બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગીર સોમનાથ બાદ ગોંડલ ભીંજાયું, સાપુતારામાં 1 ઇંચ વરસાદ, કોતરોમાં પૂર જેવી સ્થિતિ

વરસાદી માહોલ / ગીર સોમનાથ બાદ ગોંડલ ભીંજાયું, સાપુતારામાં 1 ઇંચ વરસાદ, કોતરોમાં પૂર જેવી સ્થિતિ

Vishal Khamar

Last Updated: 07:13 PM, 23 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ગોંડલ તેમજ ડાંગમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વરસાદી માહોલ છવાયો હતો.

ગોંડલ શહેરમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા માર્ગો પર પાણી વહેતા જોવા મળ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલી ગરમી અને ભારે બફારાથી પરેશાન લોકો માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થયો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. સાથે જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે વરસાદ ખેતી માટે લાભદાયી બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, નદીઓમાં નવા નીર

ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ છવાયેલો છે. હિલ સ્ટેશન સાપુતારા ખાતે દિવસ દરમિયાન આશરે એક ઇંચ વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના કારણે પૂર્ણા નદી અને અંબિકા નદીમાં નવા નીર આવ્યા છે. સુબીર તાલુકોમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પૂર્વ પટ્ટીના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે કોતરો અને નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું હતું. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને નદી-નાળાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

ગીર ગઢડાના ધોકડવા ગામે ધોધમાર વરસાદ

ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. ગીર ગઢડાના ધોકડવા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ વરસતા જનજીવનમાં રાહતની લાગણી જોવા મળી હતી. ધોકડવા, સામેતર, બેડીયા, મોતીસર, સોનારિયા, આંબાડા, ઉગલા અને જશાધાર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. વરસાદના આગમન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી વ્યાપી છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા અને સમગ્ર પંથકમાં ચોમાસાની મોસમનો માહોલ જામ્યો હતો.

જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

અમરેલી જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. જાફરાબાદ તાલુકાના ટીંબી, હેમાળ, માણસા, દુધાળા, નાગેશ્રી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉપરાંત ખાંભા તાલુકાના ડેડાણ, ખડાધાર, શ્યામગઢ અને આસપાસના ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ખેતીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ કૃષિ કામગીરીને પણ વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સતત જામ્યો છે. ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘરાજાની મહેર યથાવત્ રહી છે. ગિરીમથક સાપુતારામાં આજે પણ વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર હરિયાળીની ચાદરથી ઢંકાઈ ગયો છે. વરસાદના પગલે સર્પગંગા તળાવ આસપાસનું કુદરતી સૌંદર્ય વધુ ખીલી ઊઠ્યું છે, જ્યાં ધુમ્મસ અને ઠંડકભર્યા વાતાવરણ વચ્ચે મનમોહક નજારો સર્જાયો છે. આહલાદક વરસાદી માહોલને કારણે સાપુતારાની મુલાકાતે આવેલા પ્રવાસીઓમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે સ્થાનિકોમાં પણ સારા વરસાદને લઈને આનંદની લાગણી વ્યાપી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં બ્લડ પ્લાઝ્મામાં ભેળસેળના મોટા કૌંભાડનો પર્દાફાશ, મુખ્ય આરોપી સહિત 4 શખ્સો પકડાયા

વલસાડ શહેરમાં સતત બીજા દિવસે વરસાદ

વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં સવારથી જ ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તિથલ રોડ, હાલર રોડ, રામવાડી સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો, જ્યારે તિથલ, સેગવી, કોસંબા અને આસપાસના ગામોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. છેલ્લા બે દિવસથી જિલ્લામાં વાદળછાયું અને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખેતી માટે અનુકૂળ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વાવણીની કામગીરીને પણ વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat rain rainy weather
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ