બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અંબાલાલ પટેલની આગાહી અંધશ્રદ્ધા નથી, વિજ્ઞાન જાથાના લોકો ખોટો દેખાડો ન કરે, ધારાસભ્ય કિરીટ પટેલ
Last Updated: 04:18 PM, 23 June 2026
ગુજરાતમાં ચોમાસાની આસપાસ અને કુદરતી આફતો સમયે જેમની આગાહીઓની આખું રાજ્ય આતુરતાથી રાહ જોતું હોય છે, તેવા વરિષ્ઠ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આ દિવસોમાં ચર્ચાના કેન્દ્રમાં છે. તાજેતરમાં વિજ્ઞાન જાથા દ્વારા અંબાલાલ પટેલની આગાહીઓની પદ્ધતિ સામે ઉઠાવવામાં આવેલા સવાલો અને વિરોધ પ્રદર્શન બાદ હવે આ વિવાદમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. પાટણના લોકપ્રિય ધારાસભ્ય કિરીટ પટેલે આ મામલે અંબાલાલ પટેલનું ખુલ્લું સમર્થન કર્યું છે. ધારાસભ્ય કિરીટ પટેલે વિજ્ઞાન જાથાના સભ્યોની ટીકા કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે વિજ્ઞાન જાથાના લોકોએ આવા ખોટા પબ્લિસિટી સ્ટન્ટ કરવાનું બંધ કરવું જોઈએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
ધારાસભ્ય કિરીટ પટેલે વિજ્ઞાન જાથાની કાર્યશૈલી અને અંબાલાલ પટેલ પર કરવામાં આવેલા આક્ષેપો સામે સખત નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, વિજ્ઞાન જાથાના લોકો કદાચ સાચી શ્રદ્ધા અને વાસ્તવિક અંધશ્રદ્ધા વચ્ચેનો મૂળભૂત ભેદ જ જાણતા નથી. અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવતી હવામાનની આગાહીઓ કોઈ ચમત્કાર, વહેમ કે અંધશ્રદ્ધાનો ભાગ નથી, પરંતુ તે એક ગહન અભ્યાસનું પરિણામ છે. વિજ્ઞાન જાથા માત્ર મીડિયામાં ચમકવા અને લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે એક સન્માનનીય વડીલ અને વર્ષોથી સમાજ ઉપયોગી કાર્ય કરનાર વ્યક્તિ પર પાયાવિહોણા આક્ષેપો કરી રહી છે, જે બિલકુલ સ્વીકાર્ય નથી.

ADVERTISEMENT
અંબાલાલ પટેલની આગાહીઓ પાછળ રહેલા ગણિત અને મહેનતની પ્રશંસા કરતા કિરીટ પટેલે ઉમેર્યું કે, અંબાલાલ પટેલ વર્ષોથી પરંપરાગત અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો સુંદર સમન્વય કરીને નક્ષત્રો, ગ્રહો અને પ્રકૃતિના બદલાતા વલણોનો ઊંડો અભ્યાસ કરે છે. તેઓ ક્યારેય હવામાં વાતો નથી કરતા, પરંતુ પૂરતો અભ્યાસ કરીને જ પોતાની ગણતરીઓ લોકો સામે મૂકે છે. આ જ કારણ છે કે પ્રતિકૂળ હવામાનમાં પણ અંબાલાલ પટેલની આગાહીઓ ૮૦ થી ૯૦ ટકા જેટલી સચોટ અને સાચી સાબિત થાય છે. જ્યારે સત્તાવાર સરકારી વિભાગોની આગાહીઓ ક્યારેક નિષ્ફળ જાય છે, ત્યારે અંબાલાલ પટેલનું અનુમાન ખેડૂતો માટે તારણહાર બને છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ચોમાસાની શરુઆત પહેલાં જ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો, ઝાડા-ઉલ્ટીના કેસમાં રાફડો ફાટ્યો
ADVERTISEMENT
આજે સમગ્ર ગુજરાતના જગતનો તાત એટલે કે ખેડૂતો અને મોટા વેપારીઓ પણ અંબાલાલ પટેલની આગાહી પર આંખો બંધ કરીને વિશ્વાસ કરે છે. કપાસ, મગફળી કે જીરૂ જેવા કિંમતી પાકોની વાવણી અને લણણી વખતે ખેડૂતો અંબાલાલ પટેલના વરતારાને આધારે જ પોતાના આર્થિક નિર્ણયો લેતા હોય છે. માત્ર ખેતી જ નહીં, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં યોજાતા સમૂહ લગ્નો અને મોટા સામાજિક પ્રસંગોમાં પણ અંબાલાલ પટેલની કવચ સમાન આગાહીઓ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ છે. ક્યારે માવઠું થશે કે ક્યારે વાવાઝોડું આવશે, તેની અગાઉથી જાણ કરીને તેમણે હજારો ગરીબ પરિવારોના પ્રસંગો અને કરોડો રૂપિયાનું અનાજ બગડતા બચાવ્યું છે. આવા લોકાભિમુખ માણસની ગરિમાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરનારા તત્વોને સમાજ ક્યારેય સ્વીકારશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.