બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / નર્મદા, ભરૂચ, સુરત, ડાંગમાં પડશે અતિભારે વરસાદ, હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસની ચેતવણી
5 ફોટો ગેલેરી
Last Updated: 04:25 PM, 22 June 2026
1/5
ભાવનગર શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવા પામી છે. અસહ્ય ઉકળાટ પછી શહેરના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. બપોર બાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા હતા. તેમજ લોકોએ અસહ્ય ગરમીથી આંશિક રાહત મેળવી હતી.
2/5
3/5
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે બપોરે 12 વાગ્યા સુધી રાજ્યના 29 તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં અંદાજે 2 ઈંચ નોંધાયો, જ્યારે નર્મદા જિલ્લાના સાગબારામાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. વલસાડ અને અરેઠ વિસ્તારમાં 1.25 ઈંચ વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ચિકદા વિસ્તારમાં પણ પોણો ઈંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદની આ નવી ઇનિંગથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
4/5
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકોમાં ધોધમાર વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર પાણીથી તરબતર થઈ ગયો છે. ભારે વરસાદના કારણે નદી-નાળાઓમાં નવા નીરની આવક થતાં સૂકા પડેલા જળસ્ત્રોતો ફરી જીવંત બન્યા છે. નદીઓમાં પાણીનો પ્રવાહ વધતા ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ખાસ કરીને ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે, કારણ કે ખેતી માટે જરૂરી પાણીની ઉપલબ્ધતા વધતા આગામી વાવણી અને પાક માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદથી કુદરતી સૌંદર્યમાં પણ વધારો થયો છે અને સમગ્ર વિસ્તારમાં હરિયાળી છવાઈ જવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
5/5
રાજ્યમાં ચોમાસું વધુ સક્રિય બનતા હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આગાહી મુજબ આગામી 48 કલાકમાં મહારાષ્ટ્ર તરફથી ચોમાસું વધુ આગળ વધશે, જેના કારણે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી અને નવસારી જિલ્લામાં અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદી ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ