંગે પ્રશ્નો ઊઠે ત્યારે સરકાર જવાબદારી સ્વીકારવાને બદલે કેમેરા અને નાગરિકોની દેખરેખ પર નિયંત્રણ મૂકવા કેમ ઉત્સુક બને છે?

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેમેરા પર નિયંત્રણ મૂકવાથી શાળાઓની ખામીઓ દૂર થતી નથી, પરિપત્ર બહાર પાડવાથી શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરાતી નથી અને ધમકીથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો થતો નથી. બાળકોને પ્રચારની તસવીરોને બદલે ગુણવત્તાયુક્ત શિક્ષણ, સુરક્ષિત શાળા અને પૂરતા શિક્ષકોની જરૂર છે.

આ પણ વાંચો- ગુજરાતની ચૂંટણીને લઈ તુષાર ચૌધરીની ભવિષ્યવાણી, અનિલ પટેલે કહ્યું- "તુષારભાઈએ સ્વીકારી લીધું ભાજપની જ સરકાર બનશે"

બાળકોની સુરક્ષા અને પારદર્શિતા બંને જરૂરી

કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે બાળકોની ઓળખ, વ્યક્તિગત માહિતી અને ગોપનીયતાનું રક્ષણ થવું જોઈએ. જોકે, બાળકોની સુરક્ષાના નિયમોનો ઉપયોગ શાળાઓની ખામીઓ અંગે જાહેર હિતમાં સવાલ ઉઠાવનારાઓને રોકવા માટે ન થવો જોઈએ. પક્ષે સવાલ કર્યો કે રાજકીય કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓની હાજરી અને પ્રચાર માટે તેમની તસવીરોના ઉપયોગ સમયે પણ ગોપનીયતા તથા સુરક્ષાના નિયમોનું સમાન રીતે પાલન થાય છે કે નહીં.

ડૉ. દોશીએ જણાવ્યું હતું કે બાળકોની સુરક્ષા અને પારદર્શિતા એકબીજાના વિરોધી નથી. યોગ્ય નિયમો ઘડીને બંનેનું રક્ષણ કરી શકાય છે. તેમણે કાયદાકીય જોગવાઈઓ અને બાળકોના અધિકારોને ધ્યાનમાં રાખીને પરિપત્રની મર્યાદાઓ અંગે સ્પષ્ટતા કરવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી.

કોંગ્રેસની સરકાર સમક્ષ શું માગણી?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સરકારને પરિપત્રની તાત્કાલિક સમીક્ષા કરવાની માગ કરી છે. આ ઉપરાંત વાલીઓ અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની ભૂમિકા સ્પષ્ટ કરવા, બાળકોની ગોપનીયતા જાળવીને પત્રકારો તથા નાગરિકો માટે પારદર્શક અને વાજબી નિયમો જાહેર કરવા જણાવ્યું છે.

કોંગ્રેસે શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા, એકલ શિક્ષકવાળી શાળાઓમાં પૂરતા શિક્ષકોની નિમણૂક કરવા, જર્જરિત વર્ગખંડોનું સમારકામ કરવા તેમજ પીવાનું પાણી, સ્વચ્છ શૌચાલયો અને ગુણવત્તાયુક્ત મધ્યાહન ભોજનની સુવિધા સુનિશ્ચિત કરવાની પણ માગ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Government Schools Photography Videography Circular Gujarat Congress

Published by

Kalpesh Kandoriya

Kalpesh Kandoriya is a journalist with experience at EENADU Digital, Times Internet, and Oneindia News Portal. He specializes in political and crime reporting, delivering credible, insightful coverage

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ