બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના બાપુનગરમાં ગમખ્વાર અકસ્માત, 2 બાળકોના મોત, 5 ઘાયલ

દુઃખદ / અમદાવાદના બાપુનગરમાં ગમખ્વાર અકસ્માત, 2 બાળકોના મોત, 5 ઘાયલ

Vishal Khamar

Last Updated: 11:18 PM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના બાપુનગરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગરીબનગર વિસ્તારમાંથી પસાર થઈ રહેલ કાર ચાલકને અચાનક હાર્ટ એટેક આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે બાળકોના મોત થયા હતા.

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ગરીબનગર વિસ્તારમાં આજે એક દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે નિર્દોષ બાળકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય પાંચ બાળકોને ઇજાઓ પહોંચી છે.

હેરિયર કારના ચાલકે 7 બાળકોને લીધા અડફેટે

મળતી માહિતી મુજબ, ટ્યુશન ક્લાસ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહેલા બાળકોના જૂથને એક હેરિયર કારના ચાલકે અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ બે બાળકોના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ઘાયલ બાળકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કારના ડ્રાઈવરને હાર્ટએટેક આવી જતા થયો અકસ્માત

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કારના ડ્રાઈવરને અચાનક હાર્ટ એટેક આવતા વાહન પરનો કાબૂ ગુમાવી બેઠો હતો. જેના કારણે કાર સીધી રસ્તા પર જઈ રહેલા બાળકો સાથે અથડાઈ હતી.

પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી

અકસ્માતની જાણ થતાં જ બાપુનગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા.

આ પણ વાંચોઃ આણંદ આર્ટ્સ કોલેજમાં TOEFL પરીક્ષાનું હાઈટેક કૌભાંડ, દિવાલમાં છુપો હોલ પાડી સ્ક્રીન શેરિંગ દ્વારા ચાલતું હતું સેટિંગ, MOU રદ

પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. ઘાયલ બાળકોની સ્થિતિ અંગે પણ સતત નજર રાખવામાં આવી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Ahmedabad accident Ahmedabad Police
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ