બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / નીટ પરીક્ષા દરમિયાન મુંબઈ-વડોદરામાં બની 2 ચોંકાવનારી ઘટના, જાણીને દેશ હેરાન
Last Updated: 06:45 PM, 21 June 2026
વડોદરામાં RE-NEET ની પરીક્ષામાં વિદ્યાર્થીનીને પ્રવેશ મળ્યો ન હતો. 1.27 વાગ્યે પરીક્ષા સેન્ટર પહોંચવા છતાં પ્રવેશ ન મળ્યાનો દાવો કર્યો હતો. વિદ્યાર્થી અને વાલી નિરીક્ષક સામે વિનંતી કરતાં રહ્યા પણ ગેટ ન ખોલવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
નિર્ધારિત સમય કરતાં 7 મિનિટ વહેલો ગેટ બંધ થયો હોવાનો આરોપ
ADVERTISEMENT
તો બીજી તરફ મુંબઈના પરેલમાં RE-NEET ની પરીક્ષામાં 1 વિદ્યાર્થીનીને પ્રવેશ ન મળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. 2 મિનિટ મોડી પહોંચેલી વિદ્યાર્થીનીને કોલેજમાં પ્રવેશ ન મળ્યો હતો. પ્રવેશ ન મળતા વિદ્યાર્થીનીએ કોલેજ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમજ વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, નિર્ધારિત સમય કરતા 7 મિનિટ વહેલો ગેટ બંધ થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. વિદ્યાર્થીની અને વાલીઓનો કોલેજ બહાર હોબાળો કર્યો હતો.
ADVERTISEMENT
RE-NEETની પરીક્ષામાં વિદ્યાર્થીને ન મળ્યો પ્રવેશ
વડોદરામાં RE-NEET ની પરીક્ષામાં વિદ્યાર્થીનીને પ્રવેશ મળ્યો ન હતો. 1.27 વાગ્યે પરીક્ષા સેન્ટર પહોંચવા છતાં પ્રવેશ ન મળ્યાનો દાવો કર્યો હતો. વિદ્યાર્થી અને વાલી નિરીક્ષક સામે વિનંતી કરતાં રહ્યા પણ ગેટ ન ખોલવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
ADVERTISEMENT
દેશભરમાં આજે RE-NEET (NEET-UG) પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થઈ. પરીક્ષામાં દેશના 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરીક્ષા દરમિયાન વિવિધ રાજ્યોમાં કડક સુરક્ષા વ્યવસ્થા અને પારદર્શક પ્રક્રિયાની ખાતરી કરવામાં આવી હતી.
કુલ 79,411 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
ADVERTISEMENT
ગુજરાતમાં કુલ 211 પરીક્ષા કેન્દ્રો પર RE-NEET પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં કુલ 79,411 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

10 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
અમદાવાદમાં 23 પરીક્ષા કેન્દ્રો પર 10 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે રાજકોટના 12 કેન્દ્રો પર 5 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં 22 કેન્દ્રો પર 10 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો હતો.
NEET-UG પરીક્ષામાં કુલ 180 પ્રશ્નો પૂછવામાં આવ્યા
NEET-UG પરીક્ષામાં કુલ 180 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓમાં પ્રશ્નપત્રના સ્તર અંગે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્રને સરળ ગણાવ્યું હતું, જ્યારે કેટલાકે તેને મધ્યમથી મુશ્કેલ સ્તરનું ગણાવ્યું હતું.
આ પણ વાંચોઃ આ જિલ્લામાં મેઘો મંડાશે! ગુજરાતમાં 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) દ્વારા પરીક્ષા પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શક બનાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે વિદ્યાર્થીઓની નજર પરિણામની જાહેરાત પર કેન્દ્રિત થઈ છે, જે આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.