ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / માઁ ધૂમાવતી જયંતિઃ જ્યારે ભૂખને કારણે શિવજીને જ ગળી ગયાં માતા પાર્વતી, વાંચો કથા

ધર્મ / માઁ ધૂમાવતી જયંતિઃ જ્યારે ભૂખને કારણે શિવજીને જ ગળી ગયાં માતા પાર્વતી, વાંચો કથા

Published By: Jinal Chauhan

Last Updated: 02:59 PM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મમાં માઁ ધૂમાવતીને દસ મહાવિદ્યાઓમાંની એક શક્તિશાળી અને રહસ્યમય દેવી માનવામાં આવે છે. તેમની જયંતિ જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની અષ્ટમીના દિવસે ઉજવવામાં આવે છે જે વર્ષ 2026માં 22 જૂન, સોમવારે એટલે કે આજે છે.

ADVERTISEMENT

માઁ ધૂમાવતીનું સ્વરૂપ અન્ય દેવીઓથી ખૂબ જ અલગ અને અનોખું માનવામાં આવે છે. તેઓ તંત્ર સાધના, રહસ્ય અને અપરંપાર શક્તિનું પ્રતિક છે. પુરાણોમાં તેમના પ્રાગટ્ય અંગે અનેક કથાઓ વર્ણવવામાં આવી છે જેમાં સૌથી લોકપ્રિય કથા માતા પાર્વતી અને ભગવાન શિવ સાથે જોડાયેલી છે. માન્યતા મુજબ માતા પાર્વતીને એક વખત એટલી તીવ્ર ભૂખ લાગી હતી કે તેમણે ભગવાન શિવને જ ગળી લીધા હતા. ત્યારબાદ જે ઘટના બની તેનાથી ધૂમાવતી સ્વરૂપનું પ્રાગટ્ય થયું.

જ્યારે માતા પાર્વતીએ ભગવાન શિવને ગળી લીધા

પુરાણોમાં વર્ણવેલી કથા અનુસાર એક વખત માતા પાર્વતીને ખૂબ જ ભૂખ લાગી હતી. તેમણે ભગવાન શિવ પાસે ભોજનની માંગણી કરી, પરંતુ મહાદેવે થોડો સમય રાહ જોવાનું કહ્યું. ભૂખથી વ્યાકુળ થયેલી માતા પાર્વતી રાહ જોઈ શક્યાં નહીં અને તેમણે સીધા ભગવાન શિવને જ ગળી લીધા. ભગવાન શિવને ગળી જતાં જ માતાના શરીરમાંથી ઘેરો ધુમાડો નીકળવા લાગ્યો. થોડા સમય બાદ જ્યારે તેમની ભૂખ શાંત થઈ, ત્યારે ભગવાન શિવ પોતાની દિવ્ય શક્તિથી તેમના શરીરમાંથી બહાર આવ્યા. માતાનું સમગ્ર શરીર ધુમાડાથી ઢંકાઈ ગયું હોવાથી શિવજીએ તેમને "ધૂમાવતી" નામ આપ્યું.

shiv-parvati-final

શા માટે ધારણ કર્યું વિધવા સ્વરૂપ?

એક અન્ય માન્યતા મુજબ ભગવાન શિવને ગળી જવાના કારણે માતા પાર્વતીનું સ્વરૂપ વિધવા જેવું બની ગયું હતું. ભગવાન શિવના કંઠમાં રહેલા હલાહલ વિષની અસરથી તેમનું સૌંદર્ય અને શૃંગાર નષ્ટ થઈ ગયા હતા. ત્યારબાદ ભગવાન શિવે તેમને આ જ સ્વરૂપમાં રહેવાનો આશીર્વાદ કે શાપ આપ્યો હતો. આ કારણથી ધૂમાવતી માતાની પૂજા વિધવા સ્વરૂપમાં કરવામાં આવે છે.

સતીના આત્મદાહ સાથે જોડાયેલી બીજી કથા

ધૂમાવતી માતાના પ્રાગટ્ય અંગે બીજી એક પ્રસિદ્ધ કથા પણ પ્રચલિત છે. કહેવાય છે કે જ્યારે માતા સતી પોતાના પિતા દક્ષના યજ્ઞમાં અપમાન સહન ન કરી શકતાં યજ્ઞકુંડમાં કૂદી પડ્યાં હતાં, ત્યારે તેમના દહન થતા શરીરમાંથી જે ધુમાડો નીકળ્યો હતો, તેમાંથી દેવી ધૂમાવતીનું પ્રાગટ્ય થયું હતું. આ કારણસર ધૂમાવતી માતાનું સ્વરૂપ ગંભીર, ઉદાસ અને વૈરાગ્યપૂર્ણ માનવામાં આવે છે.

vtv hiring

આ પણ વાંચોઃ ફક્ત બજેટ નહીં, ભાડાનું ઘર પસંદ કરતી વખતે આ વાસ્તુ નિયમો પણ જાણો

કોણ છે માઁ ધૂમાવતી?

માઁ ધૂમાવતી દસ મહાવિદ્યાઓમાં સાતમી મહાવિદ્યા તરીકે પૂજાય છે. તેઓ સ્વતંત્ર શક્તિનું પ્રતિક છે અને તેમનો કોઈ સ્વામી નથી માનવામાં આવતો. ઋગ્વેદમાં તેમને "સુતરા" તરીકે ઓળખાવવામાં આવ્યા છે, જેનો અર્થ થાય છે દુઃખ અને સંકટમાંથી પાર ઉતારનારી શક્તિ. તેમનું મુખ્ય પ્રતીક 'સૂપ' છે. માન્યતા છે કે તેઓ સમગ્ર બ્રહ્માંડને પોતાના સૂપમાં સમેટી મહાપ્રલય સર્જવાની ક્ષમતા ધરાવે છે. ઋષિ દુર્વાસા, ભૃગુ અને પરશુરામ જેવા મહાન ઋષિઓની મૂળ શક્તિ પણ ધૂમાવતી માતાને માનવામાં આવે છે.

ધૂમાવતી માતાની ઉપાસનાનું મહત્વ

ધાર્મિક માન્યતાઓ અનુસાર માઁ ધૂમાવતીની સાધના કરવાથી જીવનના અનેક સંકટો દૂર થાય છે. ખાસ કરીને ચાતુર્માસનો સમય તેમની ઉપાસના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમની આરાધનાથી ભય, ચિંતા અને નકારાત્મકતા દૂર થાય છે તથા આત્મવિશ્વાસમાં વધારો થાય છે. એવું પણ માનવામાં આવે છે કે માતા પ્રસન્ન થાય તો સાધકને દુશ્મનો, રોગો અને મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવે છે અને જીવનમાં શક્તિ તથા હિંમતનો સંચાર કરે છે.

DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dhumavati Mahavidya Maa Dhumavati Jayanti Parvati Shiva Story

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ