બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આણંદ આર્ટ્સ કોલેજમાં TOEFL પરીક્ષાનું હાઈટેક કૌભાંડ, દિવાલમાં છુપો હોલ પાડી સ્ક્રીન શેરિંગ દ્વારા ચાલતું હતું સેટિંગ, MOU રદ
Last Updated: 10:59 PM, 22 June 2026
વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે લેવાતી પ્રતિષ્ઠિત TOEFL પરીક્ષામાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આણંદ આર્ટ્સ કોલેજમાં ચાલી રહેલા આ હાઈટેક સેટિંગનો સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા આણંદ આર્ટ્સ કોલેજે મોટો નિર્ણય લીધો છે અને લિંક હોરાઈઝન કંપની સાથેના MOU તાત્કાલિક અસરથી રદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT

TOEFL ઓનલાઈન પરીક્ષાનું સેન્ટર ચલાવવામાં આવી રહ્યું હતું
ADVERTISEMENT
આણંદની ગ્રીડ ચોકડી પાસે આવેલી આણંદ આર્ટ્સ કોલેજ જ્યાં પાછળના બિલ્ડિંગના બીજા માળે લિંક હોરાઈઝન કંપની દ્વારા વિદેશ જવા માટેની TOEFL ઓનલાઈન પરીક્ષાનું સેન્ટર ચલાવવામાં આવી રહ્યું હતું. ગત 5 ડિસેમ્બર 2025ના રોજ જ આ MOU કરવામાં આવ્યા હતા. પરંતુ, આ સેન્ટરની આડમાં વિદ્યાર્થીઓને પાસ કરાવવા માટે ડમી માણસો બેસાડી ગેરરીતિ આચરવામાં આવી રહી હોવાની બાતમી સાયબર ક્રાઈમ પોલીસને મળી હતી.

ADVERTISEMENT
કોમ્પ્યુટરની સ્ક્રીન બાજુના સ્પોર્ટ્સ રૂમમાં શેર કરવામાં આવતી
જ્યારે સાયબર ક્રાઈમ પોલીસે બાતમીના આધારે રેડ કરી, ત્યારે અધિકારીઓ પણ ચોંકી ગયા હતા! કૌભાંડીઓએ ચોરી કરવા માટે ફિલ્મી સ્ટાઈલ અપનાવી હતી. ટેસ્ટ લેબ અને સ્પોર્ટ્સ રૂમની વચ્ચે આવેલી કોમન દિવાલમાં એક છુપો હોલ (કાણું) પાડવામાં આવ્યો હતો. આ હોલ મારફતે HDMI સ્પ્લીટર એડેપ્ટરની મદદથી ટેસ્ટ લેબના કોમ્પ્યુટરની સ્ક્રીન બાજુના સ્પોર્ટ્સ રૂમમાં શેર કરવામાં આવતી હતી. લેબમાં અસલી પરીક્ષાર્થી બેસતો, જ્યારે બાજુના રૂમમાં બેઠેલો ડમી માણસ આખી પરીક્ષા આપતો હતો.
ADVERTISEMENT

યુપીનાં એક વ્યક્તિની ધરપકડ
ADVERTISEMENT
પોલીસે આ રેડ દરમિયાન અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા અને મૂળ યુપીના તરુણકાંત રાકેશકાંત શર્મા નામના આરોપીને રંગેહાથ ઝડપી લીધો છે. પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂપિયા 3લાખ 78 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ હાઈટેક છેતરપિંડી મામલે સાયબર ક્રાઈમ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 318(3), (4), 319, 61(2) અને આઈટી એક્ટની કલમ 66(D) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બે મુખ્ય સૂત્રધારો ફરાર
ADVERTISEMENT
જ્યારે આ કૌભાંડના અન્ય બે મુખ્ય સૂત્રધારો- અમદાવાદના નિકોલનો હર્ષદભાઈ ભોગિલાલ રાવલ અને અર્થ સુનિલભાઈ બુંદેલા હાલ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચોઃ પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ સામે આવક કરતાં વધુ સંપત્તિનો ગુનો દાખલ, પરિવારને નામે ખોટી સંપત્તિ ખરીદી
MOUને તાત્કાલિક અસરથી રદ કરવાની કાયદાકીય પ્રક્રિયા શરૂ
આ સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ આણંદ આર્ટ્સ કોલેજ પ્રશાસન પણ એક્શનમાં આવ્યું છે. કોલેજના આચાર્યએ લિંક હોરાઈઝન કંપની સાથે થયેલા કરાર એટલે કે MOUને તાત્કાલિક અસરથી રદ કરવાની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી દીધી છે. વિદેશ જવાના ઘેલામાં વિદ્યાર્થીઓ કેવી રીતે હાઈટેક છેતરપિંડીનો ભોગ બને છે અથવા ભાગીદાર બને છે, તેનો આ જીવતો જાગતો પુરાવો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.