ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / GSRTC દ્વારા મુસાફરીની યોજના વધુ સરળ, હવે લોકલ બસોમાં પણ ટિકિટ બુક થઈ શકશે

નવી પહેલ / GSRTC દ્વારા મુસાફરીની યોજના વધુ સરળ, હવે લોકલ બસોમાં પણ ટિકિટ બુક થઈ શકશે

Published By: Priykant Shrimali

Last Updated: 12:16 PM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GSRTC Local Bus Booking : GSRTC Official App અથવા http://gsrtc.in દ્વારા સરળતાથી તમારી બેઠક બુક કરો અને નિશ્ચિંત મુસાફરીનો લાભ લો

ADVERTISEMENT

GSRTC Local Bus Booking : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોને વધુ સરળ અને સુવિધાજનક સેવા આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. વિગતો મુજબ અત્યાર સુધી મુખ્યત્વે એક્સપ્રેસ અને લાંબા રૂટની બસોમાં ઉપલબ્ધ ઓનલાઈન બુકિંગની સુવિધા હવે પસંદગીની લોકલ બસ સેવાઓમાં પણ શરૂ કરવામાં આવી છે, જેના કારણે હજારો મુસાફરોને મોટી રાહત મળશે.

ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા

નવી વ્યવસ્થા હેઠળ 100 કિલોમીટરથી વધુ અંતર કાપતી પસંદગીની લોકલ બસોની 2,500થી વધુ ટ્રિપ્સ માટે ઓનલાઈન બેઠક આરક્ષણની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ મુસાફરોને બસ સ્ટેશન પર લાંબી કતારમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ આપવાનો અને મુસાફરીને વધુ સરળ બનાવવાનો છે.

હવે મુસાફરો GSRTCની અધિકૃત મોબાઇલ એપ્લિકેશન અથવા GSRTCની વેબસાઇટ http://gsrtc.in દ્વારા ઘર બેઠા જ પોતાની પસંદગીની બસમાં બેઠક બુક કરી શકશે. ઓનલાઈન બુકિંગથી મુસાફરોને સમયની બચત થશે, સાથે જ મુસાફરી પહેલાં જ બેઠક નિશ્ચિત થઈ જવાથી અનિશ્ચિતતા પણ દૂર થશે.

આ પણ વાંચો : એલાયન્સ એરની જાહેરાત, પોરબંદરથી અને અમદાવાદથી મુંબઈ સુધીની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થશે

ખાસ કરીને રોજિંદા મુસાફરી કરતા લોકો, વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને અન્ય મુસાફરો માટે આ સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ડિજિટલ સેવાઓના વધતા ઉપયોગ વચ્ચે GSRTC દ્વારા કરવામાં આવેલી આ પહેલ જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ આધુનિક અને મુસાફરકેન્દ્રિત બનાવવાના પ્રયાસનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહી છે. આ સુવિધાના અમલથી રાજ્યભરના મુસાફરોને વધુ સગવડભરી અને આયોજનબદ્ધ મુસાફરીનો અનુભવ મળશે. ભવિષ્યમાં વધુ રૂટ અને બસ સેવાઓને પણ ઓનલાઈન બુકિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GSRTC Local Bus Booking Local Bus Ticket Booking Online Bus Ticket Booking

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ