બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી

બિઝનેસ / ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી

Last Updated: 11:06 PM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિલ કેથકાર્ટના રાજીનામા બાદ હવે WhatsAppના હેડ તરીકે ભારતીય મૂળના એન્જિનિયર કુણાલ શાહની નિમણૂક થશે. કુણાલ શાહ CREDના ફાઉન્ડર છે.

WhatsApp ને લઇ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં WhatsAppનું નેતૃત્વ કરી રહેલા વિલ કેથકાર્ટે રાજીનામું આપવાની વાત કરી છે. Metaના સૌથી ઇન્ફ્લુંએન્સીવ પર્સનમાંથી એક એવા વિલ કેથકાર્ટના પીરીયડ દરમિયાન વોટ્સએપના યુઝર્સની સંખ્યા 300 કરોડને પાર પહોંચી ગઈ છે. જેમાં તેમને યુઝર્સની પ્રાઈવસી અને સિક્યુરીટી મજબૂત કરવા મોટું યોગદાન આપ્યું છે. હવે વોટ્સએપના હેડ તરીકે ભારતીય મૂળના એન્જિનિયર કુણાલ શાહની નિમણૂક થશે.

CREDના ફાઉન્ડર કુણાલ શાહ હવે ગ્લોબલ લેવલે વોટ્સએપનો કાર્યભાર સંભાળશે. Metaએ જાહેરાત કરી છે કે કુણાલ શાહ વોટ્સએપના આગામી હેડ બનશે. તેઓ વિલ કેથકાર્ટની જગ્યા લેશે. આ નિમણૂક એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વભરમાં 300 કરોડથી વધુ યુઝર્સ અને પેમેન્ટ્સ, બિઝનેસ મેસેજિંગ તેમજ AI બેસ્ડ ફીચર્સની આસપાસ વધી રહેલા બિઝનેસ સાથે આ પ્લેટફોર્મ હવે તેના એક્સ્પેંશનના એક નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે. મેટા અનુસાર એક ફાઉન્ડર અને પ્રોડક્ટ બિલ્ડર તરીકેનો કુણાલ શાહ આ આજગ્યા જગ્યા માટે એક પરફેક્ટ વ્યક્તિ છે.

vtv hiring (2)
  • ઝુકરબર્ગ દ્વારા કુણાલ શાહના વખાણ

આ નિમણૂકની જાહેરાત કરતા Metaના CEO માર્ક ઝકરબર્ગે એક એન્ટરપ્રેન્યોર તરીકે કુણાલ શાહના વખાણ કરતા જણાવ્યું કે, "કુણાલ શાહ વોટ્સએપના આગામી લીડર તરીકે મેટામાં જોડાશે. કુણાલ શાહે CREDને ભારતની સૌથી મહત્ત્વની ટેકનોલોજી કંપનીઓમાંથી એક બનાવી છે અને તેઓ પોતાની સાથે એક મજબૂત માનસિકતા તેમજ ગ્લોબલ પર્સ્પેટીવ લાવશે જે તેમને વિશ્વની સૌથી મોટી મેસેજિંગ એપ ચલાવવામાં ખૂબ મદદરૂપ થશે. અબજો લોકો અને લાખો વ્યવસાયો માટે વોટ્સએપને સર્વશ્રેષ્ઠ સેવા બનાવવાનું ચાલુ રાખવા માટે હું કુણાલ સાથે કામ કરવા આતુર છું.’

  • કુણાલ શાહે નાનકડી મૂડીથી સામ્રાજ્ય સર્જ્યું છે

CREDને ભારતની સૌથી જાણીતી ફિનટેક કંપનીઓમાંથી એક તરીકે એસ્ટાબ્લીસ કરવાના લગભગ એક દાયકાની મેહનત બાદ કુણાલ શાહનું મેટામાં જોડાઈ રહ્યા છે. આ અંગે એક પોસ્ટમાં તેમને 2018માં કંપનીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીની સફર વિશે વાત કરી હતી. જેમાં 1 મિલિયન ડોલરની મૂડી સાથે શરૂઆત કરીને કુણાલ શાહે ક્રેડિટ કાર્ડના બિલ સમયસર ચૂકવવા બદલ યુઝર્સને રિવોર્ડ્સ આપવાના વિચાર સાથે CRED બનાવ્યું હતું. બાદમાં આ પ્લેટફોર્મ 17 મિલિયનથી વધુ મેમ્બર્સ સુધી પહોંચી ગયું અને પેમેન્ટ્સ, લેન્ડિંગ, ઈન્સ્યોરન્સ, કોમર્સ, વેલ્થ મેનેજમેન્ટ અને ક્રેડિટ કાર્ડ્સ જેવા સેક્ટરમાં એક્સ્પેન્ડ થયું હતું.

વધુ વાંચો : ટૂંક સમયમાં સસ્તું થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ, મંત્રીએ આપ્યા સંકેત

આ અંગે કુણાલ શાહે જણાવ્યું કે CREDએ તાજેતરમાં જ પહેલો પ્રોફિટેબલ ક્વોર્ટર નોંધાવ્યો છે અને કંપનીની વાર્ષિક આવક ઝીરોથી વધીને અંદાજે 3200 કરોડ રૂપિયાએ પહોંચી છે. કંપનીએ મેટા જેવા રોકાણકારો પાસેથી 900 મિલિયન ડોલરથી વધુનું ફંડ પણ ભેગું કર્યું છે. હવે કુણાલ શાહ CREDમાં પોતાની ઓપરેટિંગ રોલથી દૂર થશે. જેમાં મિતેન સંપત ઈંટરીમ CEO બનશે. કુણાલ શાહ CREDમાં શેરહોલ્ડર તરીકે ચાલુ રહેશે. રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kunal Shah WhatsApp Will Cathcart
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ