બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / રહસ્ય ઘેરાયું! સુરતની હોટલમાં કપલે ઝેરી દવા ગટગટાવી, પત્નીનું મોત, પતિની હાલત ગંભીર

દુઃખદ / રહસ્ય ઘેરાયું! સુરતની હોટલમાં કપલે ઝેરી દવા ગટગટાવી, પત્નીનું મોત, પતિની હાલત ગંભીર

Vishal Khamar

Last Updated: 07:17 PM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના સરથાણામાં સીમાડા સિલ્વર બિઝનેસ હબમાં પતિ-પત્નીનો આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. પત્નિનું મોત નિપજ્યું છે. જ્યારે પતિ સારવાર હેઠળ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક નજીકના સીમાડા સિલ્વર બિઝનેસ હબમાં સોમવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પતિ-પત્નીએ હોટલના રૂમમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી

ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન પત્નીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે, જ્યારે પતિ હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

દંપતીએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે અકબંધ

પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી પુરાવાઓ એકત્રિત કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. દંપતીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસે પરિવારજનો અને સંબંધિત લોકોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ તમારી ઓફિસ કે જગ્યામાં લોકોને મફત પાર્કિંગ કરવા દેશો તો AMC આપશે આ ખાસ લાભ

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

આ બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ દ્વારા આપઘાત પાછળના કારણોની દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat news Surat suicide Surat
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ