બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ સામે આવક કરતાં વધુ સંપત્તિનો ગુનો દાખલ, પરિવારને નામે ખોટી સંપત્તિ ખરીદી

કાર્યવાહી / પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ સામે આવક કરતાં વધુ સંપત્તિનો ગુનો દાખલ, પરિવારને નામે ખોટી સંપત્તિ ખરીદી

Vishal Khamar

Last Updated: 10:06 PM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદના બહુચર્ચિત કેસમાં એસીબીએ આણંદના પૂર્વ નિવાસી કલેક્ટર અને હાલ ફરજ મોકૂફ કેતકી વ્યાસ વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ જિલ્લાના પૂર્વ નિવાસી અધિક કલેક્ટર અને હાલ ફરજ મોકૂફ ગુજરાત વહીવટી સેવા (GAS) વર્ગ-1ના સિનિયર સ્કેલના અધિકારી કેતકી વ્યાસ વિરુદ્ધ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે.

અપ્રમાણસર મિલકત હોવાનો ખુલાસો થયો

ACBની તપાસ દરમિયાન કેતકી વ્યાસ પાસે તેમની કાયદેસરની આવક કરતાં અંદાજે રૂ. 3.56 કરોડની અપ્રમાણસર મિલકત હોવાનો ખુલાસો થયો છે. તપાસ મુજબ આ સંપત્તિ તેમની જાણીતી આવકના સ્ત્રોતોની સરખામણીએ 68.84 ટકા વધુ હોવાનું સામે આવ્યું છે.

પોતાના તેમજ પરિવારના નામે વિવિધ મિલકતો ખરીદી

તપાસમાં જાણવા મળ્યું છે કે 1 એપ્રિલ, 2012થી 31 માર્ચ, 2023 દરમિયાન કેતકી વ્યાસે પોતાના તેમજ પરિવારના સભ્યોના નામે વિવિધ મિલકતો ખરીદી હોવાનું એસીબીની તપાસમાં સામે આવ્યું છે. ACBના આરોપ મુજબ સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે સંપત્તિ એકત્ર કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

વધુ તપાસ હાથ ધરવામાં આવશે

ACB દ્વારા નોંધાયેલા ગુનાના આધારે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. તપાસ દરમિયાન સંપત્તિના સ્ત્રોતો, નાણાકીય વ્યવહારો અને અન્ય સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. કેસ સામે આવ્યા બાદ વહીવટી વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

આ પણ વાંચોઃ રહસ્ય ઘેરાયું! સુરતની હોટલમાં કપલે ઝેરી દવા ગટગટાવી, પત્નીનું મોત, પતિની હાલત ગંભીર

કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી

ACB અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન મળેલા પુરાવાઓ અને નાણાકીય વિગતોના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં તપાસના આધારે વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat ACB disproportionate assets case Gujarat ACB raid Ketki Vyas corruption
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ