બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદીઓ માટે પશ્ચિમ રેલવેની મોટી ભેટ: 3 એક્સપ્રેસ ટ્રેનોનું ટર્મિનલ બદલાયું

ગુજરાત / અમદાવાદીઓ માટે પશ્ચિમ રેલવેની મોટી ભેટ: 3 એક્સપ્રેસ ટ્રેનોનું ટર્મિનલ બદલાયું

Pravin Joshi

Last Updated: 07:22 PM, 21 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલવે બોર્ડ દ્વારા 19 જૂન, 2026ના રોજ લેવાયેલા નિર્ણય મુજબ, અમદાવાદના ગાંધીગ્રામ રેલવે સ્ટેશનની કનેક્ટિવિટી વધારવા માટે 3 જોડી એક્સપ્રેસ ટ્રેનો (જોધપુર, આગ્રા કેન્ટ અને ગ્વાલિયર એક્સપ્રેસ) ના ટર્મિનલને સાબરમતીથી બદલીને ગાંધીગ્રામ શિફ્ટ કરવામાં આવ્યા છે.

અમદાવાદના પશ્ચિમ વિસ્તાર અને શહેરના મધ્ય ભાગમાં રહેતા રેલવે મુસાફરો માટે કેન્દ્રીય રેલવે બોર્ડ તરફથી એક અતિ મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરની અંદર આવેલા ગાંધીગ્રામ રેલવે સ્ટેશનની કનેક્ટિવિટીને વધુ મજબૂત અને વેગવંતી બનાવવા માટે રેલવે પ્રશાસન દ્વારા એક મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે બોર્ડે સાબરમતી રેલવે સ્ટેશનથી ઉપડતી અને ત્યાં જ આવીને પોતાની મુસાફરી પૂર્ણ કરતી ૩ પ્રમુખ જોડી એક્સપ્રેસ ટ્રેનોના ટર્મિનલ પોઇન્ટને કાયમી ધોરણે ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પર શિફ્ટ કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. રેલવેના આ નિર્ણયથી હવે ઉત્તર અને મધ્ય ભારત તરફ જતા મુસાફરોને સાબરમતી સુધી લાંબા થવાની જરૂર નહીં રહે અને તેઓ શહેરના હાર્દ સમાન વિસ્તારમાંથી જ મુસાફરી કરી શકશે.

Train

19 જૂનના રોજ જાહેર થયો આદેશ

રેલવે બોર્ડ દ્વારા 19 જૂન, 2026ના રોજ આ અંગેનો સત્તાવાર આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ નવા આદેશ અનુસાર, જે ૩ મહત્વની ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તેમાં નીચે મુજબની ટ્રેનોનો સમાવેશ થાય છે..

૧૪૮૨૧/૧૪૮૨૨ જોધપુર-સાબરમતી એક્સપ્રેસ

૧૨૫૪૭/૧૨૫૪૮ આગ્રા કેન્ટ-સાબરમતી એક્સપ્રેસ

૨૨૫૪૭/૨૨૫૪૮ ગ્વાલિયર-સાબરમતી એક્સપ્રેસ

આ ત્રણેય જોડી એક્સપ્રેસ ટ્રેનો હવે સાબરમતી રેલવે સ્ટેશનના બદલે ગાંધીગ્રામ સ્ટેશનેથી જ ઉપડશે અને ત્યાં જ આવીને પોતાની મુસાફરી પૂર્ણ કરશે. આ ઉપરાંત, મુસાફરોની સુવિધામાં વધારો કરતા બોર્ડે જણાવ્યું છે કે આ ટ્રેનો પોતાના નિર્ધારિત રૂટ દરમિયાન રસ્તામાં 'ચાંદખેડા રોડ સ્ટેશન' પર પણ ઊભી રહેશે, જેથી મોટેરા અને ચાંદખેડા વિસ્તારના નાગરિકોને પણ સ્થાનિક સ્તરે મોટો ફાયદો મળી રહેશે.

જાહેર પરિવહન સાથે જોડાણ અને મુસાફરોને મોટો આર્થિક-સમયનો ફાયદો

પશ્ચિમ રેલવેને આ આદેશનો અમલ યોગ્ય અને વહેલી તારીખથી જ સખત રીતે લાગુ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. રેલવે બોર્ડે પશ્ચિમ રેલવેને સૂચના આપી છે કે આ રૂટ પરિવર્તનની માહિતી સામાન્ય જનતા સુધી વ્યાપક પ્રસિદ્ધિના માધ્યમથી પહોંચાડવામાં આવે. એટલું જ નહીં, જો વહીવટી તંત્રને જરૂર જણાય તો શરૂઆતના દિવસોમાં આ સેવાઓને 'સ્પેશિયલ ટ્રેન' તરીકે ચલાવીને પણ મુસાફરોને અનુકૂળતા કરી આપવામાં આવે.

આ પણ વાંચોઃ સ્કાયમેટ આગાહી / 24થી 26 જૂન વચ્ચે ચોમાસું આ સ્થળે પહોંચશે ચોમાસું, સ્કાયમેટે કરી આગાહી

ગાંધીગ્રામ રેલવે સ્ટેશન અમદાવાદના પશ્ચિમ અને મધ્ય ભાગની બિલકુલ નજીક હોવાને કારણે અને તે સ્થાનિક એએમટીએસ (AMTS), બીઆરટીએસ (BRTS) અને મેટ્રો રેલ જેવા જાહેર પરિવહનના સાધનો સાથે ખૂબ જ સરસ રીતે જોડાયેલું હોવાથી મુસાફરોનો સમય અને ઓટો-ટેક્સીનું ભાડું બંને બચશે. લાંબી મુસાફરી કરીને આવતા વડીલો અને પરિવારો માટે હવે આ સ્ટેશનથી ઘેર પહોંચવું અત્યંત સરળ બની જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GandhigramStation WesternRailway SabarmatiRailway
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ