બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં ગાજવીજ-તેજ પવન સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં પડશે ધોધમાર

photo-story

6 ફોટો ગેલેરી

હવામાન અપડેટ / ગુજરાતમાં ગાજવીજ-તેજ પવન સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં પડશે ધોધમાર

Last Updated: 04:03 PM, 23 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. તેમજ 26 જૂને ગુજરાતમાં ચોમાસુ બેસે તેવી શક્યતાઓ છે.

1/6

photoStories-logo

1. વરસાદને લઈ હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ સક્રિય બનવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પણ ભારે વરસાદને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા

આગામી દિવસોમાં ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ પ્રતિ કલાક 50 કિલોમીટર સુધી પહોંચી શકે છે, જેના કારણે નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.આગામી દિવસોમાં ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ પ્રતિ કલાક 50 કિલોમીટર સુધી પહોંચી શકે છે, જેના કારણે નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ પડશે

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદ અને તેજ પવનને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને સાવચેત રહેવા સૂચન

દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો તેમજ માછીમારોને વિશેષ સાવચેતી રાખવા હવામાન વિભાગે સૂચના આપી છે. સમુદ્રમાં જવા ઇચ્છતા માછીમારોને હવામાનની સ્થિતિ અંગે સતત માહિતી મેળવવાની અપીલ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ગુજરાતમાં 26 જૂને ચોમાસુ બેસે તેવી શકયતા

બીજી તરફ, રાજ્યમાં ચોમાસાની ગતિ પણ તેજ બની રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં 26 જૂન આસપાસ સત્તાવાર રીતે ચોમાસું બેસવાની શક્યતા છે. વરસાદી સિસ્ટમો વધુ મજબૂત બનતાં આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્રને પણ જરૂરી સાવચેતી અને તૈયારી રાખવા સૂચના આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Weather Update Meteorological Department Meteorological Department Alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ