ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નિરમાના વિદ્યાર્થીને લિંક્ડઈનની રૂ. 94 લાખની ઓફરઃ ટોપ કોલેજોમાં રેકોર્ડ પ્લેસમેન્ટ, AI નિષ્ણાત યુવાનોની ભારે માગ

અમદાવાદ / નિરમાના વિદ્યાર્થીને લિંક્ડઈનની રૂ. 94 લાખની ઓફરઃ ટોપ કોલેજોમાં રેકોર્ડ પ્લેસમેન્ટ, AI નિષ્ણાત યુવાનોની ભારે માગ

Published By: Priykant Shrimali

Last Updated: 12:42 PM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat AI Jobs : નિરમા યુનિવર્સિટીના એક વિદ્યાર્થીને લિંક્ડઈન તરફથી વાર્ષિક રૂ. 94 લાખનું પેકેજ મળ્યું છે, જે યુનિવર્સિટીના ઇતિહાસમાં સૌથી મોટું પેકેજ

ADVERTISEMENT

Gujarat AI Jobs : વિશ્વભરની ટેક કંપનીઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિન્જસ (AI)ના કારણે થઈ રહેલી છટણી અને અનિશ્ચિતતાના માહોલ વચ્ચે ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોના વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટમાં નવા રેકોર્ડ સર્જ્યા છે. નિરમા યુનિવર્સિટીના એક વિદ્યાર્થીને લિંક્ડઈન તરફથી વાર્ષિક રૂ. 94 લાખનું પેકેજ મળ્યું છે, જે યુનિવર્સિટીના ઇતિહાસમાં સૌથી મોટું પેકેજ અને રાજ્યમાં આ વર્ષની ટોચની ઓફર્સમાંની એક ગણાય છે. અગાઉ નિરમામાં સૌથી મોટું પેકેજ રૂ. 88 લાખ (2022) હતું.

નિરમા યુનિવર્સિટીના ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ ફેકલ્ટીના ડીન ડો.આર.એન.પટેલે જણાવ્યું કે, છેલ્લાં 2 વર્ષની સરખામણીએ મીડિયન સેલરી (મધ્યમ વાર્ષિક પગાર)માં 15થી 25 ટકા વધારો નોંધાયો છે અને અનેક વિદ્યાર્થીઓને રૂ. 50 લાખથી વધુનાં પેકેજ મળ્યાં છે. ગૂગલ, માઈક્રોસોફ્ટ સહિતની અગ્રણી કંપનીઓએ ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હતો.

ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીમાં આ વર્ષે સૌથી મોટું પેકેજ રૂ. 57 લાખ રહ્યું છે, જ્યારે મીડિયન પગાર આશરે રૂ. 15 લાખ પર સ્થિર રહ્યો છે. અહીં 165 કંપનીઓએ કેમ્પસ ભરતીમાં ભાગ લીધો હતો.

વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં અમેરિકાની સર્વિસ નાઉ કંપનીએ રૂ. 43 લાખનું સર્વોચ્ચ પેકેજ ઓફર કર્યું છે. માઈક્રોસોફ્ટ, HCL, TCS, Cognizant, IBM અને L&T Tech જેવી કંપનીઓ પણ ભરતી માટે પહોંચી હતી. અહીં મીડિયન પેકેજ રૂ. 4.5 લાખ રહ્યું, જ્યારે કુલ 470 કંપનીઓએ ભાગ લીધો હતો.

SVNIT સુરતમાં અત્યાર સુધી 230 કંપનીઓ પ્લેસમેન્ટ માટે જોડાઈ ચૂકી છે. CESના એક વિદ્યાર્થીને રૂ. 62 લાખનું સર્વોચ્ચ પેકેજ મળ્યું છે. વિભાગનો મીડિયન પગાર રૂ. 15.2 લાખથી વધીને રૂ. 16.2 લાખ થયો છે.

આણંદની ચારુસેટ યુનિવર્સિટીમાં એમેઝોન દ્વારા રૂ. 46.38 લાખનું ટોચનું પેકેજ આપવામાં આવ્યું છે. ઉદ્યોગ નિષ્ણાતોના જણાવ્યા મુજબ PDEU અને આઈઆઈટી, ગાંધીનગર જેવી સંસ્થાઓમાં કમ્પ્યૂટર સાયન્સ અને આઈટીના વિદ્યાર્થીઓ માટે મીડિયન પેકેજ રૂ. 20 લાખથી વધુ રહ્યું છે.

પ્લેસમેન્ટ નિષ્ણાતોનું કહેવું છે કે, બજાર સંકોચાઈ રહ્યું નથી, પરંતુ બદલાઈ રહ્યું છે. અગાઉ કંપનીઓ મોટી સંખ્યામાં ગ્રેજ્યુએટ્સની ભરતી કરીને તાલીમ આપતી હતી, જ્યારે હવે એઆઈ, ક્લાઉડ, સાયબર સિક્યોરિટી અને ફુલ-સ્ટેક ડેવલપમેન્ટ જેવી કુશળતા ધરાવતા તૈયાર ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો : GSRTC દ્વારા મુસાફરીની યોજના વધુ સરળ, હવે લોકલ બસોમાં પણ ટિકિટ બુક થઈ શકશે

ટેકડિફેન્સ લેબ્સના CEO સની વાઘેલાના જણાવ્યા મુજબ આગામી સમયમાં માત્ર બદલાતા ટેક પરિપ્રેક્ષ્યને સમજનારા અને નવી ટેક્નોલોજીમાં નિપુણ વિદ્યાર્થીઓ જ સ્પર્ધામાં ટકી શકશે. નિષ્ણાતોનું માનવું છે કે, વૈશ્વિક સ્તરે છટણી મુખ્યત્વે ઓટોમેશનથી પ્રભાવિત ભૂમિકાઓમાં થઈ રહી છે, જ્યારે AI આધારિત પ્રોડક્ટ્સ, સાયબર સિક્યોરિટી અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કુશળ માનવબળની માગ સતત વધી રહી છે. ઇન્ટર્નશિપ, પ્રોજેક્ટ પોર્ટફોલિયો અને પ્રાયોગિક કુશળતા હવે ડિગ્રી કરતાં વધુ મહત્ત્વનાં પરિબળ બની રહ્યાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AI Jobs Highest Placement Package Nirma University

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ