બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના S.G. હાઇવે પર અકસ્માતનો ખતરો વધ્યો, એક કિલોમીટરનો રસ્તો બન્યો બ્લેક સ્પોટ

ગુજરાત / અમદાવાદના S.G. હાઇવે પર અકસ્માતનો ખતરો વધ્યો, એક કિલોમીટરનો રસ્તો બન્યો બ્લેક સ્પોટ

Nidhi Panchal

Last Updated: 02:07 PM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના વ્યસ્ત એસ.જી. હાઇવે પરનો એક ભાગ હાલમાં વાહનચાલકો માટે ચિંતાનો વિષય બન્યો છે. બ્લેક સ્પોટ જાહેર થયા બાદ પણ જરૂરી સુરક્ષા વ્યવસ્થાના અભાવે અકસ્માતનો ખતરો યથાવત્ હોવાનું સામે આવ્યું છે

અમદાવાદના S.G. હાઇવે પરનો લગભગ એક કિલોમીટરનો રસ્તો બ્લેક સ્પોટ તરીકે ઓળખાઈ રહ્યો છે. રોડ સેફ્ટી ઓથોરિટીના આંકડા અને સ્થળ પરની સ્થિતિ બંને દર્શાવે છે કે આ વિસ્તાર વાહનચાલકો માટે જોખમી બની ગયો છે. જોકે આ વિસ્તારને બ્લેક સ્પોટ તરીકે ઓળખવામાં આવ્યો હોવા છતાં અહીં ક્યાંય યોગ્ય વોર્નિંગ સાઇન જોવા મળતા નથી, જેના કારણે અકસ્માતની શક્યતા વધુ વધી રહી છે.

SG-highway

ટર્નિંગ મીરર (રિફ્લેક્ટિંગ શીટ) પણ તૂટેલી હાલતમાં

મળતી માહિતી મુજબ S.G. હાઇવે પર મૂકવામાં આવેલા ટર્નિંગ મીરર (રિફ્લેક્ટિંગ શીટ) પણ તૂટેલી હાલતમાં છે. સામાન્ય રીતે આવા મીરર વાહનચાલકોને આગળના વળાંક અને સામે આવતા વાહનો અંગે અગાઉથી જાણકારી આપવામાં મદદરૂપ બને છે. પરંતુ મીરર તૂટેલા હોવાથી વાહનચાલકોને સમયસર ધ્યાન રહેતું નથી અને અકસ્માત સર્જાવાનો ખતરો વધી જાય છે.

ટર્ન આવેલ હોવાથી આ વિસ્તાર વધુ જોખમી

ખાસ કરીને પકવાન બ્રિજ અને ઇસ્કોન બ્રિજના લેન્ડિંગ પોઇન્ટ પાસે જ ટર્ન આવેલ હોવાથી આ વિસ્તાર વધુ જોખમી બની ગયો છે. વાહનચાલકો હાઇસ્પીડમાં આવી રહ્યા હોય ત્યારે અચાનક આવતા વળાંકના કારણે વાહન પરનો કાબૂ ગુમાવવાની સ્થિતિ સર્જાય છે. યોગ્ય ચેતવણીના અભાવે ઘણા વાહનચાલકો છેલ્લી ક્ષણે વળાંક અંગે સચેત થાય છે, જેના કારણે અકસ્માત સર્જાય છે.

રસ્તા પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા દેખાતી નથી

સ્થાનિક લોકો અને નિયમિત આ માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકોના જણાવ્યા અનુસાર બ્લેક સ્પોટ હોવા છતાં રસ્તા પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા દેખાતી નથી. ખાસ કરીને રાત્રિના સમયે પ્રકાશની અછત અને તૂટેલા રિફ્લેક્ટિંગ મીરરના કારણે મુશ્કેલી વધુ વધી જાય છે. પરિણામે વાહનચાલકો માટે જોખમ વધે છે અને અકસ્માતની શક્યતા પણ વધી જાય છે.

પકવાન જંક્શન પર 14 જેટલા અકસ્માત

રોડ સેફ્ટી ઓથોરિટીના આંકડા મુજબ પકવાન જંક્શન પર 14 જેટલા અકસ્માત નોંધાયા છે, જ્યારે ઇસ્કોન જંક્શન પાસે 12 જેટલા અકસ્માત સર્જાયા હોવાનું સામે આવ્યું છે. આ આંકડા દર્શાવે છે કે આ વિસ્તાર કેટલો સંવેદનશીલ બની ગયો છે. સતત અકસ્માતો છતાં જો જરૂરી પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ ગંભીર ઘટનાઓ બનવાની શક્યતા નકારી શકાય નહીં.

આ પણ વાંચો : અમદાવાદના ચાર પરિવાર પર આભ ફાટ્યું, દીકરાએ મોત વહાલું કર્યું

નિષ્ણાતોના મતે બ્લેક સ્પોટ જાહેર કરાયેલા વિસ્તારોમાં સ્પષ્ટ વોર્નિંગ સાઇન, કાર્યરત ટર્નિંગ મીરર, રિફ્લેક્ટિવ માર્કિંગ અને અન્ય રોડ સેફ્ટી વ્યવસ્થાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. એસ.જી. હાઇવે પર પકવાન અને ઇસ્કોન જંક્શન વચ્ચેનો આ એક કિલોમીટરનો વિસ્તાર હાલમાં વાહનચાલકો માટે ચિંતાનો વિષય બન્યો છે અને અકસ્માતો અટકાવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SG Highway Road Safety Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ