બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:37 PM, 22 June 2026
Lucknow News: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગમાં અનેક લોકો ફસાયા હોવાના અહેવાલ છે. ઘણા વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે બહાર કૂદી પડ્યા હતા.
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં પુરાનિયા સ્ક્વેર નજીક પબ્લિક સર્વિસ કમિશનની પાછળ આવેલા કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. આગ ઝડપથી બધે ફાલાઇ ગઇ હતી. લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી, અને આગના કારણે ગભરાટ ફેલાયો. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘણા લોકો આગમાં ફસાયા હોવાના અહેવાલ છે. ઘણા વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે બહાર કૂદી પડ્યા હતા. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. માહિતી મળતાં હાઇડ્રોલિક પ્લેટફોર્મ સહિત 14 ગાડીઓ આગ બુઝાવવાની કામગીરીમાં કરી રહ્યા છે.
ફાયર બ્રિગેડ આગને કાબુમાં લેવા સતત પ્રયાસ
ADVERTISEMENT
રવિવારે અલીગંજ વિસ્તારમાં એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ સમગ્ર બિલ્ડીંગમાં ધુમાડો ઝડપથી ફેલાઈ ગયો, જેના કારણે સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આગ ઝડપથી વધી ગઈ. કોચિંગ સેન્ટરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર હતા. આગ અને ધુમાડા જોઈને વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા. ચીસો અને ગભરાટ ફેલાયો હતો. ઘણા લોકો ફસાઈ ગયા હોવાનું કહેવાય છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ દિલ્હી / કોળી સમાજનું 12મું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું, કુંવરજી બાવળીયાની ગેરહાજરીથી ઉઠ્યા સવાલ
મુખ્યમંત્રીએ ઘટનાની નોંધ લીધી
ADVERTISEMENT
મુખ્યમંત્રીએ લખનૌના અલીગંજમાં બનેલી આ દુ:ખદ આગની ઘટનાની ગંભીર નોંધ લીધી. તેમણે અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા માટે કડક સૂચનાઓ આપી. મુખ્યમંત્રીએ રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા અને ઘાયલ વિદ્યાર્થીઓને યોગ્ય અને ઝડપી સારવાર આપવા સ્પષ્ટ સૂચનાઓ આપી. તેમણે વહીવટીતંત્રને તમામ સ્તરે અત્યંત સતર્કતા જાળવવા અને રાહત પ્રયાસો પર સતત દેખરેખ રાખવાનો પણ નિર્દેશ આપ્યો. મુખ્યમંત્રીએ તમામ ઘાયલ વિદ્યાર્થીઓના ઝડપી સ્વસ્થ થવાની હાર્દિક કામના પણ વ્યક્ત કરી અને તેમના પરિવારોને ખાતરી આપી કે સરકાર શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.