ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સમાં ઘર વાપસી, LSG છોડીને 15 કરોડમાં થઇ મોટી ડીલ

ક્રિકેટ / ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સમાં ઘર વાપસી, LSG છોડીને 15 કરોડમાં થઇ મોટી ડીલ

Published By: Bijal Vyas

Last Updated: 04:23 PM, 23 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2027 માં ઋષભ પંત દિલ્હી કેપિટલ્સ તરફથી રમશે, જેને LSG તરફથી ટ્રેડ કરવામાં આવ્યો છે. જોકે, આ ટ્રેડ ડીલથી તેમના પગાર પર નોંધપાત્ર અસર પડી છે, જે અગાઉના 27 કરોડ રુપિયાથી ઘણો ઓછો થઈ ગયો છે.

ADVERTISEMENT

ઋષભ પંત IPL 2027 માં LSG તરફથી રમતા જોવા મળશે નહીં. દિલ્હી કેપિટલ્સે તેને LSG માંથી દૂર કર્યો છે, જ્યારે કુલદીપ યાદવ એક્સચેન્જના ભાગ રૂપે દિલ્હી કેપિટલ્સથી LSGમાં ગયો છે. આ ટ્રેડ ડીલ બાદ, ઋષભ પંતના IPL પગારમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, તેની કમાણીમાં 12 કરોડ રુપિયાનો ઘટાડો થયો છે.

LSG એ IPL 2025 ની હરાજીમાં 27 કરોડ રુપિયાના ઓક્શન સાથે ઋષભ પંતને હસ્તગત કર્યો. આ આંકડા સાથે, પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો. જોકે, દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેના ટ્રેડ ડીલ બાદ, તેને ફક્ત 15 કરોડ રુપિયા મળશે.

પંતની થઇ ઘર વાપસી

રિષભ પંત અને કુલદીપ યાદવને લગતો આ ટ્રેડ IPLના ઇતિહાસના સૌથી મોટા ટ્રેડ્સમાંથી એક છે. આ ટ્રેડ બાદ પંત પોતાની જૂની ફ્રેન્ચાઇઝીમાં પરત ફર્યા છે, જ્યાં તેમણે 2016 અને 2024 વચ્ચેની નવ સીઝનમાં કુલ 111 મેચો રમી હતી. રિષભ પંત દિલ્હી કેપિટલ્સ માટે સૌથી વધુ મેચો રમનાર ખેલાડી છે. આ 111 મેચોમાંથી, તેમણે 43 મેચોમાં દિલ્હીની ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ઋષભ પંતે બે IPL સીઝનમાં LSG માટે કુલ 28 મેચ રમી, જેમાં એક સદી અને એક અડધી સદી સહિત 581 રન બનાવ્યા.

ટ્રેડ ડીલથી કુલદીપ યાદવને નુકસાન નહીં

કુલદીપ યાદવની વાત કરીએ તો, આ ટ્રેડ ડીલ પછી, તેને લખનઉ સુપર જાયન્ટ્સમાં તે જ પગાર મળશે જે તે દિલ્હી કેપિટલ્સ ખાતે મેળવતો હતો. બીજા શબ્દોમાં કહીએ તો, પંતથી વિપરીત, કુલદીપને ટ્રેડ ડીલને કારણે નાણાકીય નુકસાન થયું નથી, LSG તેને 13.5 કરોડ રુપિયા પણ ચૂકવશે.

આ પણ વાંચોઃ લિયોનેલ મેસીએ તડ્યો વર્લ્ડ રેકોર્ડ, ફૂટબોલ વર્લ્ડ કપમાં કર્યા સૌથી વધુ ગોલ

LSG ની જર્સીમાં પહેલીવાર રમશે કુલદીપ

કુલદીપ યાદવ છેલ્લા પાંચ સીઝનથી દિલ્હી કેપિટલ્સ સાથે હતા, પરંતુ IPL 2027માં તે LSG જર્સીમાં રમતા જોવા મળશે. તેમણે પાંચ સીઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે 65 મેચ રમી હતી, જેમાં 72 વિકેટો લીધી હતી. અગાઉ IPLમાં KKR અને DCનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા કુલદીપ યાદવ હવે પહેલીવાર લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમતો જોવા મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2027 rishabh pant delhi capitals

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ