બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આંચકી આવતા હેરિયર ચાલકે 6ને ઉડાવ્યા- યુવતીનું ઘટના સ્થળે મોત, PI અને SP સહિતનો કાફલો દોડી આવ્યો ઘટના સ્થળે
Last Updated: 08:05 AM, 23 June 2026
અમદાવાદમાં ફરી એકવાર ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક યુવતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું અને 6 લોકો ઇજાગ્રસ્ત છે. રખિયાલ વિસ્તારમાં આવેલા અજિત મિલ બ્રિજ નજીક સોમવારની રાત્રે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. ગરીબનગર તરફ જતાં માર્ગ પર એક પૂરપાટ ઝડપે દોડી રહેલી કાર અચાનક બેકાબૂ બની જતાં અનેક વાહનો અને રાહદારીઓ તેની ઝપેટમાં આવી ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અને થોડા જ સમયમાં મોટી સંખ્યામાં લોકો ત્યાં એકત્ર થઈ ગયા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
પ્રાથમિક તપાસમાં સામે આવેલી માહિતી મુજબ ઓઢવ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય મયંકકુમાર દીપકભાઈ પટેલ પોતાની સફેદ રંગની ટાટા હેરિયર કારમાં પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા હતા. કારમાં તેમની પત્ની ડિમ્પલબેન અને દીકરો પણ હાજર હતા. રાત્રે આશરે 9:40 વાગ્યાના સમયે અજિત મિલ બ્રિજ પરથી નીચે ઉતરતી વખતે મયંકકુમારને અચાનક આંચકી અથવા ખેંચ આવતાં તેઓ વાહન પરનો કાબૂ ગુમાવી બેઠા હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
ચાલકનો કાબૂ છૂટતા કાર સીધી ગરીબનગર ચાર રસ્તા તરફ ધસી ગઈ હતી. સૌપ્રથમ કાર એક ઓટોરિક્ષા સાથે જોરદાર અથડાઈ હતી. ત્યારબાદ રસ્તા પરથી પસાર થઈ રહેલી ત્રણ એક્ટિવા અને એક બાઈકને પણ કારએ અડફેટે લીધા હતા. અકસ્માત બાદ પણ કારની ગતિ ઓછી ન થતાં તે નજીક આવેલી એક દુકાનમાં ઘૂસી ગઈ હતી. આ સમગ્ર ઘટનામાં એક એક્ટિવા સવાર યુવતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે અન્ય અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સાથે આખી ઘટના CCTVમાં કેદ થઇ ગઇ છે.

ADVERTISEMENT
અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા. જોતજોતામાં 500થી વધુ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. પરિસ્થિતિ તંગ બનતા સ્થાનિક લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક ધારાસભ્ય દિનેશ કુશવાહ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થિતિની માહિતી મેળવી હતી.
ADVERTISEMENT
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગે પણ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. બે SP, PI સહિત મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસે ભારે જહેમત બાદ લોકોની ભીડને નિયંત્રિત કરી અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવ્યો હતો. અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થામાં પણ વિક્ષેપ સર્જાયો હતો.
ADVERTISEMENT
અમદાવાદઃ ગરીબનગર વિસ્તારમાં પૂરપાટ ઝડપે જતી કારે સર્જ્યો અક*સ્માત, ડ્રાઈવરને હા*ર્ટએટેક આવી જતા થયો અક*સ્માત, 1નું મો*ત#Ahmedabad #Garibnagar #Accident #City #VTVDigital pic.twitter.com/oTQTBejFsJ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 23, 2026
ટ્રાફિક પોલીસ PI એચ. વી. ધંધુકિયાના જણાવ્યા અનુસાર, અજિત મિલ બ્રિજથી ગરીબનગર તરફ જતાં માર્ગ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે કાર ચાલક પોતાની પત્ની અને દીકરા સાથે મુસાફરી કરી રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ચાલકને અચાનક આંચકી (ખેંચ) આવતાં તેમણે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બ્રિજ પરથી નીચે ઉતરતી વખતે બેકાબૂ બનેલી કારે સૌપ્રથમ એક ઓટોરિક્ષાને ટક્કર મારી હતી. ત્યારબાદ ત્રણ એક્ટિવા અને એક બાઈકને પણ અડફેટે લીધી હતી. અકસ્માત બાદ કાર આગળ ધસી જઈ નજીક આવેલી એક દુકાન સાથે અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : અમદાવાદના બાપુનગરમાં ગમખ્વાર અકસ્માત, 2 બાળકોના મોત, 5 ઘાયલ
ઉલ્લેખનીય છે કે ગરીબનગર ફ્લાયઓવર ચાર રસ્તા વિસ્તારમાં હાલમાં ટ્રાફિક સુધારણા અને ડિવાઇડર સંબંધિત કામગીરી ચાલી રહી છે. ભવિષ્યમાં આવા ગંભીર અકસ્માતોને રોકવા માટે અહીં સ્પીડ બ્રેકર સહિતના વધારાના સુરક્ષા પગલાં લેવાની પણ યોજના હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે અકસ્માતના તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે અને ઘટનાના ચોક્કસ કારણો અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.