ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : 70 આઇફોન, 36 એપલ વૉચ-20 આઇપેડ સહિત 1 કરોડની ચોરી, અમદાવાદના ચાંગોદરની ઘટના
Last Updated: 09:52 PM, 24 October 2026
ADVERTISEMENT
અમદાવાદના સનાથલ સર્કલ નજીક ઇન્ગ્રામ માઇક્રોના વેરહાઉસમાં ચોરીનો મોટો બનાવ સામે આવ્યો છે. વેરહાઉસના પાછળના ભાગના પતરા તોડીને ઘૂસેલા તસ્કરો અંદાજે એક કરોડ રૂપિયાનો સામાન ચોરીને ફરાર થયા હતા. 1 કરોડના માલ-સામાનમાં 70 આઇફોન, 36 એપલ વૉચ અને 20 આઇપેડ સામેલ છે. સીસીટીવી ફૂટેજના આધારે ચાંગોદર પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
અમદાવાદમાં સનાથલ સર્કલ પાસે વેરહાઉસમાં મોટી ચોરી, ₹99.98 લાખનો મુદ્દામાલ ચોરી કરી તસ્કરો ફરાર અમદાવાદમાં તસ્કરોએ મોટી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. સનાથલ સર્કલ પાસે આવેલા એક વેરહાઉસમાં ત્રાટકેલા તસ્કરો આશરે 99 લાખ 98 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગયા છે. ચોરીની આ ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થયું છે. #Ahmedabad #SanathalCircle #WarehouseTheft #TheftCase #PoliceInvestigation #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 24, 2026
ચોર ગોડાઉન સુધી કેવી રીતે પહોંચ્યાં?
ADVERTISEMENT
તસ્કરો ખેતરમાંથી વેરહાઉસ સુધી પહોંચ્યા હતા અને દિવાલ પર લગાવેલા પતરા ખોલીને અંદર પ્રવેશ્યા હતા ચોરોએ લગભગ 1 કલાક સુધી અંદર રહીને હાથ સાફ કરી નાખ્યો હતો.
ઘટનાના CCTV સામે આવ્યાં
ADVERTISEMENT
ઘટનાના CCTV સામે આવ્યાં છે જેમાં બે બુકાનીધારી શખ્સો ગોડાઉનમાંથી ચોરી કરતા જોઈ શકાય છે. બે ચોરે તમામ વસ્તુઓ બોક્સમાં ભરીને ફરાર થઈ ગયા હતા. ફૂટેજના આધારે અમદાવાદ ગ્રામ્ય LCB અને ચાંગોદર પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો