ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / 14 IASની બદલી અને ત્રણને વધારાના હવાલા સોંપાયા, મહેસાણાના કલેક્ટર બદલાયા

ગુજરાત / 14 IASની બદલી અને ત્રણને વધારાના હવાલા સોંપાયા, મહેસાણાના કલેક્ટર બદલાયા

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:33 PM, 23 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે 23મી ઓક્ટોબર 2026એ 17 IASની બદલી અને નવી નિમણૂક અંગેનો આદેશ જાહેર કર્યો છે.

ADVERTISEMENT

રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે 23મી ઓક્ટોબર 2026એ 17 IASની બદલી અને નવી નિમણૂક અંગેનો આદેશ જાહેર કર્યો છે. જેમાં આલોક કુમાર પાંડેથી લઈને ગૌરાંગ મકવાણા સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે.

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ આદેશમાં અનેક જિલ્લાઓના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આલોક કુમાર પાંડેને રાહત કમિશનર અને મહેસૂલ વિભાગના સરકારના પદાધિકારીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. જી. ટી. પંડ્યાને માહિતી નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

IAS-Transfer

હર્ષિત પૃથ્વીરાજ ગોસાવીને મહેસાણાના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહેસાણાના કલેક્ટર એસ. કે. પ્રજાપતિને ગાંધીનગરમાં વધારાના ગ્રામ વિકાસ કમિશનર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

બનાસકાંઠા-પાલનપુરના જિલ્લા વિકાસ અધિકારી એમ. જે. દવેને વાવ-થરાદના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ તાપીના ડીડીઓ રામ નિવાસ બુગાલિયાને બનાસકાંઠા-પાલનપુરના ડીડીઓ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

વલસાડના જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતની બદલી કરીને તેમને કચ્છ-ભુજના ડીડીઓ બનાવવામાં આવ્યા છે. તેમની જગ્યાએ મસિયાગઢના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર વંદના મીનાને વલસાડના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

IAS-Transfer1

આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીની બદલી કરીને તેમને ધોળેરા એસઆઈઆર અને માંડલ-બેચરાજી એસઆઈઆર પ્રોજેક્ટના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ કચ્છ-ભુજના ડીડીઓ ઉત્સવ ગૌતમને આણંદના કલેક્ટર બનાવવામાં આવ્યા છે.

છોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારને ગૃહ વિભાગમાં કાયદા અને વ્યવસ્થા સંબંધિત નાયબ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાપીના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નવસારી જિલ્લાના વાંસદાના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર સ્વપ્નિલ મહાદેવ સિસલેની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી તરીકે તાપીના સોંગઢના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર રાજેશ કુમાર મૌર્યને જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાતમાં વહીવટી તંત્રમાં મોટા ફેરફાર

સામાન્ય વહીવટ વિભાગનો આદેશ જાહેર થયો

16 આઈએએસ અધિકારીઓની બદલી તો એક અધિકારીને વધારાનો ચાર્જ સોંપાયો

જી ટી પંડ્યા બન્યા માહિતી કમિશનર

ગૌરાંગ મકવાણાને ઈન્ડેક્સ બી નો વધારાનો હવાલો સોંપાયો

આલોક પાંડે ને રાહત કમિશનર નો વધારાનો હવાલો સોંપાયો

મહેસાણા કલેક્ટર એસ કે પ્રજાપતિની ગ્રામ વિકાસ કમિશનર તરીકે નિમણૂક

મહેસાણાના નવા કલેક્ટર તરીકે હર્ષિત ગોસાવીની નિમણૂક

આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીની ધોળેરા એસઆઈઆર અને માંડલ બેચરાજી એસઆઈઆરના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિમણૂક

વાવ થરાદના નવા કલેક્ટર તરીકે એમ જે દવેની નિમણૂક

આણંદના નવા કલેક્ટર તરીકે ઉત્સવ ગૌતમની નિમણૂક

કચ્છ ભુજના નવા ડીડીઓ તરીકે અતિરાગ ચપલોતની નિમણૂક

વલસાડના નવા ડીડીઓ તરીકે વંદના મીણાની નિમણૂક

VTV Digital 1

આ પણ વાંચોઃ ગાંધીનગર / ગુજરાતની ચૂંટણીને લઈ તુષાર ચૌધરીની ભવિષ્યવાણી, અનિલ પટેલે કહ્યું- "તુષારભાઈએ સ્વીકારી લીધું ભાજપની જ સરકાર બનશે"

બનાસકાંઠાના નવા ડીડીઓ તરીકે રામ નિવાસ બુગાલિયાની નિમણૂક

તાપીના નવા ડીડીઓ તરીકે સ્વપ્નિલ મહાદેવ સિસલેની નિમણૂક

છોટાઉદેપુરના નવા ડીડીઓ તરીકે ઓમકાર રાજેન્દ્ર શિંદેની નિમણૂક

અમરેલીના ડીડીઓ તરીકે રાજેશ કુમાર મૌર્યની નિમણૂક

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IAS Transfer Collector Gandhinagar News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ