બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / માત્ર 700 રૂપિયા માટે યુવકની હત્યા થઈ ગઈ, રિલીફ રોડના મર્ડર મામલે નવો ખુલાસો

ક્રાઈમ / માત્ર 700 રૂપિયા માટે યુવકની હત્યા થઈ ગઈ, રિલીફ રોડના મર્ડર મામલે નવો ખુલાસો

Vishal Khamar

Last Updated: 06:29 PM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં કથળતી જતો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈ પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. ગત રોજ રાત્રીના સુમારે પૈસાની લેતી દેતીમાં એક યુવકની છરી મારી હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી.

અમદાવાદના સૌથી વ્યસ્ત અને ટ્રાફિકથી ધમધમતા રિલીફ રોડ પર ધોળા દિવસે થયેલી હત્યાએ શહેરમાં ચકચાર મચાવી છે. માત્ર 700 રૂપિયાની લેતી-દેતીના વિવાદમાં એક યુવકની જાહેરમાં છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે. હત્યાની ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો..કારંજ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી

મળતી માહિતી મુજબ રવિવારે રાત્રીના સુમારે રિલીફ રોડ પર પથ્થર કૂવા પાસે જાહેરમાં યુવકની છરી મારી હત્યા કરી દેવામાં આવી હતી. ગુનાની ગંભીરતા જોતા પોલીસે તાત્કાલીક આરોપી શાકિબ સલીમ શેખની હત્યા કેસમાં ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી શાકીબએ પૈસાની લેતી દેતીમાં ધોળા દિવસે જયશંકર રાજપૂત નામના યુવકની ઘાતકી હત્યા કરી દીધી.

શું હતો સમગ્ર મામલો

ઘટનાની વાત કરીએ તો રવિવારના રોજ સાંજે 5 વાગે રિલીફ રોડ પર આવેલા પથ્થર કુવા AMTS બસ સ્ટેન્ડ નજીક ફુટપાથ પર આરોપી શાકિબ મજૂરી કરીને 700 રૂપિયા કમાઈને આવ્યો હતો. ત્યારબાદ જયશંકરે તેની પાસે રૂપિયાની માંગણી કરી હતી.આ બાબતે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. થોડી જ વારમાં બોલાચાલી ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. અને આરોપી શાકિબ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોતાના પેન્ટના ખિસ્સામાંથી છરી કાઢી હતી.જયશંકર પર ઉપરાછાપરી પાંચ જેટલા ઘા ઝીંકી દીધા હતા. ધારદાર હથિયારના ઘા વાગતા જયશંકર ગંભીર રીતે ઘાયલ થયો અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. સમગ્ર ઘટનાથી આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. કારંજ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી શાકીબ શેખની ધરપકડ કરી છે..

પોલીસે શું કહ્યું.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક જયશંકર રાજપૂત મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો. અને હાટકેશ્વરમાં પરિવાર સાથે રહેતો હતો.. પરંતુ છેલ્લા ઘણા સમયથી મૃતક જયશંકર પોતાના પરિવારથી અલગ થઈ રિલીફ રોડ વિસ્તારમાં ફૂટપાથ પર રહેતો હતો.જ્યારે તેના પિતા હાલમાં ખોખરા વિસ્તારમાં રહે છે.. આરોપી શાકિબ સલીમ શેખ પણ માતા પિતાના અવસાન બાદ પથ્થરકૂવા વિસ્તાર નજીક ફૂટપાથ પર રહેતો હતો. જેથી બંને એકબીજાના પરિચિત હતા અને ઘણીવાર સાથે સમય પસાર કરતા હતા.હત્યાના બનાવની જાણ થતાં કારંજ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. અને કારંજ પોલીસે આરોપી શાકિબ સલીમ શેખની અટકાયત કરી લીધી હતી.તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મૃતક અને આરોપી બંને સામે અગાઉ પણ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદમાં રિક્ષાના ભાડામાં કરાયો આટલા રૂપિયાનો વધારો, જાણો મિનિમમ ભાડું કેટલું થયું?

પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી આગળની તજવીજ હાથ ધરી

રૂ 700ની લેતી દેતીના ઝઘડામાં યુવકની જાહેરમાં કરપીણ હત્યા કેસમાં કારંજ પોલીસે આરોપી શાકીબ શેખની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યાવહી હાથ ધરી છે. આરોપી અને મૃતક વચ્ચે પૈસાની લેતી દેતિનો ઝઘડો હતો કે અન્ય કોઈ અદાવત છે તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Ahmedabad Crime Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ