ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'મારી સગી આંખે 14 લાશ જોઈ', લખનઉ અગ્નિકાંડ પર વાત કરતાં રડી પડ્યાં ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક

નેશનલ / 'મારી સગી આંખે 14 લાશ જોઈ', લખનઉ અગ્નિકાંડ પર વાત કરતાં રડી પડ્યાં ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક

Published By: Nirav Kumar

Last Updated: 08:44 PM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લખનઉના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં લાગેલી ભયાનક આગમાં 15 બાળકોના જીવ ગયા છે. આ અંગે ડેપ્યુટી મુખ્યમંત્રી નિર્દોષ લોકોના જીવ ગુમાવવા બદલ શોક વ્યક્ત કરતા ભાવુક થઈ ગયા હતા.

ADVERTISEMENT

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં લાગેલી ભયાનક અને આગથી સમગ્ર દેશમાં . ઉત્તર પ્રદેશના નાશોકનો માહોલ પ્યરસરી ગયો છે. જેમાં ડેપ્યુટી મુખ્યમંત્રી બ્રજેશ પાઠક આ ભયાનક આગમાં થયેલી દુર્ઘટના અને નિર્દોષ લોકોના જીવ ગુમાવવા બદલ શોક વ્યક્ત કરતા ભાવુક થઈ ગયા. જેમાં મીડિયા સાથે વાત કરતી વખતે આ દુ:ખદ ઘટનાનો ઉલ્લેખ થતાં ડેપ્યુટી મુખ્યમંત્રી કેમેરા સામે રડી પડ્યા હતા.

આ અંગે ડેપ્યુટી મુખ્યમંત્રીએ સમજાવ્યું કે ઘટના સમયે આ કેન્દ્ર એનિમેશન સેન્ટર તરીકે કાર્યરત હતું, જ્યાં 15, 16 અને 17 વર્ષના બાળકો ઉનાળાના વેકેશન દરમિયાન કાર્ટૂનિંગ અને એનિમેશન શીખવા માટે આવતા હતા. આ ઘટનાની ચોક્કસ વિગતો હજુ સુધી જાણી શકાઈ નથી, પરંતુ આગ લાગતાની સાથે જ બાળકો પોતાને બચાવવા પાછળ દોડી ગયા હતા. સેન્ટરની અંદર લાકડાનું ફર્નિચર ઘણું હતું. આ આગને કારણે લાકડાના ફર્નિચરમાંથી ઝેરી ધુમાડો નીકળ્યો હતો જેના કારણે બાળકો તેમાં ફસાઈ ગયા અને તેમને બહાર નીકળતા અટકી ગયા હતા.

  • 15 મૃતદેહોને બહાર કાઢ્યા

આ અકસ્માત સમયે સેન્ટરમાં હાજર બાળકોની ચોક્કસ સંખ્યા હજુ સુધી સ્પષ્ટ નથી. પણ અત્યાર સુધીમાં 15 બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જેમાંથી 14 બાળકોના મૃતદેહ રૂબરૂ જોવા મળ્યા છે. જેમાં અકસ્માતમાં દાઝી ગયેલા અને ઘાયલ થયેલા બાળકોને તાત્કાલિક KGMC ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે.

આ આગની માહિતી મળતાં જ તંત્ર તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગયું હતું. હાલમાં ઘટનાસ્થળે કોઈ બાળકો હાજર નથી છતાં અંદર હજુ પણ ભયંકર ધુમાડો હતો. સળગતા લાકડાના ફર્નિચરમાંથી નીકળતા ધુમાડાને કારણે અંદર સ્પષ્ટ રીતે જોવાનું મુશ્કેલ બન્યું હતું. તેમ છતાં, ફાયર બ્રિગેડ અને NDRFના કર્મચારીઓ તકેદારી સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રેસ્ક્યુ વર્કર એક બાદ એક કાટમાળ અને સામાન દૂર કરી રહ્યા હતા અને શોધખોળ હાથ ધરી હતી. જેમાં પરિસ્થિતિની સંપૂર્ણ ખાતરી કરવા માટે સેન્ટરના દરેક રૂમ ચેક કર્યા હતા.

  • મુખ્ય સચિવ અને DGP સ્થળ પર

ડેપ્યુટી સીએમ પાઠકે જણાવ્યું હતું કે, આ ગંભીર અકસ્માત બાદ સરકારે કડક પગલાં લેવામાં આવ્યા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્ય સચિવ ગૃહ અને DGPને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. જેમાં સરકારે સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ માટે કડક સૂચનાઓ આપી છે.

આ અંગે અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે કે અકસ્માતના કારણો તે કેવી રીતે બન્યો તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી બેદરકારી ફરી ન થાય તેની ખાતરી કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.

વધુ વાંચો : VIDEO : ગ્રીલ પકડીને લટક્યો પછી જમીન પર આવીને પડ્યો, લખનઉ આગનો ખૌફનાક વીડિયો

આ ઘટનાને લઇ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલીગઢમાં તેમના તમામ અગાઉથી નક્કી કરેલા કાર્યક્રમો રદ કર્યા છે અને તેઓ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. આ ઘટના કેવી રીતે અને શા માટે બની તેની વિગતો તપાસ રિપોર્ટ જાહેર થયા પછી જ જાણી શકાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lucknow Fire Brajesh Pathak Horrific Fire

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ