બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 10:34 PM, 22 June 2026
1/5
જ્યોતિષશાસ્ત્રમાં ગીફ્ટ અને દાન બંનેનું વિશેષ મહત્ત્વ છે. આ બંને વસ્તુઓનો હેતુ તદ્દન અલગ હોય છે. દાન મોટા ભાગે ગ્રહોની શાંતિ, દોષ અને પુણ્ય માટે કરવામાં આવે છે; જ્યારે ગીફ્ટ કોઈ ખાસ ઉત્સવ, સારા પ્રસંગે કે વ્યક્તિ પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે આપવામાં આવે છે. જેમાં ભેટ આપતી વખતે અમુક ખાસ સાવધાની રાખવી જોઈએ. ખોટી વસ્તુ કે ખોટા રંગના પેકિંગ પેપરમાં આપેલી ગીફ્ટ તમારા સંબંધો બગાડી શકે છે.
2/5
ભેટમાં હંમેશા રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ આપવી વધુ શુભ મનાય છે. આ સિવાય ઘર સુશોભનની વસ્તુઓ ઓછી ભેટ આપવી જોઈએ. મેકઅપ કે કોસ્મેટિક્સની સામગ્રી માત્ર નજીકની વ્યક્તિને જ આપવી જોઈએ. એક વ્યક્તિ પાસેથી મળેલી ભેટ બીજી વ્યક્તિને ન આપવી. જો તમે લવ લાઈફમાં હોવ અને તે પાર્ટનરને ગીફ્ટ આપવા માંગતા હોવ તો કાચની વસ્તુઓ કે તાજમહેલની આઈટમ ગીફ્ટમાં ન આપવી તેનાથી સંબંધોમાં નકારાત્મકતા આવી શકે છે. પૂરતી જાણકારી સિવાય ભગવાનની મૂર્તિ કે ફોટો ગીફ્ટ ન કરવી જોઈએ કેમ કે તેની યોગ્ય જાળવણી ન થાય તો તમને દોષ લાગશે.
3/5
ચાંદીનો સંબંધ ચંદ્ર સાથે છે. જેથી ચાંદીનો સિક્કો કે વાસણ ગીફ્ટમાં આપવાથી માનસિક શાંતિ અને આર્થિક સમૃદ્ધિ આવે છે. સાત સફેદ દોડતા ઘોડાની તસવીર કે મૂર્તિ ગીફ્ટ કરવાને શુભ મનાય છે. તે કરિયર અને બિઝનેસમાં પ્રગતિ લાવે છે. ત્રીજા નંબરે માટીમાંથી બનેલી કલાત્મક વસ્તુઓ ગીફ્ટમાં આવવાથી અટવાએલા પૈસા પરત મળે છે અને જીવનમાં સ્થિરતા પણ આવે છે. ચોથા નંબરે લાફિંગ બુદ્ધા કે ફેંગશુઈની વસ્તુઓ જાતે ખરીદવાને બદલે જો કોઈની તરફથી ગીફ્ટમાં આવી હોય તો તે ઘરમાં આર્થિક સમૃદ્ધી લાવે છે.
4/5
કોઈપણ સીનીયર વ્યક્તિ કે ગુરુતુલ્ય વ્યક્તિને હંમેશા પેન અથવા પુસ્તક ભેટમાં આપવું જોઈએ. પ્રેમ સંબંધોમાં ને સુગંધિત પરફ્યુમ, સુંદર વસ્ત્રો કે આકર્ષક ફૂલોની ભેટ આપવી જોઈએ .લગ્નના પ્રસંગે કપડાં, ઘરવખરીનો સામાન કે મીઠાઈ આપવા જોઈએ. જ્યારે ઘરમાં બાળકના જન્મ પ્રસંગે ચાંદીની કોઈ નાની વસ્તુ ભેટ આપવી જોઈએ. લાઈફ પાર્ટનરને ઘડિયાળ ગીફ્ટ કરવી શુભ મનાય છે.તો મિત્રોને હંમેશા ચોકલેટ કે મ્યુઝિક સાથે જોડાયેલી વસ્તુ ગિફ્ટ આપવી જોઈએ. જો તમે સંબંધો સુધારવા માંગતા હોવ તો તેને સુગંધિત મીણબત્તી કે ઘડિયાળગીફ્ટ કરો.
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ