બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગીર સોમનાથ-અમરેલીમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો, દ.ગુજરાત-કાઠિયાવાડમાં ભારે વરસાદનું એલર્ટ

photo-story

7 ફોટો ગેલેરી

વરસાદી માહોલ / ગીર સોમનાથ-અમરેલીમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો, દ.ગુજરાત-કાઠિયાવાડમાં ભારે વરસાદનું એલર્ટ

Last Updated: 04:52 PM, 23 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે.

1/7

photoStories-logo

1. ગીર ગઢડાના ધોકડવા ગામે ધોધમાર વરસાદ

ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. ગીર ગઢડાના ધોકડવા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ વરસતા જનજીવનમાં રાહતની લાગણી જોવા મળી હતી. ધોકડવા, સામેતર, બેડીયા, મોતીસર, સોનારિયા, આંબાડા, ઉગલા અને જશાધાર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. વરસાદના આગમન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી વ્યાપી છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા અને સમગ્ર પંથકમાં ચોમાસાની મોસમનો માહોલ જામ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

અમરેલી જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. જાફરાબાદ તાલુકાના ટીંબી, હેમાળ, માણસા, દુધાળા, નાગેશ્રી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉપરાંત ખાંભા તાલુકાના ડેડાણ, ખડાધાર, શ્યામગઢ અને આસપાસના ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ખેતીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ કૃષિ કામગીરીને પણ વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સતત જામ્યો છે. ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘરાજાની મહેર યથાવત્ રહી છે. ગિરીમથક સાપુતારામાં આજે પણ વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર હરિયાળીની ચાદરથી ઢંકાઈ ગયો છે. વરસાદના પગલે સર્પગંગા તળાવ આસપાસનું કુદરતી સૌંદર્ય વધુ ખીલી ઊઠ્યું છે, જ્યાં ધુમ્મસ અને ઠંડકભર્યા વાતાવરણ વચ્ચે મનમોહક નજારો સર્જાયો છે. આહલાદક વરસાદી માહોલને કારણે સાપુતારાની મુલાકાતે આવેલા પ્રવાસીઓમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે સ્થાનિકોમાં પણ સારા વરસાદને લઈને આનંદની લાગણી વ્યાપી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. વલસાડ શહેરમાં સતત બીજા દિવસે વરસાદ

વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં સવારથી જ ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તિથલ રોડ, હાલર રોડ, રામવાડી સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો, જ્યારે તિથલ, સેગવી, કોસંબા અને આસપાસના ગામોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. છેલ્લા બે દિવસથી જિલ્લામાં વાદળછાયું અને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખેતી માટે અનુકૂળ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વાવણીની કામગીરીને પણ વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ પડશે

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદ અને તેજ પવનને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને સાવચેત રહેવા સૂચન

દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો તેમજ માછીમારોને વિશેષ સાવચેતી રાખવા હવામાન વિભાગે સૂચના આપી છે. સમુદ્રમાં જવા ઇચ્છતા માછીમારોને હવામાનની સ્થિતિ અંગે સતત માહિતી મેળવવાની અપીલ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ગુજરાતમાં 26 જૂને ચોમાસુ બેસે તેવી શકયતા

બીજી તરફ, રાજ્યમાં ચોમાસાની ગતિ પણ તેજ બની રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં 26 જૂન આસપાસ સત્તાવાર રીતે ચોમાસું બેસવાની શક્યતા છે. વરસાદી સિસ્ટમો વધુ મજબૂત બનતાં આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્રને પણ જરૂરી સાવચેતી અને તૈયારી રાખવા સૂચના આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gir Somnath news Gir Somnath Gir Somnath rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ