ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના નવરંગપુરામાં મેટ્રો બ્રિજ નીચે કારમાંથી મળી યુવકની લાશ, પોલીસ-FSLની ટીમ પહોંચી

BIG NEWS / અમદાવાદના નવરંગપુરામાં મેટ્રો બ્રિજ નીચે કારમાંથી મળી યુવકની લાશ, પોલીસ-FSLની ટીમ પહોંચી

Published By: Vishal Khamar

Last Updated: 07:07 PM, 23 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નવરંગપુરા વિસ્તામાં મેટ્રો બ્રિજ નીચે પાર્ક કરેલી એક કારમાંથી યુવકની શંકાસ્પદ લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

ADVERTISEMENT

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સિટી ગોલ્ડ થિયેટર પાછળ મેટ્રોના પિલર નીચે પાર્ક કરેલી એક વાદળી રંગની કારમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા નવરંગપુરા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

પોલીસે મૃતકના આઈડી કાર્ડ પરથી તેની ઓળખ કરી

પોલીસને મૃતક યુવક પાસેથી મળેલા આઈડી કાર્ડના આધારે તેની ઓળખ વિકાસ તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ યુવક નવરંગપુરા વિસ્તારનો જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોને પણ ઘટનાની જાણ કરવામાં આવી છે.

કારમાંથી દારૂની બોટલ મળી આવી

તપાસ દરમિયાન કારમાંથી દારૂની એક બોટલ મળી આવી હતી. જોકે મૃતકના શરીર પર કોઈપણ પ્રકારની ઈજાના નિશાન જોવા મળ્યા નથી. જેના કારણે યુવકનું મોત હત્યા, અકસ્માત કે અન્ય કોઈ કુદરતી કારણસર થયું છે કે કેમ તે અંગે પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.

FSL ની ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. FSLના નિષ્ણાતોએ કાર અને આસપાસના વિસ્તારની તપાસ કરીને જરૂરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે

પ્રાથમિક અનુમાન મુજબ યુવક નશાની હાલતમાં હોઈ શકે છે. તેમજ કારમાં પેટ્રોલ ખૂટી જતા તે સ્થળ પર જ કાર ઉભી રાખીને સૂઈ ગયો હોય અને ત્યારબાદ તેનું મોત થયું હોવાની શક્યતા પણ પોલીસ તપાસમાં સામે આવી રહી છે. જોકે મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

આ પણ વાંચોઃ ગીર સોમનાથ બાદ ગોંડલ ભીંજાયું, સાપુતારામાં 1 ઇંચ વરસાદ, કોતરોમાં પૂર જેવી સ્થિતિ

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. નોંધનીય છે કે અગાઉ પણ સરખેજ અને સોલા વિસ્તારમાં પાર્ક કરેલી કારમાંથી આ પ્રકારની લાશો મળી આવવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેના કારણે આ કેસ પણ ચર્ચાનો વિષય બન્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad death Ahmedabad death, suspicious death

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ