ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Politics / મમતા બેનરજીને ચેરમેન પદેથી હટાવ્યાં, ભત્રીજો અભિષેક TMCમાંથી સસ્પેંડ, બાગી જૂથનો નિર્ણય

પશ્વિમ બંગાળ / મમતા બેનરજીને ચેરમેન પદેથી હટાવ્યાં, ભત્રીજો અભિષેક TMCમાંથી સસ્પેંડ, બાગી જૂથનો નિર્ણય

Published By: Ajitsinh Jadeja

Last Updated: 07:29 PM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

West Bengal News: ઋતાબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર જૂથે મમતા બેનર્જીને પાર્ટીના ચેરમેન પદ પરથી હટાવવાની અને અભિષેક બેનર્જીને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે.

ADVERTISEMENT

West Bengal News: ઋતાબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર જૂથે મમતા બેનર્જીને પાર્ટીના ચેરમેન પદ પરથી હટાવવાની અને અભિષેક બેનર્જીને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે. પોતાને "અસલી ટીએમસી" ગણાવતા બળવાખોર ધારાસભ્યોએ એક નવી સંગઠનાત્મક સમિતિની પણ રચના કરી છે. અરૂપ રોયને નવી સંગઠનાત્મક સમિતિના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળના તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે સોમવારે પાર્ટીની અંદર બળવાએ મોટી નવાજૂની કરી. ઉલુબેરિયા પૂર્વના ધારાસભ્ય ઋતાબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના બળવાખોર જૂથે અભિષેક બેનર્જીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની અને મમતા બેનર્જીને પાર્ટી ચેરમેન પદ પરથી દૂર કરવાની જાહેરાત કરી. આ નિર્ણય બળવાખોર છાવણીની એક મહત્વપૂર્ણ બેઠકમાં લેવામાં આવ્યો હતો, જ્યાં પોતાને "અસલી તૃણમૂલ કોંગ્રેસ" ગણાવતા નેતાઓએ નવી સંગઠનાત્મક સમિતિની રચના પછી તરત જ એક ઠરાવ પસાર કર્યો હતો અને અભિષેક બેનર્જીને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી.

બળવાખોર જૂથે નવી રચાયેલી સંગઠનાત્મક સમિતિના ચેરમેન તરીકે વરિષ્ઠ ધારાસભ્ય અરૂપ રોયને નિયુક્ત કર્યા છે. ઋતાબ્રત જૂથે ન્યૂ ટાઉનની એક હોટલમાં એક બેઠક યોજી હતી, જેમાં બળવાખોર ધારાસભ્યો અને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત ત્રણ જિલ્લાના 70 કાઉન્સિલરો હાજર રહ્યા હતા. હાવડા સેન્ટ્રલના ધારાસભ્ય અરૂપ રોયને મમતા બેનર્જીના સ્થાને પાર્ટીના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

બળવાખોર જૂથનો દાવો છે કે પાર્ટીની અંદર "બંધારણીય સંકટ" ને લઇને આ બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકને સંબોધતા ઋતાબ્રત બેનર્જીએ કહ્યું, "પક્ષના બંધારણ મુજબ રાષ્ટ્રીય કારોબારી સમિતિની રચના દર ત્રણ વર્ષે થવી જોઈએ, અને છેલ્લી આવી સમિતિ ફેબ્રુઆરી 2022 માં બનાવવામાં આવી હતી. પદાધિકારીઓનો કાર્યકાળ પૂરો થયા પછી પાર્ટીનું સંગઠનાત્મક માળખું પુનર્ગઠિત કરવામાં આવ્યું ન હતું. તેથી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વનું પુનર્ગઠન કરવાની પ્રક્રિયા શરૂ કરવી જરૂરી બની હતી."

VTV ADD

આ પણ વાંચોઃ VIDEO / લખનઉમાં એનિમેશન સેન્ટરમાં ભીષણ આગ, 15 વિદ્યાર્થીના મોત, કેટલાક જીવ બચાવવા ઉપરથી કૂદી પડ્યાં

ટીએમસી હવે ત્રણ જૂથોમાં વહેંચાયેલું દેખાય છે

તાજેતરના ઘટનાક્રમને પગલે તૃણમૂલ કોંગ્રેસ હવે ત્રણ જૂથોમાં વહેંચાયેલું દેખાય છે. પહેલું જૂથ મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ છે, બીજુ જૂથ ઋતબ્રત બેનર્જીનું છે, જે હવે બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષની ભૂમિકામાં છે, જ્યારે ત્રીજું જૂથ કાકોલી ઘોષ દસ્તીદારના નેતૃત્વ હેઠળના લગભગ બે ડઝન લોકસભા સાંસદોનું છે, જેમણે નેશનલ સિટીઝન્સ પાર્ટી નામના નાના રાજકીય પક્ષ સાથે ભળીને સંસદમાં એનડીએ સરકારને ટેકો આપવાનો નિર્ણય લીધો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Abhishek Banerjee Mamta Banerjee TMC

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ