બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / પાંડેસરા બાદ પાલ વિસ્તાર રોડ બેસી જતા BRTS બસ ફસાઇ, જુઓ Video
Last Updated: 02:21 PM, 22 June 2026
Surat BRTS Bus Video : સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ પડેલા ટૂંકા વરસાદે શહેરી વ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિ ઉજાગર કરી દીધી છે. માત્ર 15 મિનિટના વરસાદ બાદ જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રસ્તાઓ પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ખાસ કરીને કેટલીક જગ્યાએ રસ્તા બેસી જવાના બનાવો અને બસો ફસાઈ જવાની ઘટનાઓએ લોકોને ચિંતિત કરી દીધા છે.
ADVERTISEMENT
પાંડેસરા બાદ પાલ વિસ્તારની બસ ફસાયાની ઘટના
તાજેતરમાં પાંડેસરા વિસ્તારમાં બસ ફસાવાની ઘટના બાદ હવે પાલ વિસ્તારમાં પણ BRTS બસ રોડમાં ધસી જવાની ઘટના સામે આવી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ બનાવે શહેરના રસ્તાઓની ગુણવત્તા અને વરસાદી સીઝન માટેની તૈયારીઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
ADVERTISEMENT
પાલ વિસ્તારમાં રોડ બેસી ગયો હતો જેને પગલા BRTS બસના આગળના 2 ટાયર ખાડામાં ફસાય જતાં સુરત મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી#Surat #BRTS #RoadCaveIn #MunicipalCorporation #Gujarat #VTVDigital pic.twitter.com/1ORnXnUcUy
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 22, 2026
મળતી માહિતી મુજબ, ઉધના બસ ડેપોથી સચિન હાઇવે તરફ જતા માર્ગ પર વરસાદ બાદ મોટી માત્રામાં પાણી ભરાઈ ગયું હતું. રોડની એક બાજુ લાંબા અંતર સુધી પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાયેલા માર્ગોને કારણે ટ્રાફિક ધીમો પડી ગયો હતો અને અનેક સ્થળોએ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે રસ્તાઓ પર જળભરાવ સર્જાયો હતો. કેટલાક સ્થળોએ રોડની સપાટી પણ બેસી ગઈ હોવાનું સામે આવ્યું છે. જેના કારણે વાહનચાલકોને જોખમ વચ્ચે મુસાફરી કરવી પડી હતી.
ADVERTISEMENT
સુરત પાંડેસરા ગણેશ નગર બસ અકસ્માતના સીસીટીવી આવ્યા સામે.#Surat #Pandesara #BusAccident #CCTV #VTVDigital pic.twitter.com/QnEETY72Ek
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 22, 2026
દર વર્ષે ચોમાસા પહેલાં મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત ડ્રેનેજ સફાઈ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને જળભરાવ અટકાવવા માટે વિવિધ કામગીરી કરવામાં આવતી હોવાના દાવા કરવામાં આવે છે. જોકે પ્રથમ જ વરસાદમાં સર્જાયેલી પરિસ્થિતિએ આ દાવાઓ પર સવાલો ઊભા કરી દીધા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : સુરતમાં પહેલા વરસાદે જ ખોલી મહાનગરપાલિકાની પોલ, અનેક વિસ્તારોમાં ભરાયાં પાણી
સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોનું કહેવું છે કે, જો સામાન્ય વરસાદમાં જ શહેરના મુખ્ય રસ્તાઓ પર આ સ્થિતિ સર્જાય છે, તો આગામી દિવસોમાં ભારે વરસાદ દરમિયાન પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે. લોકો દ્વારા તંત્રને વરસાદી પાણીના ઝડપી નિકાલ અને રસ્તાઓની મજબૂતી માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.