બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / પરિવારના ગુજરાન માટે સાત સમુંદર પાર ગયો, કતાર બ્લાસ્ટ બાદ ગાયબ છે સુરતનો સન્ની, પુત્રને શોધવા માતાનું આક્રંદ

સુરત / પરિવારના ગુજરાન માટે સાત સમુંદર પાર ગયો, કતાર બ્લાસ્ટ બાદ ગાયબ છે સુરતનો સન્ની, પુત્રને શોધવા માતાનું આક્રંદ

Bijal Vyas

Last Updated: 02:21 PM, 23 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કતારના પ્રખ્યાત રસ લાફાન ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા બરજાન ગેસ સપ્લાય પ્લાન્ટમાં રવિવારે મોડી રાત્રે એક ભયાનક વિસ્ફોટ થયો હતો, જેના કારણે ત્યાં ભીષણ આગ લાગી ગઈ હતી.

કતારના પ્રખ્યાત રસ લાફાન ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા બરજાન ગેસ સપ્લાય પ્લાન્ટમાં રવિવારે મોડી રાત્રે એક ભયાનક વિસ્ફોટ થયો હતો, જેના કારણે ત્યાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં આશરે 56 કર્મચારીઓ ઘાયલ થયા છે, જ્યારે અન્ય 18 કર્મચારીઓ હજી પણ ગુમ છે.

સુરતમાં રહેતા પરિવારે સન્નીને શોધવા કરી આજીજી

કહેવામાં આવી રહ્યું છે કે, ટેકનિકલ ખામીના કારણે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેમાં ભીમપોરના મોટા મોહલ્લામાં રહેતા 35 વર્ષના સન્ની પટેલનો કોઇ સંપર્ક થઇ રહ્યો નથી. સન્ની પટેલ મોટાભાઈ રવિ સાથે કતારમાં નોકરી કરવા માટે ગયો હતો. બ્લાસ્ટની ઘટના પછી સની લાપતા છે, રવિ અન્નજળ ત્યાગી હોસ્પિટલ-પ્રશાસન સામે ભાઈને શોધવા આજીજી કરી રહ્યો છે.

સુરત, ભીમપોર અને દમણના ત્રણ યુવકો લાપતા

બ્લાસ્ટ બાદ સુરતના ભીમપોરમાં રહેતો 35 વર્ષનો સન્ની પટેલ સંપર્ક ના થતા તેની માતા ખૂબ જ દુખી છે અને તે માતાને પોતાનો દિકરો જોઇએ છે. સન્નીનો પરિવાર પણ ચિંતામાં મુકાયો છે. ઉલ્લેકનીય છે કે, કતારમાં ગેસ કંપનીમાં ભયંકર બ્લાસ્ટ જે પ્લાન્ટમાં ઘટના બની તે નવેમ્બર થી બંધ હતો. પ્લાન્ટને ફરી શરૂ કરવાની કામગીરી ચાલી રહી હતી.

13ના મોત 66 ઈજાગ્રસ્ત

આ ઘટનામાં કુલ 13 કર્મચારીઓના મોત થયા છે. જેમાં 12 ભારતીય નાગરિક સામેલ હતા. જ્યારે 66 ઈજાગ્રસ્ત હતા. ઘટના બાદ ભારતીય દૂતાવાસે 12 ભારતીય લોકોના મોતની પુષ્ટિ કરી હતી અને કહ્યું કે, ઈજાગ્રસ્તોની હાલત સ્થિર છે. દૂતાવાસ પ્રભાવિત પરિવારોની મદદ કરવા અને મૃતદેહને ભારત પરત લાવવાની પ્રકિયા માટે કતાર સરકારની સાથે મળી કામ કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ ચોમાસાની શરુઆત પહેલાં જ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો, ઝાડા-ઉલ્ટીના કેસમાં રાફડો ફાટ્યો

દૂતાવાસે મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા

ભારતના વિદેશ મંત્રાલયે આ મામલે એક નિવેદન જાહેર કર્યું છે. કતારમાં ભારતીય દુતાવાસે રાસ લાફાન ઈન્ડસ્ટ્રિયલ સિટીમાં રવિવારના રોજ થયેલી દુખદ ઘટનાથી પ્રભાવિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.દૂતાવાસે મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે.+974-55647502 અને +975-55384683. આ સાથે એ પણ કહ્યું કે, પુછપરછ માટે [email protected] ઈમેલ પર સંપર્ક કરી શકો છો.


બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat's Sunny missing Mother's cry Qatar blast
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ