ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં બ્લડ પ્લાઝ્મામાં ભેળસેળના મોટા કૌંભાડનો પર્દાફાશ, મુખ્ય આરોપી સહિત 4 શખ્સો પકડાયા
Last Updated: 05:09 PM, 23 June 2026
ADVERTISEMENT
લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરનાર બ્લડ પ્લાઝ્મામાં ભેળસેળના મોટા કૌભાંડનો અમદાવાદ ગ્રામ્ય SOGએ પર્દાફાશ કર્યો છે. આ મામલે મુખ્ય આરોપી દિનેશ ચૌધરી સહિત કુલ ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT

પ્લાઝ્મા કાઢીને તેની જગ્યાએ નકલી પ્રવાહી ભરી દેતા
ADVERTISEMENT
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ એન્ટી-કેન્સર દવાઓ બનાવતી કંપની માટે ઉપયોગમાં લેવાતા કિંમતી બ્લડ પ્લાઝ્માની ચોરી કરતા હતા. તેઓ અસલી પ્લાઝ્મા કાઢીને તેની જગ્યાએ નકલી પ્રવાહી ભરી દેતા હતા, જેના કારણે દર્દીઓના આરોગ્ય પર ગંભીર અસર થવાની શક્યતા હતી.

ADVERTISEMENT
અડધી કિંમતે મહારાષ્ટ્રમાં વેચાણ કરતા
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ ચોરાયેલા અસલી પ્લાઝ્માનું મૂળ કિંમતથી લગભગ અડધી કિંમતે મહારાષ્ટ્રમાં વેચાણ કરતા હતા. છેલ્લા છ મહિનાથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી હતી.
ADVERTISEMENT

આરોપીઓ પાસેથી અનેક પુરાવાઓ મળ્યો
ADVERTISEMENT
અમદાવાદ ગ્રામ્ય SOGએ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી અંદાજે રૂ. 11 લાખની કિંમતના 1,140 પ્લાઝ્મા બેગ જપ્ત કર્યા છે. આ ઉપરાંત કૌભાંડ સાથે સંકળાયેલા અન્ય પુરાવાઓ પણ કબજે લેવામાં આવ્યા છે.

ADVERTISEMENT
કોણ કોણ ઝડપાયું
આ કેસમાં દિનેશ ચૌધરી, મોહન ગાયકવાડ, રફીક ખલીફા અને જીતેન્દ્ર સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ગીર સોમનાથ-અમરેલીમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો, દ.ગુજરાત-કાઠિયાવાડમાં ભારે વરસાદનું એલર્ટ
પોલીસ દ્વારા સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન અન્ય વ્યક્તિઓની સંડોવણી તેમજ પ્લાઝ્માના વેચાણનું નેટવર્ક પણ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.