બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અઢી કરોડની લૂંટ મામલે તપાસ તેજ, ગુનેગારો જલદી જ જેલ હવાલે હશેઃ રેન્જ આઈજી રાજકોટ
Last Updated: 05:39 PM, 20 June 2026
શાપર સ્ટેટના મોભી એવા 77 વર્ષના વૃદ્ધ જીતેન્દ્રસિંહ જાડેજા શાપરમાં રાતે પોતાના એકલા ઘરમાં હતાં ત્યારે દરવાજો તોડીને ઘુસી ગયેલા પાંચ બુકાનીધારી લૂંટારૂઓએ તેમને બંધક બનાવી રોકડ, દાગીના મળી રૂ.2 કરોડ 49 લાખની માલમત્તાની લૂંટ ચલાવી લેતાં સનસનાટી મચી ગઇ છે.
ADVERTISEMENT
લૂંટારાઓ રોકડ-દાગીનાની સાથે સાથે બાર બોરની પરવાનાવાળી રાયફલ અને મોબાઇલ ફોન પણ લૂંટી જતાં જિલ્લાભરની પોલીસ ભેદ ઉકેલવા કામે લાગી છે. લૂંટની આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
લૂંટના બનાવના પગલે રેન્જ આઈજી નિરલિપ્ત રાય, જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર સહિતના ઘટનાસ્થળે દોડી ગયા હતા અને લૂટારાઓનું પગેરૂ મેળવવા રૂરલ એસઓજી, એલસીબી, શાપર પોલીસ, ગોંડલ ડીવાયએસપીની ટીમો કામે લાગી છે. પારડી નજીક શકમંદો કેમેરામાં કેદ થતાં તપાસ આગળ ધપાવાઇ છે.
ADVERTISEMENT
લૂંટનો ભોગ બનેલા શાપર સ્ટેટના મોભીને લૂંટ કર્યા બાદ લૂંટારા રૂમમાં પુરીને ભાગી ગયા હતા. તેમણે કોઇપણ રીતે દરવાજો ખોલી બીજા રૂમમાં ધર્મપત્નિનો ફોન હોઇ તેમાંથી રાજકોટ દિકરાને જાણ કરી હતી.
મળતી માહિતી મુજબ, શાપરમાં રહેતાં સ્ટેટના મોભી તરીકે નામના ધરાવતાં જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા (ઉ.વ.77) ગતરાતે શાપર ખાતેના પોતાના નિવાસસ્થાને એકલા સુતા હતા ત્યારે રાતે દોઢેક વાગ્યે અચાનક તેમના મકાનમાં પાંચ બુકાનીધારી ઘુસી આવ્યા હતા અને ખાંખાખોળા કરતા હોય ત્યારે જીતેન્દ્રસિંહ અવાજ થતાં જાગી ગયા હતાં. પરંતુ તેઓ કંઇ સમજે એ પહેલા જ એક લૂંટારો લોખંડના પાઇપ સાથે તેમની છાતી પર ચડી ગયો હતો અને મોઢુ દબાવી દીધુ હતું અને બાકીના ચાર લૂંટારાઓએ ઘરના તિજોરી-કબાટ તોડી તેમાંથી રોકડ-દાગીના લૂંટી લીધા હતા.
ADVERTISEMENT
નિર્લિપ્ત રાય, રેન્જ આઈજી, રાજકોટ
ગઈકાલ રાતનો આ બનાવ છે, 4-5 બુકાનીધારીઓએ ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી લૂંટ ચલાવી હતી. ફરિયાદી જીતેન્દ્રસિંહને ભયમાં મૂકીને, સામાન્ય ઈજા પહોંચાડી હતી. પોલીસને જાણ થતાં પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ હતી. રાતે જ ડીવાયએસપી, એસએચઓ, ડી સ્ટાફ અને પીઆઈએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ફોરેન્સિક સાયન્સ અને ડૉગ સ્ક્વૉડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ્સે પણ ઘટના સ્થળની મુલાકાત લઇ લીધી છે. જરૂરી પુરાવા ઘટના સ્થળેથી મેળવી લેવામાં આવ્યા છે. એલસીબી અને લોકલ ટીમો બનાવી નાકાબંધી પણ કરી દેવામાં આવી છે. ગુનેગારોને શોધવા માટે અનેક ટીમો કાર્યરત છે, એસપી સાહેબની અધ્યક્ષતામાં ગુન્હો ઉકેલી લૂંટની રકમ રિકવર કરવા અનુસંધાને અમારી ટીમ કામ કરી રહી છે. જલદી જ અમે ગુનેગારોને પકડી પાડીશું.
ADVERTISEMENT
લૂંટ ચલાવ્યા બાદ પાંચ બુકાનીધારી લૂંટારા જીતેન્દ્રસિંહ જાડેજાને બાજુના બીજા રૂમમાં પુરી દઇ ભાગી ગયા હતા. આ પછી જીતેન્દ્રસિંહ કોઇપણ રીતે દરવાજાના બોલ્ટ ખોલીને દરવાજો ખેડવી બહાર આવ્યા હતા. તેમણે તપાસ કરતાં લૂંટારા કબાટમાંથી રોકડા રૂ.2 કરોડ 47 લાખ, સોનાના દાગીના તેમજ તેમનો મોબાઇલ ફોન અને એક બાર બોરની રાયફલ ગાયબ હતાં.
આ પણ વાંચો- મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના: મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી, 30 થી 40 લોકો કાટમાળ નીચે દબાયા
ADVERTISEMENT
આ પછી જીતેન્દ્રસિંહ અન્ય એક રૂમમાં ગયા હતા જ્યાં તેમના પત્નિનો મોબાઇલ ફોન રાખ્યો હોઇ તેમાંથી રાજકોટ ભક્તિનનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા પુત્ર જયવિરસિંહ ઉર્ફે ટીનુભા જાડેજાને ઘટનાની જાણ કરતાં તેઓ તથા બીજા પરિવારજનો તરત જ શાપર પહોંચ્યા હતાં અને રૂરલ પોલીસને જાણ કરી હતી.
ADVERTISEMENT
લૂંટનો ભોગ બનનાર જીતેન્દ્રસિંહ જાડેજાના પુત્ર જયવિરસિંહ જાડેજાને શાપરમાં પેટ્રોલ પંપ છે અને રીયલ એસ્ટેટના ધંધામાં પણ મોટુ નામ ધરાવે છે. જમીન વેંચાણનું કામ ચાલુ હોવાથી જીતેન્દ્રસિંહ જાડેજા શાપરના આ ઘરે જ એકલા રહેતા હતા. તેમના દિકરા સહિતના બીજા પરિવારજનો રાજકોટ રહે છે.
જીતેન્દ્રસિંહના ધર્મપત્નિને પગમાં ઓપરેશન હોઇ કેટલાક દિવસથી તેઓ રાજકોટ હતાં. રાતે જીતેન્દ્રસિંહ એકલા જ હતા. સમગ્ર બનાવમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, જાણેભેદુઓએ રેકી કર્યા બાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યાની શંકા છે. તેમના પુત્ર દ્વારા હાલમાં જ શાપરની બીનખેતીની જમીનનું વેંચાણ કર્યું હોય રોકડ રકમ ઘરમાં જ રાખવામાં આવી હતી. જે રકમની લૂંટ થઇ તે જમીન વેંચાણની જ હતી. જમીન વેંચાણની મોટી રકમ શાપરના આ ઘરમાં જ હોવાની અને વૃધ્ધ એકલા જ અહીં હોવાની વિગતોથી લૂંટારા કદાચ વાકેફ હોઇ તે જાણભેદુ હોવાની શક્યતા નકારી શકાતી નથી. રેકી કર્યા બાદ ઘટનાએ અંજામ અપાયાની પણ પુરી શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.