બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લગ્ન વચ્ચે પહાડ પર લઈ જઈને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલી દીધો, યુવતીએ કરી મંગેતરની હત્યા

ક્રાઈમ / લગ્ન વચ્ચે પહાડ પર લઈ જઈને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલી દીધો, યુવતીએ કરી મંગેતરની હત્યા

Pravin Joshi

Last Updated: 04:38 PM, 23 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્દોરના ચર્ચિત સોનમ રઘુવંશી કેસ જેવી જ એક સનસનાટીભરી ઘટના મહારાષ્ટ્રના પુણે જિલ્લાના લોહગઢ કિલ્લા પરથી સામે આવી છે. જ્યાં કેતન અગ્રવાલના આગામી મહિને લગ્ન થવાના હતા, પરંતુ તેની મંગેતર સિયા ગોયલે પોતાના પ્રેમી ચેતન ચૌધરી સાથે મળીને તેને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

ઇન્દોરના પ્રખ્યાત સોનમ રઘુવંશી કેસની ગૂંજ હજુ શમી નથી ત્યાં મહારાષ્ટ્રના પુણે જિલ્લામાંથી સંબંધોને શરમાવતી આવી જ એક ભયાનક ઘટના સામે આવી છે. ઇન્દોરના કેસમાં લગ્ન પછી પતિની હત્યાનો આરોપ હતો, જ્યારે પુણેમાં લગ્નની શરણાઈઓ વાગે તે પહેલા જ મંગેતરે પોતાના કથિત પ્રેમી સાથે મળીને ભાવિ પતિને પહાડ પરથી 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલી દીધો હતો. શરૂઆતમાં સામાન્ય અકસ્માત લાગતી આ ઘટનાની પાછળ છુપાયેલું હકીકતનું ચિત્ર જ્યારે પોલીસ તપાસમાં બહાર આવ્યું ત્યારે પરિવાર સહિત આખો દેશ ચોંકી ઉઠ્યો છે.

Pune Crime Siya Goyal - VTV GUJARATI

લોહગઢ કિલ્લા પર ફોટો પાડતા અકસ્માતની ખોટી સ્ટોરી

પુણેના પ્રખ્યાત પ્રવાસી અને ટ્રેકિંગ સ્થળ લોહગઢ કિલ્લા પર કેતન અગ્રવાલના મોતના સમાચાર આવ્યા ત્યારે તેને એક કમનસીબ અકસ્માત ગણાવવામાં આવ્યો હતો. એવી વાર્તા ઉભી કરાઈ હતી કે ટ્રેકિંગ દરમિયાન સેલ્ફી અથવા ફોટોગ્રાફી કરતી વખતે કેતનનો પગ લપસ્યો અને તે સંતુલન ગુમાવવાને કારણે 350 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, જ્યાં ગંભીર ઇજાઓના કારણે તેનું મોત નીપજ્યું. પરિવાર આઘાતમાં હતો પરંતુ તેઓ તેને નસીબનો ખેલ માની રહ્યા હતા. જો કે, પોલીસને શંકા જતાં જ્યારે ગ્રાઉન્ડ લેવલ અને ડિજિટલ તપાસ શરૂ થઈ, ત્યારે આખો મામલો હત્યા અને કાવતરામાં ફેરવાઈ ગયો.

આગામી મહિને જયપુરમાં થવાના હતા ભવ્ય લગ્ન

કેતન અગ્રવાલના જીવનમાં આ ગાળો ખૂબ જ ખુશીઓથી ભરેલો હતો. પરિવારના જણાવ્યા અનુસાર, આવતા મહિને કેતન અને સિયા ગોયલના લગ્ન થવાના હતા. પરિવારજનોએ જયપુરના એક આલીશાન પેલેસમાં ભવ્ય લગ્નનું આયોજન કર્યું હતું. હોટેલ અને રૂમ બુક થઈ ચૂક્યા હતા અને સગા-સંબંધીઓને કંકોત્રીઓ મોકલવાની તૈયારીઓ ચાલી રહી હતી. કોઈએ સપનામાં પણ વિચાર્યું નહોતું કે જે ઘરમાં લગ્નના ગીતો ગાવાની તૈયારી થતી હતી ત્યાં માતમ છવાઈ જશે.

Pune Crime Siya Goyal - VTV GUJARATI

બર્થડે અને બાલી ટ્રિપ પાછળનું રહસ્યમય ષડયંત્ર

પરિવારના સભ્યોએ જણાવ્યું કે કેતન પોતાની મંગેતર સિયાના 19 જૂનના રોજ આવતા જન્મદિવસને લઈને ભારે ઉત્સાહિત હતો. તેણે સિયાના બર્થડે સેલિબ્રેશન માટે મહાબલેશ્વરના એક લક્ઝરી રિસોર્ટમાં આશરે 40 રૂમ બુક કરાવ્યા હતા. આ સિવાય લગ્ન પહેલા બંનેની ઇન્ડોનેશિયાના બાલી જવાની યોજના પણ ફાઇનલ હતી. ફ્લાઇટની ટિકિટો બુક થઈ ગઈ હતી. પરંતુ યાત્રા દરમિયાન અચાનક સિયાએ નાટક કર્યું કે તેનો પાસપોર્ટ ખોવાઈ ગયો છે, જેથી ટ્રિપ કેન્સલ કરવી પડી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જે હોટેલમાં તેઓ નાસ્તો કરવા રોકાયા હતા, ત્યાં સિયાએ પોતે જ પોતાનો પાસપોર્ટ ફાડીને કચરાપેટીમાં ફેંકી દીધો હતો, જેથી તે કેતન સાથે બાલી જવાથી બચી શકે અને ભારતમાં જ તેને રસ્તામાંથી હટાવી શકે.

મોતની ટાઇમલાઇન

પોલીસના જણાવ્યા અનુસાર, કેતનને મારવાનો પ્લાન ઘણો સમય પહેલા ઘડાયો હતો, 31 મે ના રોજ કેતન અને સિયા પહેલીવાર લોહગઢ કિલ્લા પર ટ્રેકિંગ અને પ્રી-વેડિંગ શૂટના પ્લાનિંગ માટે ગયા હતા. અહીં જ સિયાએ જગ્યાની ભૌગોલિક સ્થિતિ જોઈને પ્લાન તૈયાર કર્યો હતો. ત્યારબાદ 14 જૂને સિયા ફરી એકવાર કેતનને લોહગઢ લઈ ગઈ. આરોપ છે કે ત્યાં તેને સાપનો ડર બતાવીને ખીણ તરફ ધકેલવાનો પ્રયત્ન કરાયો હતો, પરંતુ તે સમયે કેતન કોઈ પણ શંકા વગર સુરક્ષિત પાછો ફર્યો હતો. ત્યારબા 19 જૂને સિયાના બર્થડેના દિવસે જ ફરીથી લોહગઢ કિલ્લા પર ટ્રેક ગોઠવવામાં આવ્યો. આ વખતે સિયાએ તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીને પણ ગુપ્ત રીતે ત્યાં બોલાવી લીધો હતો. મોકો મળતા જ બંનેએ મળીને કેતનને પહાડ પરથી નીચે ફેંકી દીધો.

મોબાઈલ રેકોર્ડ્સ અને ચેટ્સથી ખૂલ્યો પ્રેમ પ્રકરણનો ભેદ

કેતનના મોતમાં વિસંગતતાઓ જણાતા પુણે ગ્રામીણ પોલીસે સિયા અને તેના મિત્રોના મોબાઈલ લોકેશન, કોલ ડિટેઈલ રેકોર્ડ્સ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સ્કેન કર્યા હતા. આ ટેકનિકલ તપાસમાં સામે આવ્યું કે સિયા અને ચેતન ચૌધરી વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો અને તેઓ કેતનને પોતાના પ્રેમની વચ્ચેનો કાંટો માનતા હતા. લગ્ન રોકવા અને કેતનની સંપત્તિ કે અન્ય કારણોસર તેને રસ્તામાંથી હટાવવા માટે આ પ્લાન બનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : અચાનક આગ લાગે ત્યારે બચવા શું કરવું? જાણો જીવ બચાવવાના મહત્વના ઉપાય

મધ્યરાત્રિએ ઓપરેશન: બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં

પુણે ગ્રામીણ પોલીસે પુરાવા એકઠા કરીને મોડી રાત્રે જ કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે કથિત પ્રેમી ચેતન ચૌધરીને વહેલી સવારે આશરે 2 વાગ્યે કસ્ટડીમાં લીધો હતો. તેની પૂછપરછના આધારે સવારે 7 વાગ્યે મુખ્ય આરોપી મંગેતર સિયા ગોયલની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. પરિવાર માટે આ એક મોટો આઘાત છે કે જે છોકરીને તેઓ વહુ બનાવીને લાવવાના હતા, તેણે જ તેમના દીકરાની ક્રૂર હત્યા કરી નાખી. હાલ પોલીસ બંને આરોપીઓને રિમાન્ડ પર લઈને કોર્ટની કાર્યવાહી તરફ આગળ વધી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

LohagadFort PuneCrime SiyaGoyal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ